________________
૩૦
અભયકુમાર હતું. જેમની બુદ્ધિની તોલે કોઈ ન આવે. મગધનરેશ શ્રેણિકની પાસે ગજરત્ન ગજાધિરાજ સેચનક હતો. જે મગધના ઈતિહાસનો અવિભાજ્ય અંગ બન્યો હતો. તેણે મહાયુદ્ધો જીત્યાં હતાં. તેમજ આ ગજરત્નને કારણે અનેક સંઘર્ષો પણ ખેલાયા હતા. મગધનરેશ શ્રેણિકને તે પ્રાણ પ્યારો હતો. સેચનકની જરાક અસ્વસ્થતા મહારાજા સહિત સમગ્ર મગધને અસ્વસ્થ કરી મૂકતી. એક દિવસ સેચનક ગંગા નદીના કિનારે જળક્રીડા કરવા સંચર્યો. ગંગાના જળમાં સેચનક ઉતર્યો, ત્યાં જ હાથીના પગ બળવાન જળતંતુ વડે લોખંડની જેમ સજ્જડ પકડાઈ ગયા. જળતંતુએ સેચનકના પગ એ રીતે જકડી લીધા કે, ન સેચનક આગળ વધી શકે કે ન પાછળ હટી શકે. તોતિંગ વૃક્ષોને ક્ષણવારમાં ધારાશાયી કરનાર સેચનકનું સામર્થ્ય નબળું પડયું. તે ઢીલોઢબ બની ગયો. હાથીના પગ પરની ભીંસ અસહ્ય બનતાં સેચનક જોરજોરથી બરાડા પાડવા માંડ્યો. તેની ચીસો વાતાવરણમાં ગુંજવા લાગી. તેના કારણે વાતાવરણ ભયભીત બન્યું. મહાવતોના પ્રયત્નો નિષ્ફળ નીવડયાં. માનવ મહેરામણ છલકાઈ ઉઠ્યો. વેદનાથી બરાડતા હાથીને જોઈ રાજા અને પ્રજાની આંખો આંસુથી ભીની બની ગઈ.
મહામંત્રી અભયકુમાર આવ્યા. તેમણે જોતાવેંત જ પરિસ્થિતિને પારખી લીધી. તેમણે રાજવી શ્રેણિક સાથે મસલત શરૂ કરી. સેચનકને છોડાવવા તેમણે રાજગૃહી નગરીમાં પડહ વગડાવ્યો. “સેચનકને છોડાવવા જે કોઈ જલકાંતમણિ હાજર કરશે તેને મગધ સમ્રાટ અડધું રાજ્ય અને રાજકન્યા ઈનામ તરીકે આપશે.''
ܗ
રાજકોશમાં જે વસ્તુ પ્રાપ્ત થવી અશક્ય પ્રાયઃ હતી, તે સામાન્ય જનતામાં ક્યાંથી મળી શકે? પટહ વાગતો વાગતો કૃતપુણ્યના મહેલ આગળ આવ્યો. પોતાના ખેસના છેડે જ જલકાંતમણિ હતું પણ કૃતપુણ્ય તેનાથી અજ્ઞાત હતો.
રાજપડહ આગળ વધતો કંદોઈની દુકાન પાસે આવ્યો. કંદોઈને થયું કે, ‘મારું ભાગ્ય જોર કરે છે. કાલે જ અણધાર્યો જલકાંત પ્રાપ્ત થયો અને આજે રાજ્યાર્ધ સહિત રાજકન્યા મને વરશે. હું મગધ સમ્રાટનો જમાઈ બનીશ.' કંદોઈએ બીડુંઝડપી લીધું. પડહ વાગતો બંધ થયો.
રાજસેવકો કંદોઈને લઈને ગંગા તટ પર આવ્યા. મંત્રી અભયકુમાર અને મહારાજાને આશ્ચર્ય થયું. ‘શેઠ-શાહુકારોના ખજાનામાં પણ જે ન હોય, એવો જલકાંતમણિ કંદોઈની હાટડીમાં મળી આવ્યો ?’ રાજા અને મંત્રીને અત્યારે સેચનકની આપત્તિ દૂર કરવામાં જ રસ હતો. કંદોઈ પાસેથી
જલકાંતમણિ લઈ મહાવતને આપ્યો. મણિના પ્રભાવે ચમત્કાર સર્જાયો. જલકાંતમણિનો સ્પર્શ થતાં જ
જળજીવ પણ દૂર ધકેલાયો. સેચનકનો પગ બંધનમુક્ત થયો. આ દૃશ્ય જોઈ રાજા સહિત નગરજનો હર્ષથી ઝૂમી ઉઠ્યાં.
શ્રેણિક અને અભયકુમારના મનમાં મૂંઝવણ પેદા થઈ કે, ‘કંદોઈના ભાગ્યમાં જલકાંતમણિ ક્યાંથી? મરૂભૂમિમાં કલ્પવૃક્ષ ક્યાંથી? અવશ્ય આ રત્નનો માલિક કોઈ બીજો હોવો જોઈએ.’ અભયકુમારે વેધક પ્રશ્ન પૂછયો, “હે કંદોઈ! તારા ભાગ્યમાં આ મણિ ક્યાંથી ? જો તારી પાસે મણિ