________________
૫૩૯
•..૧૪
...૧૫
*. ૧૬
આંગળીઓમાં વેઢ (મુદ્રિકા) પહેરેલી હતી.
શેઠે કપાળે મોટું તિલક કર્યું હતું. જાણે પૃથ્વીપતિ (રાજા) ન હોય તેવો શણગાર કર્યો હતો. આમ તો પ્રતિદિન તેઓ નિઃસાર વસ્ત્ર જ પહેરતા હતા. કારણકે ઘીનો વ્યાપાર ચીકણો હોવાથી મેલાઘેલા વસ્ત્રોમાં જ રહેવું પડતું હતું.
તેમનું શરીર ગંધાતું અને મસ્તક મેલું હોવાથી વાસ મારતું. તેથી લોકો તેમનાથી દૂર ભાગતા અને તેમની અવહેલના કરતા. આજે વણિકે ધિયા (ઘી વેચનારો)નો વેશ ત્યજી શ્રીપતિ શેઠનો સુંદર વેશ ધારણ કર્યો હતો.
શેઠની સુંદર વેશભૂષા અને શણગાર જોઈ ગંગા આહીરાણીનું મન પ્રફુલ્લિત થયું. તેણે શ્રીપતિ શેઠને બોલાવીને કહ્યું, “શેઠજી! ઘણા દિવસથી મારી પાસે જે ધૃત છે, તે આવીને તોલી (વજન કરી) લઈ લ્યો.”
...૧૦ આહીરાણીની વાત આસપાસમાં રહેલા બીજા શ્રાવકોએ સાંભળી, ત્યારે તેઓ શ્રીપતિ શેઠને ઠપકો (ટીકા-નિંદા) આપવા લાગ્યા. “અરે શેઠજી! (તમે શ્રાવક થઈને) ઘીનો પાપમય વ્યાપાર કરો છો? માખણને અગ્નિએ ચડાવતાં અનંત જીવોનો સંહાર થાય છે. (તેની ખબર નથી ?)”
શ્રીપતિ શેઠ આ સાંભળી મનમાં લજ્જિત થયા. તેમણે આહીરાણીને ઠપકો આપતાં કહ્યું, “રે બાઈ!તું અહીં શા માટે આવી છે? આ સર્વશ્રાવકો મારી અવહેલના કરે છે.'
...૧૯ ગોવાલણી (આહીરાણી)એ કહ્યું, “સારું થયું, હું આવી તો મારું કાર્ય પણ થયું અને મેં દેવાધિદેવા જિનેશ્વર દેવને જોયા. તેમના દર્શન કરી, પૂજન-વંદન કરતાં મારું હૈયુંપુલકિત થયું છે.
... ૨૦ શેઠજી! આ જિનેશ્વર દેવનું પૂજન કરવાથી શું લાભ થાય ?” શ્રીપતિ શેઠે કહ્યું, “હે બહેન ! આ જિનદેવનું પૂજન કરવાથી યશ-કીર્તિ-પ્રતિષ્ઠા વધે છે. ઘરસંસાર વૃદ્ધિ પામે છે. વળી, પ્રભુભક્તિ કરવાથી પુત્ર સુખ મળે છે.'
... ૨૧ આહીરાણીએ વિસ્મિત થઈ કહ્યું, “જો જિનદેવ પૂજવાથી પુત્ર મળે તો તો હું અવશ્ય અદ્ભુત જિનપૂજા રીશ. હું ચોખ્ખા ઘીના ઘણાંદીવાઓ કરીશ અને નિત્ય જિનના જાપ કરીશ.”
... ૨૨ આ પ્રમાણે કહી આહીરાણી તૂપ (ઘી) આપી ચાલી ગઈ. (સમય જતાં) પુન્યના યોગે તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. તેનું નામ ગંગીયો (પોતાના નામ ઉપરથી) પાડયું. તે બીજના ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા માંડયો.
... ૨૩ ત્યાં અચાનક તેના પિતા ગોવાલ આહીર આ દુનિયા છોડી પરલોકની યાત્રાએ ચાલ્યા ગયા. પિતાના મૃત્યુ પછી તેમની પાછળ લક્ષ્મીએ પણ દેશવટો લીધો. ખરેખર! પુણ્ય ખૂટે ત્યારે ગમે તેટલું રોકવવાં છતાં કોઈ ક્ષણવાર પણ રોકાતું નથી.
... ૨૪ દૂહા :૨ ખરેખર! લક્ષ્મી, યૌવન, જૂઠા બોલવાની ટેવવાળો, સમય, સંઘરણી (રોગવાળો), હાથીના કર્ણ અને મૃત્યુકદી રોક્યાં રોકાતાં નથી. કવિ ઋષભદાસ કહે છે, હે જન સમુદાય!તમે એવું જાણજો. ... ૨૫
ઘડપણ, મૃત્યુ, કુભોજન, દારિદ્ર, રોગ, જમાઈ-પુત્રી અને વિજ્ઞ અનિચ્છાએ પણ આવે છે તેવું વિદ્વાનો કહે છે.
... ર૬