________________
૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : જોનાર તો એ છે જ નહીં. પ્રશ્નકર્તા : એ પોતે નથી ? દાદાશ્રી : એ બિલકુલ આંધળો જ છે.
અજ્ઞાન ભાવમાં “હું કરું છું તેનાથી પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે ને પ્રતિષ્ઠિત આત્મા આ બધું કરે છે. તે વ્યવસ્થિત શક્તિને આધીન કરે
શુદ્ધાત્માની સત્તા કેટલી, હદ કેટલી તેની આપણને ખબર છે. પ્રતિષ્ઠિત આત્માએ જેવો ભાવ કર્યો હોય તે પ્રમાણે થાય, પણ તેની સત્તા કેટલી, તે જગતના લોકોએ જાણવું પડશે. તેની સત્તામાં પ્રતિજ્ઞા કરી શકે, નિશ્ચય કરી શકે. માત્ર સારી કે ખોટી પ્રતિજ્ઞા, સારો કે ખોટો નિશ્ચય કરી શકે. તે સિવાય બીજું કશું તે કરી શકે નહીં.
પ્રશ્નકર્તા ઃ સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ચેતનને લાગુ પડે કે અચેતનને ?
દાદાશ્રી : માન્યતાને લાગુ પડે છે, પ્રતિષ્ઠિત આત્માને. આ પ્રતિષ્ઠિત આત્મામાંયે બહુ શક્તિઓ છે. તમે અહીં બેઠા બેઠા બીજા માટે સહેજ પણ અવળો વિચાર કરો તોયે તેના ઘેર પહોંચી જાય તેવું છે.
પ્રશ્નકર્તા: ચેતન પણ વ્યવસ્થિતના તાબામાં છે કે પુગલ એકલું જ?
દાદાશ્રી : સંસાર ભાવને પામેલું બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. મુક્ત થયા પછી વ્યવસ્થિતના તાબામાં રહેતું નથી.
પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત બધું જ વ્યવસ્થિતના તાબામાં છે ?
દાદાશ્રી : પુદ્ગલ અને પ્રતિષ્ઠિત આત્મા બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી વ્યવસ્થિતના તાબામાં છે.