________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
લોકોને સમજાયું નહીં એટલે અમારે ‘પ્રતિષ્ઠિત આત્મા' મૂકવો પડ્યો, લોકોને પોતાની ભાષામાં સમજાય અને ભગવાનના કહેલાને નુકસાન ન થાય એવી રીતે. તમને તમારી ભાષામાં સમજાવવું જોઈએ ને ? સમજાય નહીં તો શું કરો પાછા ?
અજ્ઞાને કર્યું અધિષ્ઠાત
પ્રશ્નકર્તા : ઉપનિષદોમાં જગતનું અધિષ્ઠાન અજ્ઞાન કહેવામાં આવ્યું છે.
૧૫
દાદાશ્રી : હા, અજ્ઞાનથી, એય સ્વરૂપનું અજ્ઞાન ખાલી. જ્ઞાન વિશેષ જ્ઞાન થાય છે, તેને જ અજ્ઞાન કહે છે.
પ્રશ્નકર્તા ઃ આમાં શાસ્ત્રમાં એમણે ફોડ આપ્યો છે કે અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજજો.
દાદાશ્રી : આ ઉત્પન્ન શેમાંથી થઈ ? ત્યારે કહે, અજ્ઞાનમાંથી ઊભી થઈ છે આ. એટલે વિભાવિક આત્મા, પ્રતિષ્ઠિત આત્મામાંથી ઊભી થઈ છે ને એમાં પછી લય થાય છે. એમાંથી પાછી ઉત્પન્ન થાય છે ને એમાં લય થાય છે. આત્માને આમાં કશું લેવાદેવા નથી. આત્માની ફક્ત વિભાવિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એટલે બિલીફ બદલાયેલી છે. બીજુ કશું બદલાયેલું નથી. જ્ઞાનેય બદલાયેલું નથી ને ચારિત્રય બદલાયું નથી. આત્માનું ચારિત્ર એક ક્ષણવાર બદલાતું નથી. ત્યાં નર્કમાં જાય છે ત્યાંય (મૂળ) આત્મા એના પોતાના ચારિત્રમાં રહે છે અને આ પ્રતિષ્ઠિત આત્મા એના નર્કના ચારિત્રમાં રહે છે. આ પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠા કરેલી વસ્તુ, આપણે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે છે ને ? એ પ્રતિષ્ઠા ફળ આપે છે મૂર્તિની, એ એક્ઝેક્ટનેસ કહેવાય.
સ્વરૂપનું અજ્ઞાન તેથી કરીને સ્વરૂપમાં કંઈ આઘુંપાછું થયું નથી. તારું ‘હું’પણું બદલાયેલું છે. એ ગમે તે કો'કના ધક્કાથી બદલાયું કે એની વે (ગમે તે રીતે) બદલાયું, પણ બદલાયેલું છે એક્ઝેક્ટ. માટે એ ‘હું’પણું