________________
૫૦૮
આકર્ષાયું છે. જેનું મન જેમાં હોય તેમાં જ તેને આનંદ આવે છે.’’ ઇલાતીપુત્રનો મક્કમ નિર્ણય સાંભળી પિતાને પોતાના ઉપર ગુસ્સો આવ્યો. ‘પોતે જ આ માટે જવાબદાર છે. મેં જો દુરાચાર રસિક યુવાનો સાથે સોબતમાં ઈલાતીપુત્રને ન મૂકયો હોત તો આજ આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત. ખરેખર! કુસંગતિનું જ આ કડવું ફળ છે.’
પિતાને ઘણો પસ્તાવો થયો. પિતાએ વિચાર કર્યો, ‘ઈલાતીપુત્ર માની જાય તો ઘણું સારું પરંતુ જો એ એના દુરાગ્રહને છોડે નહીં અને હું તેના અનુચિત આચરણમાં સાથ આપું નહિ તો કદાચ મારી ઉપરવટ થઈને તે નટકન્યા સાથે ઈલાતી પુત્ર પરણે તો નહિ પરંતુ ચિત્ત નટકન્યામાં આવશ્ય ઘેરાયેલું રહેશે. નટકન્યા નહીં મળે તો તે દુ:ખનો માર્યો આત્મઘાત કરશે તો હું તો વાંઝીયો બની જઈશ. આ તો ‘હા’ કહેતાં જીભ વઢાય અને ‘ના' કહેતાં નાક વઢાય એવું થયું. અંતે મમતાળુ પિતાએ પુત્રનું દુઃખ ટાળવા કુલાચારને નેવે મૂક્યો. ઈલાતીપુત્રને નટકન્યા સાથે પરણાવવા તેઓ તૈયાર થયા. પુત્રનું સર્વથા અનુચિત અપ્રિય આચરણ હોવા છતાં પિતાને સંયોગવશ અનુમતિ આપવી પડી.
ઈલાતીપુત્રના પિતાએ લંખિક નટને બોલાવ્યો. લંખિક નટ ઘણાં નટોનો સ્વામી હોવાથી ‘નટસ્વામી' તરીકે ઓળખાતો હતો. ઈલાતીપુત્રના પિતાએ નટસ્વામી લંખિકને બોલાવી કહ્યું, “મારો પુત્ર તારી કન્યાને પરણવા ઈચ્છે છે, તો તું તારી કન્યા મારા પુત્રને આપ!''
લંખિક નટને પોતાના ધંધાનું ભારે અભિમાન હતું. પરંતુ તે પોતાની કન્યા નટ સિવાય કોઈને આપવા ઈચ્છતો ન હતો.
લંખિક નટે કહ્યું, ‘‘તમારા પુત્રને મારી કન્યા તો જ આપું, જો તમારો પુત્ર નટમંડળીમાં આવીને રહે, અમારી સાથે ભોજનાદિ કરે, અમારી સાથે નટકળાનો અભ્યાસ કરે. જ્યારે એ નટકળામાં નિષ્ણાંત બની ખૂબ ધન ઉપાર્જન કરશે ત્યારે હું અતિ પ્રસન્ન થઈ મારી કન્યાને તેની સાથે પરણાવીશ.'’
લંખિક નટની વાત સાંભળી ઈલાતીપુત્રના પિતા ડઘાઈ ગયા. પુત્રના સુખ ખાતર સ્નેહાળ પિતાએ ખિન્ન હ્રદયે શરત સ્વીકારી લીધી. એમણે વિચાર્યું કે, ‘દીકરો ઝૂરી ઝૂરીને મરે તેના કરતાં આ રીતે તે જીવે તો તેમાં ખોટું શું છે?'
લંખિક નટને વિદાય આપી શેઠ ઈલાતીપુત્રની પાસે આવ્યા. લંખિક નટ સાથે થયેલો વાર્તાલાપ જણાવ્યો. નટકન્યાના આગ્રહને ત્યજી દેવા શેઠે બહુ બહુ સમજાવ્યું પણ ઈલાતીપુત્ર એકનો બે ન થયો.
ઈલાતીપુત્ર નટમંડળીમાં જોડાયો. ઇલાતીપુત્રનું આ પ્રકારનું આગમન એ લંખિક નટને મન અપૂર્વ સિદ્ધિ હતી. કુલીન, વિદ્વાન, તેજસ્વી અને ધનસંપન્ન યુવાનની નટ અને જમાઈ તરીકે પ્રાપ્તિ થાય, એ લંખિક નટ માટે અહોભાગ્ય હતું.
ઈલાતીપુત્રે લંખિક નટ પાસે જઈ પ્રણામ કરી કહ્યું, ‘“તમે તમારી નટકળા શીખવો.'' લંખિક નટ નટકળા શીખવવા લાગ્યો. ઇલાતીપુત્ર બીજી બધી વાતોને ભૂલી નૃત્યકળાનો અભ્યાસ કરવા લાગ્યો. તેનો ઉલ્લાસ પ્રતિદિન વધતો જતો હતો. જેમ જેમ નૃત્યકળા શીખતો જતો હતો, તેમ તેમ તેનો આનંદ પણ વધતો જતો હતો. તે નૃત્યકળાના અભ્યાસમાં અપૂર્વ આનંદ અનુભવી રહ્યો હતો.
ઈલાતીપુત્ર બુદ્ધિશાળી તો હતો જ અને કામરાગે તેના ઉત્સાહને વધાર્યો. ‘ ‘નૃત્ય કળામાં કુશળ બનશે તે દિવસે નટકન્યા સાથે પરણવાનો અવસર આવશે.' આ વિચારોએ તેને પોતાની ઈચ્છાની સફળતા નજદીકમાં દેખાઈ.
લંખિક નટે અનેક યુવાનોને નૃત્યકળાનું શિક્ષણ આપ્યું હતું પરંતુ આટલી ઝડપથી નૃત્યકળામાં