________________
૫૦
ઈલાતીપુત્રના નવા મિત્રો ઉદ્યાનમાં ફરતા ફરતા એ સ્થળે પહોંચ્યા જ્યાં નટકન્યાનો નાચ ચાલતો હતો. તેઓ નાચ જોવા ઊભા રહ્યા.
નટકન્યાને જોતાં જ ઈલાતીપુત્ર અચાનક અતિશય રાગાતુર બની ગયો. રાગના આવેશમાં તે લજ્જા અને મર્યાદાને પણ વીસરી ગયો. તેની આંખો નટ-કન્યાને જોવા લાગી. જમીનમાં ખોડેલા ખીલાની જેમ તે નિશ્ચેષ્ટ બની ગયો. ઈલાતીપુત્ર અનિમેષ નેત્રે નટકન્યાને નીરખી રહ્યો. નટકન્યાને મળવાની અને પરણવાની અભિલાષા પ્રગટી. કોઈ પણ ઉપાયે નટકન્યાને પ્રાપ્ત કરવા જલબિન મછલીની જેમ તડપવા લાગ્યો. ઈલાતીપુત્રના નવા મિત્રો ઈલાતીપુત્રની કામવિહવળ દશાને જાણી ગયા. તેઓ ખુશ થયા. તેમને લાગ્યું કે, ‘આપણો પ્રયાસ સફળ થયો છે તેથી ઈલાતીપુત્રના પિતા પાસેથી ઘણું ધન ઇનામ તરીકે મેળવી શકશું.’
નવા મિત્રોએ નટકન્યાને નીરખવામાં સ્તંભિત થઈ ગયેલા ઈલાતીપુત્રને ઢંઢોળ્યો. તેને ઘેર ચાલવાનું કહ્યું પરંતુ ઈલાતીપુત્રએ તે વાતને સાંભળી ન સાંભળી કરી નાંખી. ઈલાતીપુત્રએ ત્યાંથી ખસવું સ્વર્ગને ત્યજી નરકમાં પડવા જેવું આકરું લાગ્યું.
નવા મિત્રોના અતિશય આગ્રહથી ઈલાતીપુત્રે, નાછૂટકે પોતાના ઘર તરફ પગ ઉપાડયા. પગની ગતિ ઘર તરફ હતી પણ મનની ગતિ નટકન્યા તરફ હતી. ઈલાતીપુત્ર ઘરે પહોંચ્યો. તે મૂઢની જેમ સૂઈ ગયો. તેની નિદ્રા હરામ થઈ ગઈ. નટકન્યા સિવાય બીજો કોઈ વિચાર જ મનમાં ન હતો. ઈલાતીપુત્રની આ દશા પિતાથી છૂપી ન રહી શકી. પુત્રને ભારે મનોવ્યથાથી રિબાતો જોઈ ઈલાતીપુત્રના પિતાનું હૈયું કકળી ઉઠયું. પિતાએ વાત્સલ્ય ભર્યા સ્વરે પુત્રની દુઃખી અવસ્થા જાણવા પુત્રને અનેક પ્રશ્નો પૂછયા પણ ઇલાતીપુત્રએ મૌન ધારણ કરી રાખ્યું. પોતાની કામવિહ્વળ દશા પિતા સમક્ષ પ્રગટ કરવા ઈલાતીપુત્રની જીભ ઉપડતી ન હતી. પિતા અ વાત બીજા કોઈ પાસેથી જાણી જાય તે વાત જુદી છે પણ પોતાના મુખેથી ‘નટકન્યા પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો છે’ એવું કઈ રીતે કહેવાય ? તે સમયમાં માબાપની આમાન્યા રાખવામાં આવતી હતી.
મહા વિરાગી ઈલાતીપુત્રને નટકન્યા પ્રત્યે ગાઢ કામરાગ થઈ ગયો હતો. એ નટકન્યા સિવાય સઘળી સ્ત્રીઓ ઈલાતીપુત્રને મન જનની અને ભગીની સમાન હતી. ઈલાતીપુત્ર નટકન્યા સાથે પરણવા ઈચ્છતો હતો. નટકન્યાને પરણવું એ કુલપરંપરાથી બિલકુલ વિપરીત હતું એવું પણ લાતીપુત્ર જાણતો હતો. પોતાના કુળને શોભાવે તેવી અનેક સુંદર કન્યાઓ મેળવી શકે એવી ઈભ્યશેઠની ખ્યાતિ હતી, છતાં ઈલાતીપુત્ર કેવળ એક નટકન્યાને પરણવા પાગલ બન્યો. એ સૂચવે છે કે ઈલાતીપુત્રનું જે ગજબનું માનસિક પરિવર્તન થવા પામ્યું તેમાં કોઈ વિશિષ્ટ કારણ હોવું જોઈએ.
ઈલાતીપુત્રએ પિતાના પ્રશ્નોનો કોઈ ઉત્તર ન આપ્યો કેવળ ઉષ્ણ નિઃશ્વાસો જ મૂક્યા કર્યા એટલે પિતાની વિમાસણ વધી ગઈ. પિતાએ પેલા દુરાચાર રસિકોને બોલાવી પુત્રની બેચેનીનું કારણ પૂછયું. મિત્રોએ કહ્યું, ‘‘આપે જે કાર્ય અમને સુપરત કર્યું હતું તે કાર્ય પૂર્ણ થયું છે. આપનો પુત્ર વિષયકુશળ જ નહિ પરંતુ વિષયાઆધીન બન્યો છે. તેથી તે આપને દુઃખી જણાય છે. તે લંખિકા નામની નટકન્યા સાથે પરણવા ઈચ્છે છે.’’ ઈલાતીપુત્રના પિતાના હૈયાને ભારે આંચકો લાગ્યો. પુત્રનું અનુચિત આચરણ કુળને લજ્જિત કરે તેવું હતું; તેથી પિતા પુત્રને વિષયકુશળ કેદૃઢ અનુરાગી બનેલો જાણીને આનંદિત થવાને બદલે ખિન્ન થયા.
“બેટા! તું કુલીન વણિકપુત્ર છે. તું કુલીન થઈને અકુલીન નટકન્યા સાથે પરણવા કેમ ઈચ્છે છે ? હું નટકન્યાના રૂપ અને લાવણ્યને ટક્કર મારે એવી ચડિયાતી કન્યાઓ, જેઓ શીલાદિ ગુણોથી સંપન્ન છે એવી કન્યાઓને તારી સાથે પરણાવીશ પરંતુ તું આ નટકન્યાને છોડી છે. આ વાત તને છાજતી નથી.'' ઈલાતીપુત્રએ લાચારીથી કહ્યું, “પિતાજી! આપની વાત તદ્ન સાચી છે, પરંતુ મારું મન નટકન્યા પ્રત્યે