________________
૫૪૮
અડાણે (ગીરવે) મૂક્યા. તેનું જે ધન મળ્યું તેને સુરક્ષા હેતુ એક વાંસળી (રૂપિયા ભરવાની લાંબી સાંકળી કોથળી)માં મૂક્યું. સોહાસણિએ પ્રવાસમાં જતાં પતિને એક કોથળીમાં દાળ, ચોખા, લોટ અને લાડુ ભરીને ભાતું આપ્યું.
૧૩૦
સોહાસણિ પોતાના પતિને વહાણ (બાલઈદ)માં મૂકવા ગઈ. તેણે સાર્થવાહ સાથે પોતાના પતિનો મેળાપ કરાવી ભલામણ કરતાં કહ્યું, ‘‘કાકાજી ! તમારો ભત્રીજો પરદેશથી અજાણ છે. તેમને સંભાળીને લઈ જજો.
...૧૩૮
વેપાર-વણજ કરવામાં સુવિધા પૂરી પાડી લાભ થાય તેવું કરજો. તેમને તમારા હાથમાં સોપું છું. જન્મથી સુખમાં ઉછર્યા હોવાથી દુનિયાદારીની કોઈ સમજ નથી. તેમને સ્નેહભરી નજરે નિહાળજો. (તેમના ઉપર કૃપાદૃષ્ટિ રાખજો.)''
... ૧૩૯
સાર્થવાહે (દિલાસો આપતાં) કહ્યું, ‘‘બહેન! સાંભળો, તમારો પતિ એ મારા પુત્ર સમાન છે. (તેની ક્ષેમકુશળતાની જવાબદારીઓ ઉપાડવામાં ઊણો ઉતરીશ નહીં.) વેપાર-વાણિજ્યમાં તેને બમણો-ચાર ગણો લાભ થાય તેવી સુવિધા કરી આપીશ. આ મારો અફર નિર્ણય છે. તેની ખાતરી આપું છું.’’
...૧૪૦
સાર્થવાહના સંતોષકારી વચનો સાંભળી સોહાસણિ (નિશ્ચિંત બની ગઈ) અતિ પ્રસન્ન થઈ. તેણે પોતાના પતિને સાર્થના પડાવમાં મૂક્યો.સોહાસણિ પતિને ઢોલિયામાં પોઢાડી અત્યંત દુઃખી હૃદયે પોતાની હવેલીમાં પાછી ફરી.
...૧૪૧
(સોહાસણિના મનમાં આશા-નિરાશાના ભાવો ઉભરાતાં હતાં. તેને આશા હતી કે પતિદેવ પાછા ફરશે ત્યારે લાખો સોનામહોરો રળીને લાવશે. બીજી તરફ તેને નિરાશા પણ સતાવતી હતી. પરદેશમાં પતિદેવની ક્ષેમકુશળતા તો જળવાશે ને ?) ‘મારા પ્રીતમ બાર વરસ પશ્ચાત મને મળ્યા પરંતુ કર્મની અકળ કળા તો જુઓ ! (મોજ-મજા કરવાના દિવસો હતા) તેઓ પુનઃ ઘરબાર વિનાના થયા. પુનઃ દંપતીનો વિયોગ થયો. ખરેખર! મેં આ સંસાર ચક્રમાં ઘણાં પાપકર્મો કર્યાં હશે.'
... ૧૪૨
આ પ્રમાણે મનમાં દુ:ખ ધરતી સોહાસણિ ભગ્નહ્રદયે ઘરે આવી. વિરહિણી નારીને પતિના વિયોગમાં ભોજન ભાવતું નથી. રેંટિયો લઈ કાંતવા બેસે પરંતુ તેમાં ચિત્ત ચોંટતું નથી. તેનું મન તો પતિની પાસે જ હતું. એવા અવસરે રાજગૃહી નગરીમાં કુબેરદત્ત નામના પ્રતિષ્ઠિત વેપારીનું અવસાન થયું. આ (ગોઝારા) પ્રસંગને રાજાના ભયથી દાબી દેવામાં આવ્યું. (કારણકે કુબેરદત્તને કોઈ પુત્ર ન હતો.) રખે ! રાજા અપુત્રિયાનું ધન અપહરણ કરે.
...૧૪૩
... ૧૪૪
(કુબેરદત્તની માતા અને તેની ચાર પુત્રવધૂઓએ આંખમાં આંસુનું એક બિંદુ પણ ન આવવા દીધું.) ‘જો કોઈને દીકરા તરીકે હાજર કરી શકાય તો લક્ષ્મી સુરક્ષિત રહી શકે;' એવું વિચારી માતા સાથે ચારે પુત્રવધૂ કોઈ યુવકની શોધમાં નીકળી.) ચારે સ્ત્રીઓ અને સાસુ (બાલદઈમાં) જ્યાં સાર્થપતિ પડાવ નાખી રહ્યો હતો ત્યાં આવી. ત્યાં તેમણે ઢોલીયા ઉપર સૂતેલા, ચંદ્રના બિંબ સમાન સ્વરૂપવાન (યુવાન) કૃતપુણ્યને જોયો. તેમણે કૃતપુણ્યને (ખાટલા સહિત) ત્યાંથી ઉપાડયો.
૧૪૫
કૃતપુણ્યને ઉપાડીને કુબેરદત્ત શ્રેષ્ઠીની હવેલીમાં લાવવામાં આવ્યો. જેવો ઢોલીયો નીચે મૂક્યો ત્યાં કૃતપુણ્ય જાગી ગયો. (તે સફાળો બેઠો થયો, ચારે બાજુ જોવા લાગ્યો.) તેણે પોતાની આસપાસ દેવાંગના જેવી