________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ક્રોધ-માન-માયા-લોભ, ઊભા પોતાની જ પ્રતિષ્ઠાથી
પ્રશ્નકર્તા ઃ તો આ ક્રોધ-માન-માયા-લોભ પ્રતિષ્ઠિત આત્મા ઊભા કરે છે ?
દાદાશ્રી : આ લોકોએ પ્રતિષ્ઠા કરી આપણી અને “આપણેય માની લીધી તે પ્રતિષ્ઠા. “આપણે'ય પ્રતિષ્ઠા કરી કે “હું ચંદુભાઈ છું', તે આપણી પ્રતિષ્ઠા જ્યાં સુધી કરેલી છે કે “હું ચંદુભાઈ છું', ત્યાં સુધી આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યા છે મહીં.
‘ક્રોધ-માન-માયા-લોભ કષાયોની વૃત્તિ,
પોતાની પ્રતિષ્ઠાથી ઊભી મૂઢ સૃષ્ટિ'. એટલે આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી છે ? “હું ચંદુભાઈ છું અને આમ જ છું' એ નક્કી છે ત્યાં સુધી એ ઊભી રહેશે. તે જ્યાં સુધી આ પ્રતિષ્ઠામાં છે ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. એની પ્રતિષ્ઠાને લીધે (સૃષ્ટિ) ઊભી રહી છે.
પોતાની પ્રતિષ્ઠા ક્યારે જાય કે “હું શુદ્ધાત્મા છુંનું ભાન થાય, એટલે પોતાના નિજસ્વરૂપમાં આવે ત્યારે પ્રતિષ્ઠા તૂટી ગઈ, ત્યારે ક્રોધમાન-માયા-લોભ જાય, નહીં તો જાય નહીં. માર-માર કરે તોયે ના જાય ને, એ ચારેય તો વધ્યા કરે ઊલટાં. એકને મારે ત્યારે બીજો વધે ને બીજાને મારે ત્યારે ત્રીજો વધે.
લોકો ક્રોધ-માન-માયા-લોભને કાઢવા માટે આખી જિંદગી ગાળે છે પણ એના આધારને કાઢતા નથી. એનો આધાર તો જ્ઞાની પુરુષ જાણે. લોકો ક્રોધ કાઢે તો માન વધી જાય. એનો આધાર એ તો “હું ચંદુલાલ એ જ પ્રતિષ્ઠિત આત્મા, એ કાઢી લીધું એટલે બધું અજ્ઞાન નિરાધાર થઈ ગયું અને સંસાર વૃક્ષનું મૂળ ઉખડી ગયું કે જે અનંત રોગનું મૂળ હતું. દરેક જન્મે ઈન્દ્રિયો ભોક્તા બને છે પણ અહંકાર કહે કે “મેં ખાધું, મેં કર્યું.” અહંકાર એ તો અતિ સૂક્ષ્મ છે, એ શી રીતે ભોગવે ? એક તો શરીરમાં આરોપ કરે છે કે “હું ચંદુલાલ', પછી અહંકાર કરીને ગર્વ કરે કે “મેં આટલું સરસ કાર્ય કર્યું, “મને ઘણી સરસ ઠંડક આવી.” ખરેખર