________________
(૧.૨) જગતનું અધિષ્ઠાત જગતનું અધિષ્ઠાત, પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા ઃ આ જગતનું અધિષ્ઠાન શું હશે?
દાદાશ્રી : આખું જગત અધિષ્ઠાન ખોળે છે પણ જડ્યું નથી. પ્રતિષ્ઠિત આત્મા એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે. આજે સાચું અધિષ્ઠાન જગતનું બહાર પડ્યું. મૂળ બે પ્રકારના અધિષ્ઠાન છે. એક બધાના હિસાબે આત્મા છે અધિષ્ઠાન એનો. પણ કયો આત્મા? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા. અને બીજું અધિષ્ઠાન તે અજ્ઞાન
જો પ્રતિષ્ઠિત આત્મા નથી તો કશું છે જ નહીં. અને પ્રતિષ્ઠિત આત્મા એ જ અજ્ઞાન. છેતો ખરી રીતે અજ્ઞાન, પણ અજ્ઞાન કહીએ ? ત્યારે કહે, “ના, આત્મા છે એનો.” હવે એ જ પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્માને લોકોથી પહોંચી વળાય એવું નથી.
ભગવાને આ અધિષ્ઠાન તો આપેલું જ હતું, પણ આ અધિષ્ઠાન લોકોને સમજાતા વાર લાગે એવું છે. વીતરાગ ભગવાને બધું આપેલું છે, નથી આપેલું એવું છે નહીં પણ લોકોને સમજાય નહીં ને ! એ સમજવું સહેલું નથી. એટલે પછી બીજો વિકલ્પ કર્યા કરે કે કોઈક છે ખરો. કોઈ બાપોય ઉપર નથી. હરિ નામનું કોઈ છે નહીં આ જગતમાં, એ તો એક બિલીફ છે.
એટલે આ પ્રતિષ્ઠિત આત્મા’ નવો શબ્દ આપ્યો છે, આજના જમાનામાં. ભગવાને ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો નથી. ભગવાને કહ્યું તે