________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આપણે નામ આપ્યું છે કે ભઈ, આ શું છે ? ત્યારે કહે, પ્રતિષ્ઠિત આત્મા. લોકો પ્રતિષ્ઠિત આત્માને મૂળ આત્મા માની અને મારા આત્મામાં બધા આટલા આટલા પાપ છે, એ બધા કાઢી નાખવા છે, કહે છે. આત્મામાં પાપ હોય નહીં. પ્રતિષ્ઠિત છે એ પૂતળું છે પાવર ભરાયેલું.
પ્રશ્નકર્તા એટલે એક જાતની ભાવનાનું નામ, વિચારધારાનું નામ પ્રતિષ્ઠિત આત્મા એ, એમ થયું ?
દાદાશ્રી : ના, વિચારધારા નહીં, એક્ઝક્ટ, પ્રતિષ્ઠા કરી છે માટે પ્રતિષ્ઠિત આત્મા. “આ મારું છે, આ હું છું, હું ચંદુલાલ છું’ એ પ્રતિષ્ઠા થયા જ કરે.
છે એક જ, પણ ભ્રાંતિએ થઈ ગયા બે પ્રશ્નકર્તા: દાદા, એવી સમજણ હતી અત્યાર સુધી કે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ રોંગ બિલીફને કારણે જ છે, બાકી આત્મા એક જ છે.
દાદાશ્રી : હા, એક જ છે પણ અજ્ઞાનતાથી આ બીજો ઊભો થઈ ગયો છે એવી રીતે બે છે. એટલે એક છે એવું આપણાથી કહેવાય કેમ કરીને ? સંસારના લોકો તો પેલો (પ્રતિષ્ઠિત આત્માને) જ આત્મા માને છે અને એને જ સ્થિર કરવા માંગે છે.
એને માર્યો તો એ “મને માર્યો એવું કહે. કારણ કે એને જ આત્મા માને છે બિચારો. પ્રતિષ્ઠિતને જ મૂળ આત્મા માને છે. “પ્રતિષ્ઠિત તો આપણે કહ્યું, બાકી એ લોકો “પ્રતિષ્ઠિત’ ના કહે. “આ જ હું છું.” “અલ્યા ભઈ, આ સિવાયનું બીજું ?” ત્યારે કહે, “ના, આ સિવાય બીજું હું કંઈ નહીં, હું આ જ !”
લોક તો આ પ્રતિષ્ઠિત આત્માને જ અલૌકિક આત્મા માને છે. શુદ્ધ આત્માને તો કશામાં કંઈ લેવાદેવા જ નથી. આત્મા તો તેની તે જ જગ્યાએ જેવો છે તેવો જ છે પણ બિલીફ બદલાઈ છે. રોંગ બિલીફો જ બધી બેસી ગઈ છે. બિલીફ બેઠી તો બેઠી ને તે પાછું કર્તાભાવે “હું જ આ બધું કરું છું.”