________________
૦૨
૨. રતનસૂરિજી કૃત કયવા રાસ (સં. ૧૫૭૯ આશરે)
ચોપાઈ : ૧
વંદીય વીર જિણેસર દેવ, સરસતિ સામણિ પ્રણમી હેવ; કર જોડીનેં કહું વિલાસ, કેવન્નાનો રાસ રસાલ દાન વડું સુણીઇ સંસારિ,દાનિ દુરગતિદુરિવિચારિ; દાને સુખ સંપતિ સંયોગ, દાને મનવંછિત ફ્લભોગ દાને પુત્ર કલત્ર પવિત્ર, મોટા મિત્ર નહી કો સત્રુ; દાને સાલિભદ્ર સુખ જોય, દાન‘જમલ કહુ કહીઇ કોય *નવતેરી નયરી વચેષ્ટ, સુખ ભોગવે ગોવાલ વસેષ્ટ; ગંગાદે ઘરણી તસ નાંમ ગંગદત્ત કુંયર નાંમ અભિરાંમ પરલોકિં ગોવાલ પઠુત્ત, નિરાધાર ગંગાદે પુત્ર; શ્રીપુર વ્યવહારિનિ આવાસ, આવી 'વતું કરિ જિમ દાસ ઘરનાં કાંમ કરિ સુત સોય, પર્વ પજુસણ પારણુ હોય; *છતું અછતું ન જાણિ બાલ, માગણ ચોર અને ભૂપાલ વલી વિમાસી બોલઇ વીર, ‘માં માંડીનઈ આપોખીર;’' જમતાં દીઠા જે સવિ કહિ, રઢિ લાગી નવિ રોતો રહિ તેણિ સંતાપિં રોવઇ માય, પાડોસણિ પુછિ કારણ એય; “બાઇ! કહુંતુમ્હ કારણ કિરું, એક હાણિને બીજુંહતું'' “વસતાં વારુ ગાંમ વીખ્યાત, ધન ગયું અમ્હ "ઇસ્વર સાથ; ધન વિના સુના ઘર થયા, પછિ અમ્હે આવી ઈહાં રહ્યાં ધન વિના કો ન દીઇ માંન, ધન વિના'વેલાઉલ રાંન; ધનવિણ રીતિ વ(વિ)વેક જે વલી, ચતુરાઇ તે સઘલી ટલી સું બહિનર કહું તુમ્હ ઘણું, પ્રગટઉ પાપ જે પોતા તણું; ઘર તણું નવિ જાણિ સુત્ર, ખીર ખાંડઘી માંગે પુત્ર’’
::
ચતુર નારિ તવ બોલી ચ્યારિ,બાહિધરી બેડો(ઠો) કરિ બાલ; દુધ ખાંડ ઘૃત તંદુલ સાર, લે ગંગાદે મલઈ સવાર'
*દુધ ખાંડ ઘૃત તંદુલ લેહ, પાક‘પચી જીમાડયઉ તેહ;
ચ્યારિ વસ્તુ ચિહું સુંદર દીધ,“વરતિ માહઈ કાંઇ નવિ લીધ.
...૦૧
...૦૨
...03
...૪
...૦૫
...૦૬
...06
...૦૮
...૦૯
...૧૦
...૧૧
...૧૨
... ૧૩
૧. સમાન; ૨. હ.પ્ર. (ખ)નો પા નવેતરી, ૩. ઘરકામ; ૪. છત-અછત; ૫. પતિ; ૬. ? ? ? ; ૭. જંગલ; ૮. હાથ પકડી; ૯. રાંધી; ૧૦. વળતાં.
* (કડી-૧૩) હ.પ્ર. (ખ)માં નથી.