________________
૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આત્મા તો રહી ગયો બાજુએ. એટલે નિંદા કરે છે આત્માની ને આ જ આત્મા છે. કહે, નિંદા કરજો આત્માની, હં.. ત્યારે કહે, હા, મારો આત્મા પાપી છે, એટલે નિંદા કરવી પડે.
“મારો આત્મા પાપી છે” એવું બોલે છે. અલ્યા, આડોશી-પાડોશીની નિંદા ઓછી કરતો હતો, તે હવે આત્માની નિંદા કરે છે? આત્માની નિંદા શી રીતે કરાય ? એ આત્મા પાપી છે, તે કયો આત્મા એનું ભાન નથી આ લોકોને. એવું યાદ રાખવું જોઈએ કે આ વ્યવહાર આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) પાપી છે.
“મારો આત્મા પાપી છે' એવું કહેનારાનો આત્મા પાપી થયો ને એ પોતે મૂઓ ચોખ્ખો એવો અર્થ ઠર્યો ! એવો અર્થ લોકોને ના સમજાય. એક વખત દોષ દેખતો બંધ થાય તે ના દેખાય, ભલેને હોય ઉઘાડો. ભગવાને કહ્યું શું અને કરે છે શું? જે ભરી લાવ્યો છે તે પ્રતિષ્ઠિત આત્મા પાપી છે, એનું તેને ભાન જ નથી ને જે ભગવાન સ્વરૂપે છે તે આત્માને પાપી કહે છે ને નર્કના દડીયા બાંધે છે. પાછો કો'ક વખત એવું પણ બોલે કે મારો આત્મા મહાવીર જેવો છે. અલ્યા ! આ કેવું ?
આ શાસ્ત્રોમાં વ્યવહાર આત્મા લખેલું છે, તે આ લોકો વ્યવહાર આત્માને ભૂલી જઈ શુદ્ધાત્માને ચોંટી પડ્યા ને શુદ્ધાત્માને આરોપ આપવા માંડ્યા. તે શુદ્ધાત્મા કહે કે લે ત્યારે ભોગવ ! પણ તેમ નથી, વ્યવહાર આત્મા તે પ્રતિષ્ઠિત આત્મા. તે જે પ્રતિષ્ઠા કરેલી તે બધું જ પ્રતિષ્ઠિત આત્મા, તે ભોગવે છે. શુદ્ધાત્મા તો પરમાનંદી છે.
પ્રશ્નકર્તા : વ્યવહારિક આત્મા એ જ પ્રતિષ્ઠિત આત્મા ?
દાદાશ્રી : હા, “પ્રતિષ્ઠિત આત્મા” નામ આપણે આપ્યું છે. બાકી આમ આ લોકોએ “વ્યવહારિક આત્મા’ કહ્યો છે. જે તું અત્યારે માની રહ્યો છું, તે આત્મા વ્યવહારિક આત્મા છે, એવું કહ્યું. પણ “વ્યવહારિક આત્મામાં શું થાય છે? લોકોને સમજાતું નથી. આ ફરી ઊભું કરનાર જ તમે છો આ, પ્રતિષ્ઠા કરો છો માટે. “ચંદુલાલ છું, હું ચંદુલાલ છું” કર્યા કરશો, “હું ચંદુલાલ જ છું” તો ફરી (પ્રતિષ્ઠિત) આત્મા થઈ રહ્યો