________________
૫૬૧
ધર્મદેશના સાંભળી જે જીવો પ્રતિબોધ પામે છે, તેમને સહકાર (આમ્રફળ) જેવા કહ્યા છે. આંબો કાચો હોય ત્યારે કટાણો (બેસ્વાદ) ખાટો લાગે છે પરંતુ પાકી જાય ત્યારે અત્યંત મીઠો-મધુરો લાગે છે. ... ૨૦૫
જે જીવો આમ્રફળ જેવા થાય છે તેઓ શિવપુરીમાં જાય છે.” પ્રભુ મહાવીરની દેશના સાંભળી કૃતપુણ્ય એકચિત્ત બન્યો. કૃતપુણ્ય વીર પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામ્યા. (તેમણે સંયમ લેવાનો દઢ સંકલ્પ કર્યો.)
... ૨૦૬ દેશના પૂર્ણ થતાં કૃતપુણ્ય શેઠ સીધા ઘરે આવ્યો. તેણે પોતાના જ્યેષ્ઠ પુત્રને સંસારનો સઘળો ભાર સોંપ્યો. ત્યારપછી તેણે સાતે ક્ષેત્રમાં અષાઢી મેઘની જેમ ભરપૂર દાન આપ્યું. ભરિ (નોબત) વગડાવી. પાલખી (શિબિકા)માં બેસી તેઓ પ્રભુ મહાવીર પાસે આવ્યા.
... ૨૦૦ તેઓ ભગવાન મહાવીરના હાથે દીક્ષિત થયા. તેમની સાથે તેમની સહધર્મચારિણી સાતે પત્નીઓએ પણ પ્રવ્રજ્યા અંગીકાર કરી. કૃતપુણ્ય મુનિએ સંયમ અંગીકાર કરી ઘોર તપ આદર્યો. તેઓ શુદ્ધ સંયમ પાલન અને તપના બળે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી બન્યા. તેઓ દેવગતિમાં ઉત્પન્ન થયા. ... ૨૦૮
જ્યારે કૃતપુણ્ય દેવનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં મનુષ્ય પર્યાયમાં સંયમ અંગીકાર કરી સિદ્ધગતિ પ્રાપ્ત કરશે. સૌભાગ્યના સ્વામી એવા કૃતપુણ્ય શેઠના કવિ કષભદાસ નિત્ય ગુણગાન કરે છે.
... ર૦૯ ઢાળ : ૧૫ ભગવાન કષભદેવની મહેરથી મેં (કવિ કષભદાસ) કૃતપુણ્ય શેઠના ગુણગ્રામ કર્યા છે. ‘ભરફેસર બાહુબલિ વૃત્તિ' ગ્રંથમાં કૃતપુણ્યશેઠનો અધિકારપ્રસ્તુત છે.
... ૨૮૦ આવશ્યક સૂત્રની વૃત્તિ'માં કૃતપુણ્ય કથાબંધ વિસ્તારથી જોવા મળે છે.
... ૨૮૧ તપગચ્છના નાયક, શુભ સુખદાયક, આચાર્ય પ્રવર વિજયાનંદસૂરિજી, જેઓ શુદ્ધ સંયમધારી તથા આચારપાલનમાં ચુસ્ત છે. તેમનું મુખ પૂનમના ચંદ્ર જેવું શોભે છે.
... ૨૮૨ સંગુરુના ચરણોમાં નમસ્કાર કરીને મેં કૃતપુણ્ય શેઠનો રાસ કવન કર્યો છે. આ રાસ મેં બંબાવટી નગરીમાં રચ્યો છે. આ રાસ કવનનું કાર્ય પૂર્ણ થતાં મારા મનના મનોરથ પૂર્ણ થયા છે.
. ૨૮૩ હર= ૧, લોચન= ૨, દિશાઓ =૬, અનુપમ છે. ચંદ્ર = ૧, સંવત્સર =૬, અર્થાત્ સંવત ૧૬૨૧, માસ પવિત્ર વૈશાખ, બીજ ઉજલી = વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા; ગુરુવારે આ રાસ રચાયો છે.
...૨૮૪ પુષ્ય નક્ષત્રમાં આ રાસ પ્રગટ સર્જન-કવન થયો છે. ત્યારે કવિજન વિજયની ખુશાલીનો આનંદ વ્યક્ત કરે છે. તેઓમાગવંશના સંઘવી સાંગણ, જેમણે બારવ્રતધારણ કર્યા છે; તેમના પુત્ર છે. .. ૨૮૫
શ્રી સંઘવી સાંગણના પુત્ર, જેઓ બાર વ્રતધારી શ્રાવક છે. તેમનું નામ કહષભદાસ છે. તેમણે કૃતપુણ્યશેઠનો રાસ રચ્યો છે. તેમના મનોરથ આજે ફલિત થયા છે.
... ૨૮૬