________________
૫૮૨
માતા આ વાત સાંભળી જાય છે. સુભદ્રાએ જાણ્યું કે પુત્રને સંસારમાં રુચિ નથી. તેણે સુરેન્દ્રદત્તને કહ્યું, ‘સ્વામી ! આપણો પુત્ર ભોળો છે. લોકો તેની મશ્કરી કરે છે. આ સંસારના આચાર-વિચાર, રૂઢિ રિવાજો, નીતિ વ્યવહાર વગેરે કંઈ જાણતો નથી. તેથી પંડિત હોવા છતાં શું કામનો ? તે ભણ્યો પણ ગણ્યો નથી. તે મૂર્ખ તરીકે લોકમાં ગવાય છે. દીકરાની આવી વર્તણૂંકે આપણા ઘરનો ભાર કોણ ઉઠાવશે? તેને જુગારિયાની જમાતમાં રાખીએ જેથી સંસારના સર્વ વ્યવહાર જુએ અને જાણે.’’
શેઠે કહ્યું, “પણ... વ્યસનીનો સંગ ગુણોનો ઘાત કરે છે, તેથી વિચારીને કામ લેવું પડે. નીચની સંગતથી દૂર રહેવું જોઈએ. નીચના સંગે માઠાં પરિણામ આવે છે.
પુત્રના મોહે શેઠાણીએ આગળપાછળનો વિચાર કર્યા વિના જ પુત્રને જુગારિયાની ટોળીમાં પ્રેમથી મોકલ્યો, ધમ્મિલ તેમની સાથે ખાય, પીવે, રમે છે. અધ્યાત્મની વાતો ભૂલાઈ ગઈ. જીવનમાં હસવું, રમવું, ક્રીડા કરવી, ચેનચાળા, કૌતુક જોવું ઇત્યાદિ વાતો અણશીખ્યું સ્વાભાવિક જ આવડી જતી હોય છે. ધમ્મિલ પણ કોઈ દિવસ વનક્રીડા કરે, વૃક્ષ પર હીંચકાખાય,જલક્રીડા કરે, જુગાર રમે, વેશ્યાના ઘરે જાય, ગીત નાટક જુએ છે. તે નગરમાં ધનિક એવી વસંતસેના વેશ્યા રહે છે. વસંતસેનાની એક ગુણવાન પુત્રી છે, જેનું નામ વસંતતિલકા છે. તે રૂપ અને સૌંદર્યમાં કામદેવની સ્ત્રી કરતાં ચઢિયાતી છે. એકવાર ધમ્મિલ તેના જુગારી મિત્ર સાથે ત્યાં ગયો. વેશ્યા ધમ્મિલને હાથ પકડી ચિત્રશાળામાં લઈ ગઈ. ચિત્રશાળાનું ચિત્રામણ જોઇ ભલભલાનું મન ચકિત થઈ જતું. વેશ્યાના મીઠા આવકારથી ફૂલોમાં જેમ ભમરો લપટાય, તેમ વિનયવાળા વેણથી ધમ્મિલ વીંધાણો. તેણીના હાવભાવ, વેશભૂષા અને સૌંદર્યમાં કુંવર મોહિત થયો. હવે તે પોતાનો ઘરબાર વગેરે ભૂલી ગયો. નવાનવા શણગાર સજીને પાંચે ઈન્દ્રિયનાં સુખો ભોગવવા લાગ્યો. ધમ્મિલની માતાએ આ વાત જાણી ત્યારે મનમાં ખૂબ હરખાણી, અને દીકરાને હંમેશાં આઠ હજાર દિનાર મોકલવા લાગી.
નખ અને માંસ, જળ અને માછલી જેમ એકબીજા વિના ન રહી શકે, તેમ વેશ્યાપુત્રી વસંતતિલકાને ધમ્મિલકુમાર પર અતિશય પ્રીતિ જાગી. વેશ્યાસંગે વિલાસમાં ઘણો કાળ પસાર થયો.
ધમ્મિલની માતાએ ધમ્મિલને બોલવવા મોકલ્યો. વેશ્યામાં લુબ્ધ બનેલો કુમાર ઘરે ન ગયો ત્યારે માતા-પિતાએ દ્રવ્ય આપવાનું બંધ કર્યું. તે છતાં ધમ્મિલ તો દ્રવ્ય મંગાવે રાખે છે. સુભદ્રાએ પતિને કહ્યું, ‘“હે સ્વામી ! દીકરા પાછળ આપણું ઘર ખાલી થયું, છતાં દીકરો ઘરે પાછો ન આવ્યો. દીકરાથી આપણને જરાય સુખ શાંતિ પ્રાપ્ત ન થઈ. રે! કેવો કર્મ રાજાનો ખેલ!’’શેઠે કહ્યું, ‘‘હે સુંદરી ! આપણે જ પાસા અવળા નાંખ્યા છે, તો હવે ચિંતા કરવાથી સર્યું. જેવું નસીબ! મૃગતુષ્ણા સરખી પુત્રની ઈચ્છા છોડી સાસુ વહુ બંને જૈનધર્મની આરાધના કરો.'' ત્રણે ધર્મની આરાધનામાં રંજિત થયા. શેઠ-શેઠાણીએ શેષ ધન સાત ક્ષેત્રમાં વાવર્યું. યશોમતીની ભાવિ જીંદગીની ચિંતા કરતાં શેઠ-શેઠાણીએ ઘણું દ્રવ્ય તેને સોંપ્યું. દીકરો મંગાવે છતાં તેઓ હવે ધન મોકલતા નથી. વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા કરતી યશોમતીએ છેલ્લે તેમને સુંદર નિર્મામણા કરાવી આયુષ્ય પૂર્ણ થતાં બંને સ્વર્ગવાસી થયાં. જીવતાં માતા-પિતાને મળવા ન આવનારો દીકરો, મૃતકાર્ય વખતે પણ નઆવ્યો.
વેશ્યા ઘરે વસતા ધમ્મિલે, દ્રવ્ય લેવા માણસોને ઘરે મોકલ્યા. જ્યારે જ્યારે માણસો આવતા ત્યારે યશોમતી દ્રવ્ય આપતી. વ્યસનીના પાપે ઘર ખાલી થઈ ગયું. જ્યારે કંઈ જ આપવાનું ન રહ્યું ત્યારે યશોમતીએ અંગના આભૂષણો ઉતારી મોકલી આપ્યાં. ત્યારે વસંતસેના અક્કાએ તે આભૂષણો પાછાં મોકલ્યાં કારણકે તે અલંકારો પર નામ અંકિત હતાં. અક્કાએ દાગીના પાછાં મોકલાવ્યાં અને કહેવરાવ્યું કે, ‘અમને તો ધન જોઈએ, દાગીનાની જરૂર નથી.’ યશોમતીએ દાગીના પાછાં લીધાં. ઘર-હાર જે કંઈ બાકી હતું તે સઘળું વેચી