________________
૫૪૯
ચાર સ્ત્રીઓને ઉભેલી જોઈ. એક પગ ચાંપતી હતી તો બીજી આજ્ઞા પાળવા દોટ મૂકતી હતી. તેમણે સોળે સણગાર સજ્યા હતા.
...૧૪૬ કૃતપુણ્ય આ આશ્ચર્યકારી દશ્ય જોઈ મનમાં વિચારવા લાગ્યો કે, “આ દશ્ય તો દેવલોક જેવું દેખાય છે. આ નારીઓ અપ્સરા જેવી સ્વરૂપવાન છે. તેમનું સૌંદર્ય જોઈ હૈયું અત્યંત આનંદ પામે છે.” ...૧૪
ચારે સ્ત્રીઓ પતિની જેમ તેની ભક્તિ કરી રહી હતી. પ્રભાતની વેળાએ એક દાતણ-મંજન લઈ આવતી. બીજી સ્નાન કરાવી તેનું વદન લૂછતી. ત્રીજી નારી ભોજનનો થાળ લાવતી, જેમાં મેવા-મીઠાઈ પીરસેલાં હતાં. ચોથી નારી ભોજન સંપન્ન થયા પછી પાનનું બીડું લાવતી.
...૧૪૮ ચારે નારીઓ સાથે વિષય સુખોનો ભોગવટો કરતાં, રંગ રાગ માણતાં બાર વર્ષ વ્યતીત થયાં. ભાગ્યયોગે ચારે પુત્રધૂઓ માતા બની ચૂકી. કૃતપુણ્યના કુળમાં દેવકુમાર જેવા ચાર પુત્રો જન્મ્યા. ...૧૪૯
ખરેખર! એક વ્યક્તિ પ્રારબ્ધ બળે બીજાનું ધન મેળવી ભોગવે છે જ્યારે બીજો વ્યક્તિ કર્મયોગે પ્રાપ્ત કરેલું ધન પણ ગુમાવે છે. એક વ્યક્તિ ઘણો પ્રયત્ન કરે છતાં એક કોડી પણ મેળવી શકતો નથી જ્યારે બીજો વ્યક્તિ સહજતાથી, વિનાપ્રયત્ન ધન મેળવે છે.
...૧૫૦ ખરેખર! એટલું તો નિશ્ચિત છે કે આપ્યા વિના ધન કદી મળતું નથી અને દીધેલું કદી વ્યર્થ જતું નથી. જુઓ કૃતપુણ્યને !કોઈ પણ પ્રકારના ઉધમ વિના જ બીજાનું ધન ભોગવી રહ્યો હતો. ...૧૫૧
કૃતપુણ્ય જલવટ અને થલવટનાં સુખો ભોગવતો હતો. કુબેરદત્ત શેઠના ઘરે તેને પુત્ર માની શેઠાણીએ રાખ્યો. કુબેરદત્ત શેઠની માતાએ તેને કરોડપતિ શેઠ કહી રાખ્યો.
...૧૫૨ કૃતપુય હવેલીમાં નારીઓ સંગે સુખ ભોગવતો રહ્યો. તે જ્યારે હવેલીમાંથી નીચે ઉતરવા જાય ત્યારે તેનો હાથ પકડી નારીઓ તેને પ્રેમથી બેસાડતી. વળી, સાસુપણ કૃતપુણ્યને ઠારવા એવા બોલ બોલતી.
..૧૫૩ કૃતપુણ્ય તું કામદેવ જેવો સૌંદર્યવાન છે તેથી તેને કોઈ દુષ્ટની નજર લાગશે. તું શા માટે હવેલીમાંથી નીચે ઉતરે છે? શું તારી પાસેથી કોઈ કાંઈ માંગે છે?”
...૧૫૪ એવાં મીઠાં વેણ કહી કૃતપુણ્યને હંમેશા હવેલીના ઉપરના માળે જ રાખવામાં આવતો. તેને કદી ના તો ઉપર ચડવા દેતા કે ન તો નીચે ઉતરવા દેતા, રખે! નગરનો પંથ નિહાળે અને અહીંથી ચાલ્યો જાય એવી આશંકાથી વૃદ્ધા સદા ભયભીત રહેતી.
... ૧૫૫ કૃતપુણ્યના કુબેરદત્ત શેઠને ત્યાં સુખની સહેલગાહમાં દિવસો પસાર થતાં હતાં. અનુક્રમે બાર વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો. ચારે પુત્રો કૃતપુણ્ય પાસે આવી પ્રેમથી ખોળામાં બેસતા. તેઓ પિતાથી એકપળા પણ અલગન થતાં.
...૧૫૬ બાર વર્ષ પસાર થયા ત્યારે બાલિદિ આવી સાસુએ પુત્રવધૂઓને એકાંતમાં કહ્યું, “હે પુત્રવધૂઓ ! સાંભળો. જે સ્વાર્થ માટે આપણે આ પુરુષને લાવ્યા હતા તેને હવે ભોળવીને પુનઃ સાર્થના ટોળામાં મૂકી આવો. તમને માતૃત્વપદ મળી ગયું છે અને બાળકો પણ મોટા થઈ ગયાં છે તેથી આપણું ધન હવે સુરક્ષિત રહેશે..૧૫૦
(સ્વાર્થધતાનું આ નાટક ભજવાતું જોઈને પુત્રવધૂઓ નારાજ થઈ ગઈ.) ચારે પુત્રવધૂઓએ કહ્યું, “હે સાસુજી! તમે શું કહો છો ? પ્રથમ તમે પરદેશી યુવક સાથે પ્રેમ કરવાનું અયોગ્ય સૂચન કર્યું અને હવે જ્યારે તે અમારા સ્વામી બની ચૂક્યા છે ત્યારે દેવકુમાર જેવા ભરથારને તમે કાઢી મૂકવાનું કહો છો ? અમે તો એમની