________________
પ૦૫
મુનિ પિતા દ્વારા લાવેલી ગોચરીનો આહાર કરતા. એક દિવસ પિતા દત્તમુનિ બીમાર પડયા. તેમનું અવસાના થયું. અરણિક મુનિ ત્રીજા પ્રહરમાં ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા. વૈશાખ-જેઠ મહિનાનો તાપ સુકુમાર અરણિક મુનિ સહન ન કરી શક્યા. એક ઘરની છાયામાં ઉભા રહ્યા. ઘરની માલકિન એક સુંદર તરણ મહિલા હતી. તેણે બારીમાંથી મુનિને જોયા. દાસી દ્વારા મુનિને ઘરમાં બોલાવ્યા. પુરુષના ભાગ્ય અને સ્ત્રીના ચરિત્રનું અનુમાન દેવો પણ ન લગાવી શકે. મહિલાએ મુનિને લાડુ વહોરાવતાં કહ્યું, “આપની અવસ્થા ભિક્ષુ બનવાની નથી. આ વય ભોગ ભોગવવાની છે. તમે આ વિશાળ ભવનમાં આનંદથી રહો. આવી સુંદર કાયાને દુ:ખોની અગ્નિમાં નબાળો.” અરણિકમુનિ વિચલિત બન્યા. ઈન્દ્રિયો પરનું નિયંત્રણ દૂર થયું. તરુણીના સ્નેહપાશમાં
Iધ્વી બનેલા માતાને તેની ખબર પડી. પોતાના યુવાન અને સુંદર પુત્રને માતા શોધવા નીકળી. માતા રાજમાર્ગ પર અરણિકના નામની બૂમો મારતી ફરવા લાગી. ઝરૂખામાં બેઠેલા અરણિકે આ જોયું. અરણિકે માતાનો અવાજ સાંભળ્યો. તેણે નીચે આવી માતાના ચરણોમાં પડી માફી માંગી. “સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો ભૂલ્યો ન કહેવાય!' માતાએ અહેમિત્ર આચાર્ય પાસે પુત્રને લાવી ફરી સંયમમાં સુસ્થિત કર્યો. અરણિકે નિશ્ચય કર્યો કે, “જે પ્રખર તાપ મારા સંયમ ભ્રષ્ટમાં નિમિત્ત બન્યો તે જ તાપથી હું આત્મોત્થાન કરીશ.’ તેઓ વિશાળ શિલા પર અનશન કરી મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ બનશે. દેહના મમત્વનો ત્યાગ કરનારતે વિરલ વિભૂતિને કોટિ કોટિ વંદન!
મૂલદેવ (જૈનકથા રત્નકોષ - ભા.-૫, પૃ.૧૪૨) રત્નપુર નગરમાં મૂલદેવ રાજા રાજ્ય કરતા હતા. તેમના સાળાનું નામ મંડિક હતું. તે પોતાના બનેવીના ઘરમાંથી સર્વ પદાર્થો લઈને સુખ ભોગવતો હતો. એમ કરતાં પૂર્વકૃત કર્મના ઉદયથી તેને જુગારની લત લાગી. તે જુગાર રમતાં રમતાં અનુક્રમે ઘર વગેરે સર્વ પદાર્થો હારી ગયો. પછી દ્રવ્ય હીનતાને કારણે અત્યંત દુ:ખી થઈ નગરમાં ચોરી કરવા લાગ્યો. નગરનાં લોકોએ મૂલદેવ રાજા પાસે આવી ફરિયાદ કરી કે,
આ તમારો સાળો નગરમાં ઘણી ચોરી કરે છે.” તે સાંભળી રાજાએ તેને વાર્યો કે, “હવેથી તારે ચોરીનું કામ કરવું નહીં. એક વખત આ તારો અન્યાય હું સહન કરું છું. વળી, તું મારો સંબંધી હોવાથી હું તને છોડી દઉ છું.” વળી, કેટલાક દિવસ થયા, ત્યારે સાળાએ પુન: બનેવીના જ ઘરમાંથી ચોરી કરીને નાસી ગયો ત્યારે દ્વારપાળે. તેને પકડયો. તેને રાજાની પાસે લાવવામાં આવ્યો. ન્યાયતંત રાજાએ તેને ચોરીના ગુના બદલ શૂળીએ ચડાવ્યો. તે મરણ પામી દુર્ગતિમાં ગયો. રે!ચોરીના વ્યસનના પાપે મંડિકે પોતાનું આયુષ્ય ગુમાવ્યું.
મહાત્મા ઈલાતીપુત્ર (સંપાદક - પૂ. કીર્તિયશવિજયજી મ.સા.) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઈલાવર્ધન નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. આ નગરીમાં ઈભ્ય નામે એક શ્રેષ્ઠી વસતા હતા. ઈભ્ય શ્રેષ્ઠી વ્યાપારીઓમાં શિરોમણિ હતા. તેમને ધારિણી નામની પત્ની હતી. ઈભ્ય શ્રેષ્ઠી અને ધારિણીનું જીવન બધી રીતે સુખી હતું પણ તેમને જીવનમાં સંતાનનો અભાવ સાલતો હતો. પુત્ર પ્રાપ્તિના હેતુથી દંપતીએ નગરની અધિષ્ઠાયિકાઈલાદેવીની આરાધના કરી. તેમણે ઈલાદેવીને કહ્યું, “જો અમને પુત્ર થશે તો આપના નામથી અંકિત એવું તે પુત્રનું નામ સ્થાપન ક જતાં ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું ‘ઈલાતીપુત્ર’ એવું નામ રાખ્યું.
તે આઠ વર્ષનો થયો ત્યારે માતા-પિતાએ કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઈલાતીપુત્ર વિના પ્રયાસ સકળ કળાઓનો અભ્યાસ કરી શક્યો તેમજ વિષમ શાસ્ત્રોનો