________________
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
અવતારે પ્રતિષ્ઠા કરીને તે આ શરીર અને આ અવતારમાં પ્રતિષ્ઠા કરી રહ્યા છો તે આવતું શરીર, પોતે જ પ્રતિષ્ઠા કરીને પોતે જ કરેલું છે આ બધું. કરવું નથી પડતું કશું. વિજ્ઞાન એટલું બધું છે કે (ચાર્જ પ્રતિષ્ઠિત) આત્મા જેવો ભાવ કરે એવું શરીર થઈ જાય. જડ તત્ત્વની એટલી બધી શક્તિ છે કે આત્મા જેવું ભાવે એવું તૈયાર થઈ જાય. બહાર આંખો, નાકબાક બધું. જોને હાથી જેવો હાથી થાય છે ને ! અને બનાવનારો હોત તો સુથારી-બુથારોનો દમ નીકળી જાતને ! એ આખા હાથમાં એક જ આત્મા છે. બીજી બધી જીવાત ખરી, પણ એના (શરીરનો) માલિક તરીકે એક જ આત્મા છે. આત્મા અક્રિય, પણ એની હાજરીથી સક્રિય પ્રતિષ્ઠિત
કોઈ પણ માણસને આત્મા વપરાતો જ નથી બિલકુલેય. આખો દા'ડો આત્મા વ્યવહારમાં વપરાતો નથી. ફરી આવતા ભવને માટે આત્મા (ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા) વપરાઈ રહ્યો છે, પણ આ ભવને માટે તો આત્મા જરાય વપરાતો નથી. પણ તે મેં તો તમારું ચાર્જ બંધ કરી દીધું છે. એટલે તમારો આત્મા વપરાતો બંધ થઈ ગયો, સંસાર હેતુ માટે. એટલે તો તમારો આત્મા તમારી પાસે જ રહે છે, જ્યારે જુઓ ત્યારે. કારણ કે વપરાતો જ બંધ થયો ત્યાં આગળ. અને જગતને તો આત્મા એ જભ્યો ત્યારથી મરતા સુધી ફરજિયાત છે. તેમાં આત્મા વપરાતો જ નથી. શેમાં નથી વપરાતો ? સંસારમાં, વ્યવહારમાં, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, હરેક ક્રિયામાં આત્મા બિલકુલ વપરાતો નથી, સહેજેય. ફક્ત આવતો ભવ ઘડવાને માટે જ વપરાય છે. આવતા ભવનું ઘડતર થઈ રહ્યું છે. હા, પોતાની પ્રતિષ્ઠા કરીને આત્મા પોતે મૂર્તિ ઘડે છે, આવતા ભવની. તે આપણે બંધ કરી દીધું, આવતા ભવનું ઘડતર હવે. એટલે આત્મા આપણામાં વપરાતો જ બિલકુલ બંધ થઈ ગયો. એટલે હવે આપણે નિજસ્વરૂપમાં જ રહી શકાય એવું થયું છે.
પ્રશ્નકર્તા: પૂર્ણ જ્ઞાન ના થાય ત્યાં સુધી શરીર છૂટે ત્યારે બેઉ આત્મા સાથે વિદાય લે ને ?
દાદાશ્રી : ના, બીજો આત્મા જ નથી. એ તો પ્રતિષ્ઠિત આત્મા