________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ચાર્જ થાય છે. મેં આ કર્યું, મેં આ કર્યું એનાથી ચાર્જ થાય છે અને હું નથી કરતો ને કરે છે કોણ” એ જાણે એટલે ચાર્જ બંધ થઈ જાય છે. એટલે ચાર્જિંગ બેટરી આનાથી ઊભી થઈ જાય છે. આત્મામાં કશું બદલાતું નથી. આત્મા તેનો તે જ રહે છે. તેની હાજરીથી “હું છું, હું છું' બોલવાથી ચાર્જ થઈ જાય છે. એ ના હોય તો ચાર્જ ના થાય.
ચિત્રકાર “પોતે', ચીતર્યો આવતો ભવ પ્રતિષ્ઠિત આત્મા” “જેણે જેવો ચીતર્યો તેવો તેના બાપનો. પ્રતિષ્ઠા પુરુષના સંકલ્પ-વિકલ્પ છે. જેમ ભગવાન મહાવીરની મૂર્તિમાં જૈનોને મહાવીર ભગવાન લાગે પણ બીજા કેટલાકને પથ્થર લાગે. પોતે પુરુષ થઈને મનુષ્ય દેહમાં હોવા છતાં, સ્ત્રીનો આત્મા ચીતરે છે, ગધેડાનો આત્મા ચીતરે છે, ભેંસનો ચીતરે છે, કૂતરાનો ચીતરે છે. જેને જે કરવું હોય તે થાય તેવું આ જગત છે. આ નવ વર્ષનો છોકરો છે તે મને પગે લાગે છે, તેનામાં પ્રતિષ્ઠિત આત્મા છે તે અત્યારથી જ ધર્મનું ચીતરે છે.
ખેતરમાં ગલકાં તોડવા ગયો હોય ને આજુબાજુ જુએ કે કોઈ મને આજુબાજુથી જોતું તો નથીને ? આ ભય તેને પેઠો તે તેમાં પ્રતિષ્ઠિત આત્મા ચીતરે છે, તે “ભયવાળો આત્મા’ હોય. જાનવરને નિરંતર ભય હોય. ગલકાં તોડવા છાનોમાનો પેઠો, ભય લાગ્યો, તે તેણે ભયનું ચિતરામણ કર્યું. તે જાનવરમાં અવતાર થાય. પોતે ને પોતે જ બધું ચીતરે છે ને તે પ્રમાણે થાય છે.
આ જગતના જીવમાત્ર ફરે છે, એમાં પ્રતિષ્ઠિત આત્મામાં જરાય ચેતન નથી. આટલા બધા ઓફિસમાં કામ કરે છે, આટલું બધું ઘરકામ કરે છે પણ એના પ્રતિષ્ઠિત આત્મામાં બિલકુલ ચેતન છે જ નહીં. આ ચેતન વગર બધું ચાલે છે. ત્યારે કોણ કામ કરે છે પ્રતિષ્ઠિત આત્મામાં ? ત્યારે કહે “આત્મા’ની હાજરીથી ચાલે છે.
આ શરીરેય ઉત્પતિ થાય છેને, તો કોઈને કરવું નથી પડ્યું. એવું બધું બ્રહ્મા વિષ્ણુ કોઈએ કર્યું નથી. આ તો “આપણે” અંદર જેવું નક્કી કરીએને, જેવી પ્રતિષ્ઠા કરીએ તેવું જ આ શરીર ઊભું થાય. ગયા