________________
૫૪૦
ઢાળ : ૩
ગંગા આહીરાણીના ઘરે અણધારી આફત આવી પડી. તે પોતાના પુત્રને લઈને નેસડો (નાનું ગામ) છોડી રાજગૃહી નગરીમાં આવી.
... 26
રાજગૃહી નગરીના શ્રીપતિ શેઠને ત્યાં આવી તેણે રડતાં રડતાં કરુણ સ્વરે પોતાની આપવીતી કહી ‘‘શેઠજી! મારા પતિએ પરલોકમાં પ્રયાણ કર્યું છે. તેમના પગલે પગલે લક્ષ્મીએ પણ વિદાય લીધી છે.... ૨૮ શેઠજી! દુઃખની વેળા આવી પડી તેથી હું સહાય માટે તમારી પાસે આવી છું. હું મારા પુત્ર ગંગીયાને પણ સાથે લાવી છું. હે શેઠજી! (મારા વિપરીત કાળમાં) જો તમે મને સાથ આપો તો હું અહીં રહું. વળી, (આ નગરમાં) અન્ય કોઈનો પરિચય ન હોવાથી મારી દુઃખભરી કથા કોને કહું?
... RG
... 30
આવા કપરા કાળમાં સ્વજનો ઓળખીતા હોવા છતાં મોં ફેરવી ચાલ્યાં જાય છે. શેઠજી! આ દરિદ્રતાનો મહિમા અતિ ભૂંડો છે. દુઃખની વેળાએ સગાપરિવર્તિત થઈ અણસગા (પરાયા) બને છે. ખરેખર! શૂરવીરની કસોટી સંગ્રામ (યુદ્ધ)માં થાય છે. જ્યારે ગઢ (પર્વત પરનો કોટ-કિલ્લો)નું ચણતર થતું હોય ત્યારે હાથીની પરખ થાય છે. હાથ વડે અપાતું હોય ત્યારે દાનની પરીક્ષા થાય છે; તેમ અનાથ સ્થિતિ (નબળી અવસ્થા)માં સ્વજનોની ઓળખ થાય છે.’’
... ૩૧
ગંગાના આવાં દયનીય વચનો સાંભળ્યા ત્યારે શ્રીપતિ શેઠે આર્દ્ર સ્વરે કહ્યું, “બેન! તમે અહીં રહી શકો છો પરંતુ તમે ભૂખ્યા રહેશો, જમવાનું નહીં મળે.’’
... ૩૨
ગંગાએ શેઠની વાત કબૂલ કરી. તે પુત્ર સાથે શેઠના ઘરે રહી. હવે પેટ ભરવા માટે ગંગા ઘરનું કામ કરવા લાગી અને ગંગીયો વગડામાં ઢોર ચારવા જતો. આમ, દુ:ખપૂર્વક દિવસો નિર્ગમન થતા હતા....૩૩ એકવાર કોઈ પર્વના દિવસે વગડામાં ગોવાળો એકઠાં થયાં. તેઓ ખીરનું ભોજન જમીને તરત જ આવ્યા હતા. સર્વ મિત્રો વગડામાં (વૃક્ષની છાયામાં) બેસી પરસ્પર ખીરની વાતો કરવા લાગ્યા. ત્યારે ગંગીયાને પણ ખીર ખાવાની પ્રબળ ઈચ્છા જન્મી.
...૩૪
તે જમવાના ટાણે ઘરે આવ્યો, ત્યારે માતાએ તેને ભાણામાં ઠંડી રોટલી આપી. ગંગીયાએ (છણકો કરી) તે રોટલી ન લીધી. તેણે હઠ કરી ઘી અને ખાંડ મિશ્રિત ખીરની માંગણી કરી.
... ૩૫
માતા ત્યારે (ગરીબીના કારણે) ગળગળી થઈ ગઈ. અરે ભૂંડા! તું અણછાજતું (અકલ્પ્ય) યાચે છે ?’’ કર્મની વિચિત્ર કથા જુઓ! જેના ઘરમાં ગાય-ભેંશ જેવા દૂઝણા ઢોર છે. ... 38
તેઓને દૂધ ૫ અને દહીં ભાવતાં નથી, જ્યારે અહીં તો થોડાં પણ દૂધ-દહીં નજરે જોવા મળતાં નથી. સાલસ(રંક) બાળક ખીરના ભોજન માટે રડી રહ્યું હતું. પુત્રના રુદનથી લાચાર માતા આંખમાં અશ્રુ લાવી બાળકને જોઈ રહી.
... 36
માતાએ વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું, ‘“હે પુત્ર! તું ખીરના ભોજનની ઈચ્છા છોડી દે, હઠ ન કર. હે વત્સ! તું ગરમ ભોજન પણ કેટલાય દિવસોથી પામ્યો નથી તો ખીરને કેમ સંસ્કૃત કરે છે ?’’
...૩૮
બાળક ગંગીયો કોઈ રીતે સમજ્યો નહીં. તે જીદે ચડયો. ત્યારે કંટાળીને માતાએ લાકડીનો પ્રહાર કર્યો. હવે ગંગીયો વધુ જોરથી રડવા લાગ્યો. ત્યારે ગંગીયાની માતા અત્યંત દુ:ખી થતાં ભાગ્યને ઉપાલંભ આપી બોલી, ‘“હે દેવ ! આ બાળકના પિતા મૃત્યુપામ્યા પણ માતા કેમ ન મરી ગઈ ?
... 36
શું હું આવા દુ:ખભર્યા દિવસો જોવા રહી છું? હે ભૂંડા દૈવ ! મુજ અબળાને આમ દુ:ખી શા માટે કરે