________________
૩૮
હોય, તો તારી હાટડી કંદોઈની કેમ? સાચું બોલ નહીં તો ચૌદમા રત્નનો ઉપયોગ કરવો પડશે.”
કંદોઈ હેબતાઈ ગયો. તે ભયથી ધ્રૂજવા લાગ્યો. “પોતાને મણિનો માલિક લેખાવે, તો એ ઓળખાણ સાથે કંદોઈની ગરીબ હાટડી કઈ રીતે બંધ બેસે ? અને જો તે હાટડીનો મેળ જમાવવા જાય તો ભાગ્યના લેખમાંથી મણિની માલિકી ભૂંસાઈ જાય તેમ હતી. નગરજનો, શેઠ-શાહુકારો ઊભા હતા. બધાની નજર કંદોઈ પર હતી. કંદોઈને થયું જો ખોટું બોલીશ તો સજા થશે. માટે સત્ય પર ઢાંકપિછોડો કર્યા વિના સાચેસાચી વાત કહી દેવામાં જ હિતાવહ છે. તેણે અભય કુમારના પગ પકડી લીધા. કરગરી પડયો.
રાજવી! મને છોડી દો. મારા પર કૃપા કરો. મારા લલાટે કંદોઈની હાટડી જ છે. આ જલકાંત મણિ મારું પોતાનું નથી. મેં પુણ્યનિધિ પાસેથી તેને ભોળવીને લીધું છે. પુણ્યનિધિના હાથમાં મોદક હતો. આ મોદકમાંથી આ મણિ નીકળ્યું છે. પુણ્યનિધિ તેને પથ્થર જ સમજતો હતો તેથી મેં તેને મીઠાઈ મફતમાં આપવાની લાલચ બતાવી પડાવી લીધું. હું હાથમાં લઈ રત્ન જોતો હતો ત્યાં અચાનક મારા હાથમાંથી છટકીને જળપાત્રમાં પડ્યો. જળમાં ભંગાણ થતાં મેં જાણ્યું કે આ જલકાંતમણિ છે.”
બીજી બાજુ ભોજન કરતી વેળાએ ધન્યાએ એક લાડુ ભાંગ્યો. તેમાંથી જલકાંત મણિ નીકળ્યો. ધન્યાએ ત્રીજા અને ચોથો લાડુ લીધો. તેના બે ટુકડા કર્યા. તેમાંથી પણ જયકાંત મણિ. નીકળ્યા.ધન્યા પતિના વખાણ કરતાં થાકતી ન હતી પરંતુ કૃતપુણ્ય મૌન જ રહ્યો. કિંમતી રત્નો મળતાં ઘરની તાસીરજ બદલાઈ ગઈ.
કંદોઈના કથનમાં સચ્ચાઈ હતી. સેચનક ઉપર આવેલી આપત્તિને હટાવવામાં કંદોઈનો મુખ્ય ફાળો હોવાથી રાજાએ કંદોઈને ૧૦૦૦ સોનામહોર આપી. તેમજ તેની જ્ઞાતિની કન્યા સાથે લગ્ન કરાવી આપ્યા. ત્યારપછી જલકાંત મણિના અસલી માલિકની શોધ આગળ ચલાવવામાં આવી.
શોધનું પગેરું કંદોઈ દ્વારા પુણ્યનિધિ અને પુણ્યનિધિ દ્વારા કૃતપુય સુધી પહોંચ્યું. રાજસેવકો કૃતપુયને રાજ્યસભામાં લઈ જવા તેડવા આવ્યા.
કૃતપુણ્યએ રેશમી પટોળું પહેર્યું, કેડે સોનાનો કંદોરો બાંધ્યો. રેશમી સાળું અને ગળામાં સુવર્ણનો દોરો પહેર્યો, તેણે ભૈરવ જાતિની એકતાઈ પહેરી, પંચવર્ણી પછેડી ઓઢી, પગમાં કિંમતી મોજડી પહેરી, દશે આંગળીઓમાં વેઢ તેમજ મુદ્રિકાઓ પહેરી, મસ્તકે પાઘડી પહેરી તેમાં ફૂલ બાંધ્યું. તેની સુડોળ કાયા બેહદ કમનિય લાગતી હતી. તે ઘોડે બેઠો. ઘોડા છૂટયાં. ધૂળની ખેપટુંઉડી. પાણીના રેલાની જેમ છુટેલા ઘોડા મહારાજા સમક્ષ આવ્યા.
રત્નના ખરા માલિક કૃતપુણ્ય શેઠ છે એવી ખાતરી થતાં વચનપાલક મહારાજા શ્રેણિકે અડધું રાજ્ય અને રાજકન્યા મનોરમાને ભેટશું આપતાં કહ્યું, “કૃતપુણ્ય શેઠ! આજથી તમે મારા જમાઈ છો. રાજકન્યા મનોરમા સાથે રાજ્યાઈને ગ્રહણ કરવાની કૃપા કરો. ગજરત્નને ઉગારવામાં આપનો જલકાંત મણિ જ કારણ બન્યો છે તેથી આટલું પ્રીતિદાન તો આપે સ્વીકારવું જ પડશે. આપ જ સાચા હક્કદાર છો.'