________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ભાવ ઉત્પન્ન કર કર કર્યા છે તે તમે પ્રતિષ્ઠા કરી. તમારું સર્વસ્વ સ્વરૂપ તમે પ્રતિષ્ઠા કરી દીધી. પૂર્વે ભેગા કર કર કરેલા બધા જ પરમાણુઓ તમે સત્તામાં લાવ્યા ને તે ફરી પાછો માના પેટમાં આવ્યો. ત્યાં પણ પ્રતિષ્ઠા શરૂ કરી દીધી. આ બધું પ્રતિષ્ઠા પુરુષનું ચાલુ છે. પ્રતિષ્ઠા કોણે કરી ? પોતે ભાવે કરીને જે જે પરમાણુઓ ભેગા કર્યા તેથી પ્રતિષ્ઠા થઈ ગઈ. અને પ્રતિષ્ઠા થઈ તે બટ નેચરલ (કુદરતી).
પ્રશ્નકર્તા : આત્મા જીવ બને અને જીવ જ્યારે શરીર છોડે તો આત્મા તો અલગ છે, તો તે આત્માનું શું થાય ?
દાદાશ્રી : એવું પૂછો છોને કે આત્મા જીવ બને, એટલે જન્મ થયો એટલે જીવ જ થયોને, જીવાત્મા થયો અને પછી શરીર છોડે ત્યારે પછી આત્મા થઈ જાય ? ત્યારે કહે, ના. આ શરીરમાં, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મા જુદો જ રહે છે, મૂળ આત્મા. અને આ તો પ્રતિષ્ઠિત આત્મા છે, આ તો પ્રતિષ્ઠા કરેલી છે, “હું કરું છું, હું કરું છું કરીને. તે આ પ્રતિષ્ઠિત આત્મા જન્મે છે, મરે છે.
પૂર્વે પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થઈ ગયો છે અને (અત્યારે) ફરી એને “હું છું” કહે, તો હવે ફરી તેનો પ્રતિષ્ઠિત આત્મા બીજા અવતાર માટેનો તૈયાર થાય.
આમ થાય જન્મ-મરણ, પ્રતિષ્ઠિત આત્માનું પ્રશ્નકર્તા આપે શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા એમ બે ભાગ કહ્યા તો એ એક સિક્કાની બે બાજુ છે કે એક જ તત્ત્વના બે નામ કહ્યા છે?
દાદાશ્રી : શુદ્ધાત્મા મૂળ વસ્તુ છે અને પ્રતિષ્ઠિત આત્મા એ માન્યતા છે. રોંગ માન્યતા, રોંગ બિલીફથી ઊભું થયેલું પૂતળું, તે રાઈટ બિલીફથી ઊડી જાય. પ્રતિષ્ઠિત આત્મા એ પૂતળું ઊભું થયું છે પ્રકૃતિનું.
પ્રશ્નકર્તા: પણ એવો અર્થ ન કરાય કે શુદ્ધાત્મા સ્વનું ભાન ભૂલી ને પરમાં પ્રીતિ કરી અને પ્રકૃતિનો આરોપ કર્યો ત્યારે પ્રતિષ્ઠિત આત્મા થઈ જાય ?