________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
૨૧
શરીરને ઠંડક મળે છે, શુદ્ધ આત્મા ભોગવતો નથી. અહંકાર પણ ભોગવતો નથી, માત્ર ઈગોઈઝમ (અહંકાર) કરે છે કે “મને ઠંડક થઈ, મેં આમ કર્યું. એ જ સૂક્ષ્મ ભાવ બને છે ને એ કૉઝલ બૉડી આવતે ભવ ઈફેક્ટિવ બૉડી બને છે. બસ આમ જ ચાલ્યા કરે છે.
પ્રતિષ્ઠા છોડે એક, ઘાલે બીજી પાછી પ્રતિષ્ઠા એટલે શું કે છોકરાની વહુના સસરા થઈને બેઠા હોય. સસરા જ કહેવાય ને છોકરાની વહુ આવી એટલે ? પણ પછી દીક્ષા લે એટલે આ છે તે અહીંથી પ્રતિષ્ઠા તોડી સસરાની અને “હું ઉપાધ્યાય કે સાધુ, એ પાછી પ્રતિષ્ઠા ઊભી કરી. આ પ્રતિષ્ઠા છોડી ને પાછી પેલી પ્રતિષ્ઠા ઘાલી. એ પ્રતિષ્ઠા તો એની એ જ ઘાલીને ? જો “શુદ્ધાત્મા થઈ ગયો હોત તો તો કશો વાંધો નથી.
પ્રશ્નકર્તા: તો એને આ ઉપાધ્યાય થવાની જરૂર નહોતી.
દાદાશ્રી : હા, તે જ કહું છું ને કે આ પ્રતિષ્ઠા એક છોડી અને બીજી ઘાલી. પછી વળી આગળ જરા શાસ્ત્રો ભણે એટલે પાછી એ સાધુની પ્રતિષ્ઠા છોડાવડાવે અને ઉપાધ્યાયની આપે. ઉપાધ્યાય છોડાવડાવીને આચાર્યની આપે. આચાર્યની છોડાવીને સૂરિની આપે. પણ એની એ પ્રતિષ્ઠામાં રહેવાનો.
બાકી, આ જ્યાં સુધી હું આચાર્ય મહારાજ છું', ત્યાં સુધી પ્રતિષ્ઠા તો એની એ જ છે, ત્યાં સુધી પેલા ક્રોધ-માન-માયા-લોભ ઊભા જ રહેવાના, કાયમ. અને નિકાલ કરવાનો તો ક્યાં ગયો પણ નવું ઊભું કરે. નિકાલનો તો બધો સામાન છે જ એમની પાસે. પણ નવો વ્યાપાર ચાલુ જ, રાગ-દ્વેષનો વેપાર ચાલુ જ. રાગેય કમાય ઘણો ને ષેય કમાય.
આ આત્મામાંથી જ પ્રતિષ્ઠા કરેલો છે, તેથી બીજો ઈમિટેશન આત્મા ઊભો થયો છે. આ ચંદુભાઈ એ પ્રતિષ્ઠિત આત્મા છે. મુખ્ય પ્રતિષ્ઠામાં મૂળ વસ્તુ નથી છતાં કંટ્રોલર જોડે બેઠેલા છે, તેથી ગમે ત્યારે યસ” અને ના ગમે ત્યારે “નો કહે છે.