________________
૫૮૧
વધુમાં, મોહિની સાધ્વીને કોઈએ તેની જાતિ પૂછી. ત્યારે મોહિની સાધ્વીએ મૂઢતાથી પોતાના કુળની ઉત્તમ બ્રાહ્મણકુળ તરીકે પ્રશંસા કરી. તેણે જાતિમદથી ઉત્પન્ન થતું દુષ્કર્મ ઉપાર્યું.
મરતાં સુધી પોતાના ગુરુ પાસે મોહિની સાધ્વીએ પાપની આલોચના ન કરી. મદન અને મોહિની સાધ્વાચારનું પાલન કરી, ત્યાંથી મૃત્યુ પામી દેવલોકમાં ગયા. દેવલોકમાંથી ચ્યવી મદનનો જીવ ઈલાવર્ધન નગરમાં શ્રેષ્ઠીપુત્ર તરીકે ઉત્પન્ન થયો. પૂર્વ ભવમાં અમારા વચ્ચે ગાઢ પ્રેમ હતો તેથી આ ભવમાં પણ મને આ નટકન્યા તરફઅતિશય સ્નેહ થયો હતો.'
ઈલાતીપુત્ર મહાત્માના મુખેથી તેમનો આ સ્નેહવૃત્તાંત સાંભળી રાજા પણ વૈરાગ્ય વાસિત અંત:કરણવાળો બન્યો. નટકન્યા પણ વૈરાગ્યવાસિત મન વાળી થઈ.
સ્નેહ કેવો મુંઝવે છે? ગાઢ સ્નેહ સંયમમાં અને ભવાંતરમાં પણ મુંઝવે છે! પૂર્વભવના સ્નેહે ઈલાતીપુત્રને નટ બનાવીને નચાવ્યા! સૌએ રાગને ધિક્કાર્યા. તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ આદર્યો. તપરૂપ અગ્નિમાં પાપકર્મોને ભસ્મીભૂત કરી નાખ્યાં. કેવળજ્ઞાન પ્રગટયું અને અંતે તેઓ મુક્તિને પામ્યા.
ધમિલકુમાર (પંડિત વીરવિજયજી ગણિવર્ય વિરચિત “ધમિલકુમાર રાસ') જંબુદ્વીપની દક્ષિણ દિશામાં ભરતક્ષેત્ર છે. ભરતક્ષેત્રની પૂર્વ દિશામાં કુર્શાત નામનું નગર છે. તે નગરમાં સુરેન્દ્ર દત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીની સુભદ્રા નામની સ્ત્રી હતી. તેણીએ સુંદર પુત્રની જન્મ આપ્યો. તે પુત્રનું નામ “ધમ્મિલ' નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાઓથી સેવાતો તે બાળક મોટો થયો. આઠ વર્ષની ઉંમરે નિશાળે ભણવા મૂક્યો . તે બોંતેર કળામાં નિપુણ થયો. તે બાળક યૌવનવયને પામ્યો. જૈનમુનિ પાસે નવતત્ત્વ વગેરેના સકલ ભાવાર્થને ભણ્યો.
તે નગરમાં ધનવસુ નામનો મોટો વેપારી હતો. તેની ધનદત્તા નામની પત્ની હતી. તેમની યશોમતી નામની સદ્ગણી પુત્રી હતી. ધમ્મિલકુમાર અને યશોમતી સાથે ભણ્યા. યશોમતી ધમ્મિલકુમારના સંપર્કમાં આવતાં વ્યાકુળ થવા લાગી. સખીઓએ ધનવસુશેઠને જઈને કહ્યું કે, “યશોમતી ધર્મિલકુમાર ઉપર અનુરાગ. વાળી થઈ છે તેથી તેણે બીજે વર ન કરવાની પ્રતિજ્ઞા કરી છે.'
ધનવસુ શેઠ હવે સુરેન્દ્રદત્ત શેઠના ઘરે આવ્યા. પોતાની દીકરીની ભાવના દશાવી. સુરેન્દ્રદત્ત શેઠ આ વાતને વધાવી લીધી. ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન સંપન્ન થયા. ધમ્મિલની માતાએ વરવધૂને પોંખીને શુભ ચોઘડીયે ગૃહપ્રવેશ કરાવ્યો. યશોમતી સાસરે આવી. પતિ-પત્ની સ્વર્ગનાં સુખો ભોગવે છે. પુણ્યનો અર્થી ધમ્મિલ ધર્મના રંગે રંગાયેલો છે.
તે ધાર્મિક પુસ્તકો ભણે છે, વાંચે છે. તે સત્સંગ કરે છે. સાધર્મિકજનની સાથે રહે છે. પૌષધ-પ્રતિક્રમણ કરે છે. વ્યાપાર આદિ વ્યવહારને જૂઠો માને છે. મારી પત્ની યશોમતી પણ હવે મોહજાળ સમાન લાગે છે. તે બધાથી અળગો રહી વ્રત-પચ્ચખાણ કરે છે.
પત્ની જલક્રીડા ઈચ્છે ત્યારે ઘમ્મિલ કહે છે, “તેમાં એકેન્દ્રિય જીવોને પીડા થાય.” સ્ત્રી કહે છે, “ચાલો ઉજાણી કરીએ.” ધીમેલ કરીએ કહે છે, “જિનેશ્વર ભગવાને ઉજાણી કરવાની ના પાડી છે.' પત્ની કહે છે. “ચાલો સ્વામી ! આજે ષડ્રસયુક્ત ભોજન બનાવ્યું છે.'ત્યારે કુંવર કહે છે કે, “મેંઘી અને શાકધાર્યા નથી અર્થાત નિયમમાં તે વસ્તુનો ત્યાગ કર્યો છે. સ્ત્રી કનકાવલી હારની ઈરછા કરે છે ત્યારે પતિ કહે છે, “લ્યો આ માળ, ને ગણો નવકાર.'
એકવાર યશોમતી પોતાની સખીઓ સાથે પરસ્પર વાર્તાલાપ કરતી હોય છે ત્યારે ધમ્મિલકુમારની