________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
૧૭
પ્રતિષ્ઠિત આત્માનું કર્તાપણું પ્રશ્નકર્તા તો જગતનો કર્તા પ્રતિષ્ઠિત આત્મા થયો ?
દાદાશ્રી : આ જગત કર્તા વગર ઉત્પન્ન થયું છે અને કર્તા છે તે ભાવક છે. એટલે કે પ્રતિષ્ઠિત આત્માની લેણદેણ છે. લોકો એને “મૂળ આત્મા' કહે છે. પ્રતિષ્ઠિત આત્મા આપણે શાથી કહીએ છીએ ? ત્યારે કહે, નિમિત્ત વગર કોઈ કાર્ય થાય નહીં. માટે પ્રતિષ્ઠિત આત્મા નિમિત્ત ભાવે કર્તા છે. નિમિત્તપણે સંકલ્પ-વિકલ્પરૂપી પ્રતિષ્ઠિત આત્માનું જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ ના થાય. નિમિત્તપણે સર્વાશે ગયું ત્યાંથી જ મોક્ષ.
પ્રશ્નકર્તા: તો એ નૈમિત્તિક કર્તા થયો ? દાદાશ્રી : ખરેખર કર્તા નથી, માની બેઠો છે એ. પ્રશ્નકર્તા એટલે કર્તાપણાને જે માને છે તે હું છે ?
દાદાશ્રી : માની બેઠો છે એના મનમાં, તે “આ હું કરું છું. પણ ખરેખર એવું એક્ઝક્ટલી નથી.
પ્રશ્નકર્તા : કર્તાપણું એનું નથી. ખરેખર કર્તા નથી એ ?
દાદાશ્રી : ખરેખર કર્તા નથી. એ તો માની બેઠો છે કે “આ હું કરું છું.”
પ્રશ્નકર્તા : એ માન્યતા એની છૂટે ખરી ?
દાદાશ્રી : જેમ સ્ટેશન પર માની બેસે છે, સ્ટેશન પર ગાડી ચાલે છે ને તો એ જાણે કે હું ચાલ્યો. ગાડી આમ જાય ને ત્યારે પોતે આમ ખસતો હોય એવું દેખાય. એટલે આપણે ના સમજીએ કે આને ફેર ચડ્યા છે ! એવું એ માને છે.
પ્રશ્નકર્તા : એટલે દરેક ક્રિયામાં એ પોતે માટે જ છે. એટલે જોનાર જુદો છે ને પોતે માને છે “હું જોઉં છું એવું ?