________________
લઈને આવી.
૫૪૦
... ૧૨૪
ગણિકાએ કૃતપુણ્યને નવડાવ્યો. નાહીને ચોક્ખો થયેલો કૃતપુણ્ય ઊભો થયો ત્યાં પ્રપંચી અક્કાના શિખવેલા પાઠ અનુસાર દાસીએ પુષ્કળ પ્રમાણમાં રજ (ધૂળ) ઉડાડી.
... 924
કૃતપુણ્યને અત્યંત રોષ ઉત્પન્ન થયો. “ભૂંડી! આ શું કરે છે ? હું ઊભો છું તે દેખાતું નથી ?’’૧૨૬ દાસીએ (મશ્કરી કરતાં કટાક્ષમાં) કહ્યું, ‘અરે ભૂંડા! ધૂળ છે તો ધૂળના ભયથી ભાગ. અહીં શું
જોઈને ઊભો છે?''
... ૧૨૦
કૃતપુણ્યની આંખ ઉઘડી ગઈ. ‘અરે! મને અહીંથી હડધૂત કરી દૂર કરવાની આ વિધિ (કારસ્તાન) છે. હાડકાને હવે શું વળગવું ?' (સ્વાર્થ સર્યો એટલે વૈધ વેરી થયો. નિર્ધનને શું સાચવવો?).૧૨૮ સરળ કૃતપુણ્ય (ચિંતાગ્રસ્ત ચહેરે) મનમાં નિસાસો નાખતાં ગણિકાના મહેલનો ત્યાગ કરી પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું.
...૧૨૯
(બાર બાર વરસ સુધી ગણિકાના આવાસે રહી મહેફિલ માણી, તે દુનિયાને ભૂલી ગયો હતો. તે કિં કર્તવ્યમૂઢ બની વિચારી રહ્યો; આખરે ધરતીનો છેડો ઘર જ છે.) તેને આખી દુનિયા નવી લાગતી હતી. તેને પોતાની હવેલી મળતી ન હતી. તેનું મન અત્યંત લજ્જા અનુભવતું હતું. (માતા-પિતા કે પત્નીને મોં બતાવવાની લાયકાત નહતી.) કવિ ઋષભદાસ કહે છે કે, ‘‘કૃતપુણ્ય વેશ્યાવાસ છોડી પુનઃ પોતાના આવાસે આવ્યો.
... ૧૩૦
દુહા ઃ ૫
કૃતપુણ્ય । જેમ તેમ કરી હવેલી પાસે આવ્યો. હવેલીની બારીમાં મોઢું નાખી અંદર નજર કરી. તેના કરમાઈ ગયેલા, ઉદાસ ચહેરાને જોઈ રેંટિયો ચલાવતી સોહાસણિએ તેને ઓળખી લીધો. તે તરત જ ઊભી થઈ.
... ૧૩૧
ઢાળ : ૮
ki
સોહાસણિએ અહોભાવ સાથે પતિને ઘરમાં બોલાવ્યા. “હે સ્વામીનાથ! શું જુઓ છો?’’ કૃતપુણ્યએ કહ્યું, ‘“હે કાંતા! આ હવેલીમાં ધનેશ્વર શેઠ, જે લીલ વિલાસ કરતાં હતાં તે આજે કેમ દેખાતાં નથી ?’’ ...૧૩૨
“હેપ્રાણનાથ! તમારા માતા-પિતા તો સ્વર્ગવાસી થયા છે. તેઓ પરલોકમાં ચાલ્યા ગયા છે. તેમને યાદ કરી તમે દિલગીર ન થાવ.'' કૃતપુણ્યના અંતરમાં રહેલાં દુઃખો આંસુના પ્રવાહ સાથે વહેવા લાગ્યાં. (સોહાસણિએ રુદનને રોકવાનો પ્રયાસ ન કર્યો. કૃતપુણ્યનું હૈયું હળવું ફૂલ જેવું બન્યું.) ત્યાર પછી તેણે જળ વડે સ્નાન કર્યું.
... ૧૩૩
સોહાસણિએ પ્રેમપૂર્વક પતિની સેવા કરી. તેણે પહેરવા માટે વસ્ત્રો આપ્યાં. એક દિવસ કૃતપુણ્ય પોતાની સહધર્મચારિણી સાથે બેઠો હતો. હાથમાં પારણું ઝાલેલું હતું.
... ૧૩૪
સોહાસણિએ કહ્યું, ‘“હે સ્વામિનાથ! આપણે હવે બે માંથી ત્રણ થશું. ત્યારે પેટ ભરવા માટે કંઈક
**
જોગવાઈ કરો.’’ કૃતપુણ્યએ કહ્યું, ‘‘કાંતા ! મને તો કંઈ સૂઝતું નથી. મેં કદી કોઈ વ્યાપાર કર્યો નથી.’’ ... ૧૩૫ સોહાસણિએ કહ્યું, “નાથ! તમે વ્યાપાર કરવા પરદેશ જાવ. અહીંથી એક સાર્થવાહ ઘણા માણસો સાથે પરદેશ જવાનો છે. જે તમારા પિતાનો ભાઈબંધ હોવાથી તમારી સારી રીતે સરભરા(મદદ) કરશે.’’.૧૩૬
(પરદેશમાં વેપાર કરવા માટે ધનની આવશ્યકતા પડતાં) કૃતપુણ્યે પોતાની હવેલીના બે ખંડ