________________
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
દાદાશ્રી : ના, ના, શુદ્ધાત્માને એવું ના હોય. આ તો બે વસ્તુ સાથે રહેવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા છે; ક્રોધ-માન-માયા-લોભ અને એનાથી પ્રતિષ્ઠિત આત્મા થાય છે. એનાથી જગત ઊભું થયું છે. પ્રતિષ્ઠા થાય છે એટલે પ્રકૃતિ બંધાય છે અને પછી પ્રકૃતિને આપણે ‘હું છું, હું છું’ કરીએ, તે ફરી બંધાય છે. પણ જ્યારે ‘પોતે કોણ છું’ એ જાણે ત્યારે છૂટી જાય.
૯
પ્રશ્નકર્તા : પણ ‘હું છું, હું છું' એ તો ચૈતન્યઘન પરમાત્મા પોતે પોતાનો ભાવ ભૂલી બીજાનો આરોપ કરે છે, તો જ એ થાય છે ને પ્રતિષ્ઠિત આત્મા ?
દાદાશ્રી : એ પોતાનો સ્વભાવ ભૂલતો નથી, સ્વભાવ ભૂલે નહીં. ચેતન તો ચેતનના સ્વભાવમાં છે, શુદ્ધ ચેતન છે. આ તો ભ્રાંતિ છે. આ વિશેષ ગુણ ઉત્પન્ન થયેલો છે, વ્યતિરેક ગુણ. તેનાથી બધું ઉત્પન્ન થયું છે. મૂળ આત્માને કશું લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : જ્યારે પોતાને આ ભાન થાય ત્યારે પછી આ પ્રતિષ્ઠિતનું શું સ્વરૂપ રહે ?
દાદાશ્રી : કશુંય નહીં, ભમરડા સ્વરૂપ. જેમ ભમરડો ફરતો હોય, ચેતન નથી છતાં ફર્યા કરે છે એ ક્યાં સુધી ? એનામાં જ્યાં સુધી સ્ટેમિના (ટકી રહેવાની શક્તિ) છે ત્યાં સુધી ફર્યા કરશે, પછી પડી જશે.
પ્રશ્નકર્તા : આપે એને ‘નિશ્ચેતન ચેતન’ એમ નામ આપ્યું છે.
દાદાશ્રી : હા. મૂળ ચેતન એ ચેતન છે અને પ્રતિષ્ઠિત આત્મામાં જે ચેતન છે એ નિશ્ચેતન ચેતન છે. એ શું છે કે જેમ બૅટરીના સેલ હોય છે એવી રીતના આ પાવર ભરેલો છે. આત્માની જે શક્તિ છે, ચેતન શક્તિ, તેનો પાવર ભરેલો છે. ચૈતન્ય ભરેલું નથી, ચૈતન્ય પાવર ભરેલો છે. તે પાવર બધો ખલાસ થઈ જાય એટલે ઊડી જાય.
પ્રશ્નકર્તા ઃ એ પાવર એટલે ચાર્જિંગ બૅટરી કઈ ?
દાદાશ્રી : એ ચાર્જિંગ બૅટરી ‘હું છું, હું છું’ બોલે છે ને તેનાથી