________________
૫૬૦
દોમ દોમ સાહેબીના સ્વામી કૃતપુણ્યએ સાત સ્ત્રીઓ માટે સાત આવાસ બનાવ્યા. કૃતપુણ્યા તેઓની સાથે રતિ સુખો માણતો રહેતો હતો. સાતે નારીઓ સૌંદર્યવાન હતી. કૃતપુણ્ય સોહાસણીને પટરાણી સ્થાને સ્થાપી.
.. ૨૬૩ કૃતપુણ્ય સૌભાગ્યવશ રાજવી સુખો ભોગવતો હતો. સુખનો કાળ જલ્દી નિર્ગમન થાય છે, તેની જાણ થતી નથી. સુપાત્રદાનના પ્રભાવે કૃતપુણ્ય સુખી થયો.
... ર૬૪ (કૃતપુણ્ય પૂર્વે ભરવાડના ભવમાં મહાત્માને ખીર વહોરાવી હતી.) તે સમયે ખીર ખાવાની અદમ્ય. ઈચ્છાથી ખીરની થાળીમાં ત્રણ લીટીઓ કરી હતી. આમ, દાન દેતાં વચ્ચે પોતાનો જરાક વિચાર આવતાં) દિલ ન ચાલ્યું તેથી ત્રણ વાર દાન ધારા ખંડિત થઈ. જેના ઉદયમાં ખંડિત સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રથમ ગણિકાએ તરછોડી તેની હવેલીમાંથી કાઢયો.
.. ૨૬૫ ત્યાર પછી તેની પત્ની સોહાસણિએ પરદેશ વ્યાપાર કરવા મોકલ્યા અને ત્રીજી વખત વૃદ્ધાએ ઘરમાંથી બહાર કાઢયા. આમ, ખંડિત પુણ્યના બળે તેઓ ત્રણવાર દુ:ખી થયા. બાકીના દિવસો તેમણે સુખમાં વ્યતીત કર્યા.
... ૨૬૬ કૃતપુણ્ય શેઠે ધર્મ, અર્થ અને કામને જીવનમાં સાધ્યા. રાજગૃહી નગરીમાં તેમનો ગૌરવ વધ્યો. એક દિવસ અભયકુમાર અને કૃતપુણ્ય બન્ને ઉત્સાહપૂર્વકપ્રભુ મહાવીરનાં દર્શન અને વંદન કરવા ગયા.
.. ૨૬૦ ત્યારે ભગવાન મહાવીરે પ્રસિદ્ધ દેશના આપી. ““હે ભવ્ય જીવો! તમે પ્રાણીઓનો સંહાર ન કરો. અસત્ય બોલવાથી અને ચોરી કરવાથી ઘણા પાપકર્મો બંધાય છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોનો તમે ત્યાગ કરો.
... ર૬૮ વળી, પરિગ્રહના પાપને છોડો. માંસાદિક અભક્ષ્ય આહારને છોડો. તમે પાપનું મંડાણ પ્રારંભ કરીને ન જાવ. તમે વ્રત ગ્રહણ કરી સર્વ જીવો પર અનુકંપા કરો.
... ર૬૯ હે નરનારીઓ! સંસાર રૂપી સમુદ્રને તરવા તમે દાન, શીયળ, તપ અને ભાવરૂપી નાવમાં બેસો. ક્રોધ, માન, માયા, લોભ અને રાગ-દ્વેષ તેમજ મોહમાં નથોભો.
જે સંયમ લઈ સમભાવ ધારણ કરે છે, તે મનુષ્ય મુક્તિપુરીનાં સુખો મેળવે છે.” વીર પ્રભુ આ પ્રમાણે ભવ્ય જીવોને ઉપદેશ આપી રહ્યા હતા. “હે દેવાનુપ્રિય! તમે વેર (શત્રુવટ, દ્વેષ), પાંચે ઈન્દ્રિયોના વિષયો, કલહ છોડો..
... ર૦૧ વિષય સુખોમાં રાચતો માચતો જીવ સદા અતૃપ્ત જ રહે છે. તેની ઈરછાઓ કદી પૂર્ણ થતી નથી. જેમ જંતુ(બેક્ટરિયા) ગમે તેટલું ખાય છતાં કદી તૃપ્ત થતો નથી અને સાગરમાં ગમે તેટલી નદીઓનું પાણી ઠલવાય છતાં ભરાતો નથી.
.. ૨૦૨ જેમ અગ્નિમાં ગમે તેટલા ઈંધણ નાખો છતાં ઠરતો નથી (વધુ પ્રજ્વલિત થાય છે.), તેમ જીવ આ સંસારમાં ગમે તેટલાં સુખો ભોગવે છતાં ધરાતો (સંતોષ પામતો) નથી. જેઓ વિષયરૂપી કચરામાં ખૂંચેલા છે, તેઓ પ્રયત્ન કરવા છતાં ત્યાંથી નીકળી શકતા નથી.
.. ૨૦૩ ઘણાં જીવો ધતુરાના ફળ જેવા હોય છે. જે પ્રારંભથી અંત સુધી સદા કડવા જ રહે છે. તે કઈ રીતે ભવસાગર પાર કરી શકશે? તેવા જીવો ચારે ગતિમાં જન્મ-મરણ કરી પરિભ્રમણ કરતાં રહે છે. ... ૨૦૪