________________
Че
રામનું‘સુયણઉં ભરત નઈ ફલિઉં, કઇવનાનું કુટુંબ મિલિધું; મુનિવર ખીર પાત્ર જે દિન, ખીર સવાદ ચાખઇ કઇવના કોઈ ન જાણઇ નારિ ચરિત્ર, કેવલિ વિણ તિમ કર્મ ચરિત્ર; વરસ દિવસ સમ રસ જોગવઇ, દેવલોકિ જિમ સુખ ભોગવઇ
ઢાળ : ૩ (છાહુલી... એ દેશી) નારી પ્રેમઇ ભીંજઇ એ, પ્રીય તણો ગુણે રીઝઇએ; કીજઇ એ જી જી આય સનેહ નઇ એ, પાય તણા તિહિ ઠમકલા; છયલ પણઇ વલિ છમકલા, ચમકલા ચતુર પણઇ તે ચાલવઇ એ કરિ કંકણ રણકાવઇ એ, સિરિ વેણી લટકાવઇ એ; ગાવઇ એ કોઇલિ સરિ રણકંતી એ, દંત (પં)ક્તિહસી ભેલવઇ; અમીય વાંણિ મુખિ કેલવઇ, ‘હેલવઇ ઘુંઘટડઇ મુખિ નિરખતી એ લોયણ લહકઇ જોવતી, ભારઇ હરિણ હરાવતી એ; ભાવતી વાત કરઇ સવિ મન તણી એ, રમિઝમિરમિઝમિનેઉરી; ઘમકાવઇ વલિ ઘૂઘરી, અવતરી રંભા જાણે મહીયલઇ એ મહકઇ ઉરિ કસતૂરડી, કરિ નવરંગિત ચૂડલી; બીડલાં પાન તણી પ્રીય મુખિ ઠવઇ એ, દિનનઇ રાતિ ન જાણઇ એ; સુર જિમ સવિ સુખ માણીઇ એ, નાણઇ એ પૂરવ નારી નિજ મનઇ એ વસ્તુ : ૪ સહિજિ સુંદરિ, સહિજિ સુંદરિ,‘રુપિ ભંડાર;
નવ યોવનિ નવલિ ચૂડીય, વેસ નવલ સારંતિ દિણિ દિણિ; જ્યોતી કરઇ આભરણિ ચડઇ, વાનિ નિતુ નવલિ ખિણિ ખિણિ; ચતુરાઇ ચાલંતિ વલિ, ચમકંતી ગુણવંતિ;
વિષયા રસિજલિ ઝીલતાં, ભવ સુખ લહરિ લીયંતિ
ચોપાઈ ચિહ્નનારિ અકેકઉ પુત્ર, જાયઉ ચંચલ વિમલ ચરિત્ર; તવ ડોકરડી ચિંતઇ ઇસ્યું, ‘હિવ ઇણિ પુરષઇ કીજઇ કિસ્સું ? કાજ સરઇ તવ કિસિઉ સનેહ ? હીયઈ ન ભીંજઇ નીઠર દેહ;' વહૂઅર તવ તેડઇ એકંતિ, તિણિ તેડઇ તે મનિ ધૂર્જતિ
૧. સ્વપ્ન; ૨. આપ્યું; ૩. હળવાશથી; ૪. કસ્તૂરી; ૫. હ. (ક) નો પા - પ્રેમ.
...૧૪૯
...૧૫૦
...૧૫૧
...૧૫૨
...૧૫૩
...૧૫૪
...૧૫૫
..૧૫૬
...૧૫૦