________________
૫૦
કઇવનઉ સૂતઉ તિણિ ઠાંમિ, આરતિ ઇતિ ઘણી મન નહી ઠાંમિ; થાનક ચાલઉ નારિ વિયોગ,જોઉ જોઉ કરમ તણો સંયોગ
ઢાળ : ૨
એકલઉ ત્રૂટઇ ખાટલઇ એ, સૂતું ચિંતઇ એ જામતુ; તવ ગરવ કિસ્યિઉ’આથિનું એ,
એ રહિ મંદિરિ થાનકિ, જાંમ બલ ધરમનઉ એ તવ ગરવ કિસ્યઉ આથિનું એ,
*સપત ભૂમિક કિહાં ગુખડા એ; પાટૂ અપવર પત્યંતઉ તવ ગરવ કિસ્યઉ આથિનું એ
‘કવણ આગલિ મન દુખ કહઇ એ, સાલઇ એ’ સુંદરી ચિંતિકિ; તવ ગરવ કિસ્યઉ આથિનું એ,
ગયણિહિ નક્ષત્ર ઝબકતા એ, પેખવિ ગહબરઇ ચિંતિકિ;
તવ ગરવ કિસ્યઉ આથિનું એ
ઇણિ પરિ બહુદુખ ઝૂરતાં એ, ખિણિ ઇક આવીય નીંદ્રકિ; તવ ગરવ કિસ્યઉ આથિનું એ
ચોપાઈ
હિવિં નિસુણઉ કયવના તેઉ, કર્મઇ ચાલા કીધા જેઉ; તીણઇ દિવસ તિણિ નયરીમાંહિ, કાલ કરિઉ ઇકધનવંત સાહિ તસુ મંદિર છઇ‘પરિઘલ વિત્ત, વ્યારિ નારિ પણિ નહી ઇક પુત્ત; પુત્ર પાખઇ ઘર સૂનઉં કહઇ, એહ પરીઢ્યા તવ તિહિં લહઇ
દુહા : ૧૦
તિય ઘર ભાર સમું વહણ, જિહિ ઘરિ પુત્ત ન હુંતિ; તે થંભ‘વિભ્રૂણા ગેહ જિમ, ધબકડિજેમ ઢલંતિ
...૧૨૩
...૧૨૪
...૧૨૫
...૧૨૬
...૧૨૦
...૧૨૮
...૧૨૯
...૧૩૦
...૧૩૧
...૧૩૨
ચોપાઈ
તેહની માઇ છઇ ડોકરી, તે પાએ ઠેલઇ છોકરી; વહૂઅર લાગી જવ રોઇવા, ડોકરી બઈઠી સમઝાવિવા
...૧33
૧. હ. (ક) નો પા - દેવ મિલાવઈ હોઈ સંયોગ; ૨. રાત્રિએ; ૩. અર્થ; ૪. સાત ભૂમિવાળો; ૫. ગોખલા; ૬. પાટ; ૭. નાનો ઓરડો; ૮. પુષ્કળ; ૯. વિનાનું