________________
૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રતિષ્ઠિત આત્મા સાધક, મૂળ આત્મા સાધ્ય. પ્રશ્નકર્તાઃ હવે નિશ્ચયનો સાધક આત્મા છે, સાધન પણ આત્મા છે અને સાધ્ય પણ આત્મા છે ?
દાદાશ્રી : ના, એવું નથી. આત્માને સાધન અને સાધક હોય નહીં. એ સાધક બનાવીએને એ આત્મા જ નથી. એ વ્યવહાર આત્મા જો ગણવો હોય ને, જે પ્રતિષ્ઠિત આત્મા, એને સાધક કહેવો હોય તો કહી શકાય. પણ મૂળ આત્મા તો સાધક નથી, પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્માની જ વાત છે. દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા બરાબર છે. પ્રશ્નકર્તા: એમાં તો પછી સાધ્ય મૂળ આત્મા છે ને ? દાદાશ્રી: હા, એટલે મૂળ પદ પોતાનું છે. પ્રશ્નકર્તા ઃ એટલે જુદું થયું ને ?
દાદાશ્રી : જુદું જ હોય, હોય જ જુદું. શબ્દોય જુદા હોય છે અને રૂપેય જુદું હોય. ના કહ્યું કે સુથારને સાધન શું? ત્યારે કહે, ફરસી તથા વાંસડો એના સાધન અને સાધ્ય શું ? તો કહે, આ મૂર્તિ બનાવવી. એવું પોતે પોતાને ઘડે છે, આ પ્રતિષ્ઠિત આત્મા, મૂળ આત્માની સાથે રહીને.
પ્રશ્નકર્તા : પણ છે જુદી વસ્તુ !
દાદાશ્રી : જુદી જ છે. જુદી ના હોય ત્યાં સુધી સાધક બને નહીં. સાધક બને છે એ જુદો જ છે.
પ્રશ્નકર્તા ઃ નહિતર સાધક બનવાની જરૂરત જ ક્યાં છે ? દાદાશ્રી : સાધક એટલે પ્રેક્ટિશનર (અભ્યાસી).
શાસ્ત્રોની વાત, સમજાવે પ્રત્યક્ષ જ્ઞાતી આ પઝલ છે પણ કાયદેસરનું પઝલ છે, ગેરકાયદેસર પઝલ નથી.