________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
આ ક્રમિક માર્ગમાં તો સ્થૂળમાંથી બાદ કરતા કરતા પ્રતિષ્ઠિત આત્માને ‘આત્મા’ જાણીને ખોળ્યો ચંચળ છે તેમાં આત્મા માન્યો. પણ અલ્યા ! તે પ્રતિષ્ઠિત આત્મા તો આખીય ચંચળ મિશનરીનું હેડ છે. આખાય જગતે આ તો ચંચળ ભાગને આત્મા માન્યો છે અને કહ્યો છે. અયથાર્થ આત્માને ‘આત્મા’ કહ્યો છે પણ ફક્ત કેવળજ્ઞાનીઓએ જ યથાર્થ આત્માને ‘આત્મા’ સ્વરૂપે કહ્યો છે અને અમેય તમને એ જ યથાર્થ આત્માનો નિર્ણય કરાવી આપ્યો છે. આ બહાર તો ચંચળ ભાગને જ ‘આત્મા’ માને છે. પણ તેમાં ચેતનનો એક પણ ગુણ નથી અને તેને ચેતન માનીને લોકો ચાલે છે. પણ તેમાં ચેતન સ્વરૂપ નથી રહેતું અને મિશનરી બંધ પડે છે ત્યારે કહે છે કે કાઢો, કાઢો. ત્યારે બાધેભારે કહે, ‘આત્મા ચાલ્યો ગયો.' પણ માને તો ચંચળ ભાગને ચેતન આત્મા. ચેતનનો એક પણ ગુણ ચંચળ ભાગમાં નથી.
૨૩
જગતને જે દેખાય છે તે નિશ્ચેતન ચેતન, તેને તો લોક ‘ચેતન’ કહે છે. તે ‘નિશ્ચેતન ચેતન' એનું જ નામ પ્રતિષ્ઠિત આત્મા. કોઈ સાધુ ચંચળ ભાગ બાદ કરતો કરતો જાય તો છેલ્લે અચળ ભાગ ‘આત્મા’ પામશે. પણ આ તો ચંચળ ભાગમાં જ આત્મા ખોળે છે તે ક્યાંથી જડે ? ચંચળ વસ્તુમાં આત્મા ના હોય.
ક્રમિકમાં પ્રતિષ્ઠિત આત્માને મતાયો આત્મા
શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું કે કષાય એટલે આત્માને પીડે તે ! હવે એ આત્મા કયો તે વાત કહેવાની રહી ગઈ. કહી છે ખરી પણ તે અમુક ઢબથી કહી છે. તે આ લોકોને ખ્યાલ નથી બેસતો અને ભૂલી જાય છે.
પ્રશ્નકર્તા ઃ આ બધા જે લોકો આત્મા કહેતા હતા, તે પ્રતિષ્ઠિત આત્મા કહેતા હતા ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને આત્મા માનતા'તા. રોંગ બિલીફ એ એમને ખબર ના હોય.
પ્રતિષ્ઠિતને જ ‘આત્મા' કહેવામાં આવ્યો. એટલે એમાં પેલો મૂળ