________________
પ૦૬
.
અભ્યાસ પણ કરી લીધો.
ઈલાતીપુત્ર યૌવનવયને પામ્યો. તેનામાં વિષયરાગ વધવાને બદલે વિષય વિરાગ વધવા લાગ્યો. સઘળાં વિષય સુખો પ્રત્યે ઔદાસીન્ય સેવવા લાગ્યો. તરણ સ્ત્રીઓ તરફ તે આંખ ઊંચી કરીને જોતો પણ નહીં. સાધુજનોના સંગમાં રહીને તે પોતાના મનમંદિરને વૈરાગ્યના ભાવોથી ભરપૂર રાખવા લાગ્યો.
‘નિજ સ્ત્રી, ભોજન અને ધન આ ત્રણમાં સદા સંતોષી બનવું જોઈએ, જ્યારે દાન, અધ્યયન અને શુભ ધ્યાનમાં અસંતોષ હોવો જોઈએ.” ઈલાતીપુત્રની આવી ઉત્તમ વિચારણા હતી. ધૈર્યને પિતાના સ્થાને, ક્ષમાને માતાના સ્થાને, શાંતિને પોતાની પત્નીના સ્થાને, સત્યને પુત્રના સ્થાને, દયાને બહેનના સ્થાને સ્થાપિત કર્યા. તે
સ્ત્રી સંગને નરક દેનાર તરીકે માનતો હતો. યૌવનવયમાં ઈલાતીપુત્ર નિર્વિકાર રહેતા હતા. ઈલાતીપુત્રનો આ મોહગર્ભિત વૈરાગ્ય હતો, કોઈક્ષણિક ઉભરો નહતો. ' વિષય પરાડમુખ બનેલા ઈલાતીપુત્ર, સાધુજનોના સંગમાં પોતાના યૌવનકાળને પસાર કરી રહ્યા હતા. આમોહાધીન માતાપિતાથી કેમ સહેવાય?
ઈલાતીપુત્રના વૈરાગ્યને માતા-પિતા સમજી શક્યાં નહીં. મોહથી તેમની બુદ્ધિ જડ બની ગઈ હતી. ઈલાતીપુત્રને જોઈ માબાપે વિચાર્યું, ‘છોકરોધર્મ, અર્થ અને કામ ત્રણેય વર્ગથી શૂન્ય છે!જડપાક્યો છે!'
ઈલાતીપુત્ર ન વ્યાપાર તરફ લક્ષ આપતા હતા, ન તેમને વિષયો પ્રત્યે રુચિ હતી, ન ઈલાતીપુત્રએ ગૃહત્યાગની વાત માતા-પિતાને કરી. માતા-પિતાને પુત્રની આવી સ્થિતિ જોઈ દુ:ખ થયું. પુત્રને સુધારવા, ઠેકાણે લાવવાનો તેમણે નિશ્ચય કર્યો. પુત્રને વિષયકુશળ બનાવવાનો મોહાધીન માતા-પિતા ઉપાય વિચારવા લાગ્યા.
ઈલાતીપુત્રના પિતાએ દુરાચારી યુવાનોને વીણી વીણીને એકઠાં કર્યા. તેમણે યુવાનોને કહ્યું કે, મારા દીકરાને તમારી સાથે ફેરવી તેને સ્ત્રી-વિષયાદિમાં પ્રવીણ બનાવો. આ કામ માટે જેટલા પૈસા ખર્ચવા પડે તે ખુશીથી ખર્ચવા. તે પૈસા મારી પાસેથી લઈ જવા.” આવા દુરાચારી ઉપાયથી કેવું અનર્થ સર્જાશે તે મોહઘેલા પિતાને ખબર ન હતી.
ઈલાતીપુત્રના પિતાએ દુરાચારી યુવાનોને ગમતું કાર્ય સોંપ્યું. અને તેમાં દ્રવ્યનો વ્યય કરવાની છૂટ મળી એટલે બિલાડીને દૂધ મળવા જેવું થયું. દુરાચાર રસિક યુવાનોનું અંતર આનંદથી ઉભરાયું. તેમણે ખુશ થઈ કહ્યું, “શેઠ! તમે લેશ પણ ચિંતા ન કરશો. તમારું કામ પૂર્ણ થયું જ સમજો. તમે થોડા વખતમાં જ જોઈ શકશો કે તમારો ઈલાતીપુત્ર સર્વ વિષયોમાં કુશળ બની ગયો છે!” દુરાચાર રસિક યુવાનોની કબૂલાતથી ઈલાતીપુત્રના પિતાએ સંતોષનો અનુભવ કર્યો. તેમને થયું કે, “આ જુવાનિયાઓ મારા કાર્યની સિદ્ધિ અવશ્ય કરશે.” શેઠે ઈલાતીપુત્રને બોલાવી જુવાનિયાઓ સાથે પરિચય કરાવ્યો. ઈલાતીપુત્રને કહ્યું, “હે પુત્ર! આજથી આ તારા મિત્રો છે, જે તારી મૈત્રી ઈચ્છે છે. તું એમની સાથે રહી વ્યવહાર કુશળ બન ! આ યુવાનો તને આનંદ પમાડશે!''
ભોળા ઈલાતીપુત્રએ પિતાનો આદેશ સ્વીકાર કર્યો. નવા મિત્રોની સાથે હવે તે ફરવા લાગ્યો.
પૂર્વકાળમાં વસંત તુમાં વસંતોત્સવ મંડાતો. વિલાસપ્રિયો માટે તે ઉત્સવ ગણાતો. ઈલાતીપુત્ર પોતાના નવા મિત્રો સાથે ઉત્સવ મનાવવા આવ્યો. વસંતોત્સવના વિવિધ દશ્યો જોવા લાગ્યો. ઈલાતીપુત્રના અંત:કરણમાં કામોત્તેજનક દશ્યો કશી અસર ઉપજાવી શક્યા નહીં પણ ભવિતવ્યતા એનું કાર્ય કરી રહી હતી.
તે ઉધાનમાં લંપિક નામની નટ કન્યાનો ખેલ ચાલી રહ્યો હતો. નટકન્યા યુવાનીના ઉંબરે આવી પહોંચી હતી. નાટકન્યા હોવા છતાં તેનું રૂપ અને લાવણ્ય કોઈદેવાંગનાને યાદ કરાવે તેવું હતું.