________________
૪૧
મહામંત્રીએ રાજગૃહી નગરીમાં અવનવી જાતનો ઢંઢેરો વગડાવ્યો. “રાજમહેલની નજીકમાં યક્ષની મૂર્તિ છે. આ પક્ષનાં દર્શને સૌ કોઈને પોતાનાં સંતાનો સાથે ફરજિયાત આવવાનું છે. જે વ્યક્તિ યક્ષનાં દર્શન વિના રહેશે તે રાજ્યનો અને યક્ષનો ગુનેગાર ગણાશે; તેના પર રાજ્ય અને યક્ષનો કોપ ઉતરી પડશે.'' આ વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ.
માનવ મહેરામણ કુતૂહલથી પ્રેરિત થઈ યક્ષમૂર્તિના દર્શનાર્થે ઝળુંબી ઉઠયું. યક્ષમૂર્તિમાં યક્ષને લગતા ચિહ્નો નહોતા પરંતુ મૂર્તિ ભવ્ય અને આકર્ષક હતી. આબેહૂબ કૃતપુય જ જોઈ લ્યો ! સંપૂર્ણ દિવસ યક્ષમંદિરમાં અવરજવર ચાલુ જ રહેતી. લોકો દર્શન માટે પડાપડી કરી રહ્યા હતા. લોકોની ભીડથી રાજમહેલની આસપાસનો પ્રદેશ ગુંજતો રહેવા લાગ્યો. વેશ પરિવર્તન કરી કૃતપુણ્ય શેઠ અને અભયકુમાર મંત્રી દર્શન કરવા આવનાર પ્રત્યેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. રાજા અને યક્ષના પુણ્યપ્રકોપે ધનદેવ શેઠના પરિવારને વિચાર કરતો કરી મૂક્યો.
એક દિવસ સામાન્ય નગરજનોની જેમ રાજજ્ઞાને માન આપી યક્ષમૂર્તિનાં દર્શનાર્થે ધનદેવ શેઠનો પરિવાર આવ્યો. રૂપવતી, ચાર પુત્રવધૂઓ, ચાર બાળકો યક્ષમૂર્તિ સમક્ષ આવ્યા. સજીવન જેવી મૂર્તિરૂપે સ્થિત વીરદત્તના દર્શનથી સૌને આશ્ચર્ય થયું. ચારે પુત્રવધૂઓ સ્નેહવશ ધારી ધારીને નિહાળવા લાગી. ચારે સંતાનો “પિતાજી, પિતાજી' કરી યક્ષના ખોળે બેસવાની ચેષ્ટા કરવા માંડયા. ચારે પુત્રવધૂઓ પણ પ્રતિમાને જોઈ ખમચાઈ ગઈ, પરંતુ સાસુની આજ્ઞાથી તેમણે એક હરફ પણ ન ઉચાર્યો. ચારે સ્ત્રીઓ એકબીજાની સામે જોઈ ઇશારો કરવા લાગી કે, “આપણો ભરથાર અહીં
ક્યાંથી ?' તે સમયે કૃતપુણ્યએ છુપાઈને આ દશ્ય જોયું. પુત્રો વારંવાર યક્ષની મૂર્તિ તરફ દોડતા હતા. તેઓ યક્ષની મૂર્તિને ભેટવા ગાંડા-ઘેલા બન્યા.
રૂપવતીને થયું કે યક્ષના દર્શનની પાછળ કઈંક રહસ્ય છે તેથી જલ્દીથી દર્શન કરી નીકળી જવાનું સૂચન વહુઓને કર્યું. રૂપવતી શેઠાણીએ બાળકોને ઘૂરકીને મુખ પર હાથ મૂકી મૂંગા રહેવાનું સૂચન કર્યું. બાળકો ડરથી ચૂપ થઈ ગયા. કૃતપુય શેઠ અને અભયકુમાર મંત્રીએ બાળકોના નિર્દોષ શબ્દો સાંભળ્યા હતા.
કૃતપુણ્ય શેઠે આંખના ઈશારે મહામંત્રીને કહ્યું કે, “આ જ મારું કુટુંબ છે.” અજબ ગજબની લાગણીઓમાં તણાતા ચારે સંતાનો અને ચારે પુત્રવધૂઓ પર નજર પડતાં જ છૂપાવેશે ફરતા ગુપ્તચરોએ મહામંત્રીના આદેશથી ધનદેવ શેઠના પરિવારને સન્માનભેર રાજમહેલમાં મહારાજા શ્રેણિક સમક્ષપધારવાની વિનંતી કરી.
અભયકુમારની બુદ્ધિની બાજીથી જ કૃતપુણ્ય શેઠની આબેહૂબ આકાર યક્ષમૂર્તિ ઉપસાવવામાં આવી હતી, જેથી મૂર્તિને જોઈ ચારે બાળકોના મુખમાંથી “પિતાજી' સંબોધન નીકળે અને સરળતાથી કૃતપુણ્ય શેઠના મનોરથો ફલિત થાય. અભયકુમારના વિનિયોગની પરિશોધ સફળ થઈ ગઈ. ધનદેવ શેઠનો પરિવાર રાજ્યસભામાં ઉપસ્થિત થયો. ત્યાં કૃતપુણ્ય શેઠનાં દર્શન થતાં સૌ