________________
...૧૦૯
દુહા : ૧૨ * હીયડા મઈતું વારિઉ, સાજન કો મ કરેસિ; પછઈ વિરહાનલપડિસિ, બેહુદુખિં દાઝસિ ? * હીંયડા કૂટિપસાઉ કરી, કેતા દુખ ખમેસિ; પ્રીય માણસ વિછોહીયા, જીવી કાહુ કરેસિ? * કરવત રે કરતાર, જઉ સિરિટીજઈતીહ; રઈતું તું જાણત સાર, પ્રીતિમ વિછોડયા તણા. સસનેહા કઉ વીછરાઉ, મૂઉન દિઠઉ કોઈ; સાલરિ કેરી રુખ જિમ, ઝૂરિઝૂરિપંજર હોઇ
...૧૮૦
...૧૮૧
...૧૮૨
...૧૮૩
...૧૮૪
...૧૮૫
ચોપાઈ નેહ અછઈ કરતાં સોહિલા, નિરવાહંતા પછઇદોહિલા; નહઇ છંડઇપરવસિપ્રાણ, કુપરિનેહ તિણિ ન કરઇજાણા મન ન વહઇલેતાં મેલ્ટતાં, વલિ ચલ ચિત મંદિર આવતાં; તવ ઘરણી આવ્યઉ સુણિ સાથ, સહી મિલઇ કયવના નાથ વેણી દંડ મિલઇ કરિ નાગ, તોડે ઉભી જોઅઇમારગ; દીઇ કોઇ મુઝ વધામણી, નાહ કુસલ રિધિ આણી ધણી લોક વયણ સાહઉં જોવતી, પુહતી તિણિ થાનકિગુણવતી; તિસ્યઇ સ્પદંપેખઇ સવિ, ચિંતાપૂછઇસું સવિ'પ્રસ્તાવિ પ્રીય વિછોહિ જે હુઇમન દૂખ, પ્રીય મેળાપક વલિ જે સુખ; તીહ દુખ સુખ કિકેવલિ લહઈ, કઇતીહ મન કવિતા ઇમ કહઇ” તેડી મંદિરિ આવી સ્થિઇ, રમલિ રમતઉબાલકતિસઇ; ઘર આંગણિ આવ્યઉ માલ્હતું, ગરભવાસિ જેતઇઇ હતું બઇસિ વછ ખોલઇઇમાત, બોલઇ તવ “એ તાહરઉતાત;'' પુત્ર અંગ જવલાગઉ અંગિ, અમીયઠરયાં તવ સઘલાં અંગિ
સ્વામી!પુત્ર તણાઇ આધારિ, એતા દિવસ ગમ્યા ઈણિ નારિ; છોરુબંધણિ નારી રહઇ, છોરુવિણનારી દુખ સહઇ
...૧૮૬
...૧૮૦
...૧૮૮
..૧૮૯
..૧૯૦
૧. ઈશ્વર; ૨. સાલેડી (હાથીને પ્રિય) વૃક્ષ; 3. બારણાનાટોડલા નજીક; ૪. પ્રસંગ; ૫. આનંદથી, મસ્તીથી ઝૂમતું; *૧-૨. હ.પ્ર.નં. (ક)માંજ છે;