________________
૫૩૮
૨. કવિ ઋષભદાસ કૃત ‘કયવન્ના શેઠ’ રાસનું ભાષાંતર
દુહા : ૧
જે મરૂદેવી માતાના પુત્ર છે, તે પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથના ચરણોમાં વંદન હું કરું છું. જેમનું મુખ પૂનમના ચંદ્રમા જેવું સુંદર છે. જેના દેહનો વર્ણ સુવર્ણ જેવો છે.
...q
જેઓ ઈક્ષ્વાકુલ વંશના નાભીરાજાને ત્યાં અવતર્યા હતા. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે દેવતાઓએ અત્યંત હર્ષથી તેમને મેરૂ પર્વતના શિખર ઉપર લઈ જઈજન્માભિષેક કર્યો.
... 2
તે બાળકનું નામ ૠષભદેવ રાખ્યું. યૌવન વયે તેમના કન્યાઓ (સુનંદા અને સુમંગલા) સાથે વિવાહ થયા. લગ્નજીવનના ફળ સ્વરૂપે આ દંપતીના રૂપાળા ૧૦૦ પુત્રો તથા બે પુત્રીઓ સંતાન રૂપે હતા. તેમનો વંશવેલો વિપુલ પ્રમાણમાં વૃદ્ધિંગત પામ્યો. એવા દેવની સ્તુતિ કરતાં મનની આશાઓ પૂર્ણ થાય છે. તેથી જિનેશ્વરદેવનું નામસ્મરણ કરી કૃતપુણ્ય શેઠના રાસની રચના કરું છું.
... 3
....
ઢાળ : ૧
હવે કયવન્નાનો રાસ ગાઈશ. તે પૂર્વે તેના આગલા ભવ ઉપર પ્રકાશ પાડું છું; જે શ્રવણ કરતાં ભવ્ય જીવોને અત્યંત હષોલ્લાસ થશે.
... 4
મગધદેશની જ્યાં રાજગૃહી નગરી છે, ત્યાં એક નેસડા (ભરવાડોએ બાંધેલું ગામ)માં એક આહીર(રબારી) રહેતો હતો.
... §
આ આહીરનું નામ ગોવાલ હતું. તેના ઘરમાં ગંગા નામની એક સુંદર પત્ની (સ્ત્રી) હતી. આહીરે ઘણું દ્રવ્ય ખર્ચી પોતાનું ઘર બનાવ્યું હતું.
...6
આ આહીરના ઘરે ગાય, ભેંસ, બકરી, ઘોડા, બળદ ઈત્યાદિ પશુઓના ઘણાં જોડલાં હતાં. વળી તેના ઘરે ઘણા દાસ-દાસીઓ અને દોકડા (તે સમયનું ધન) હતા.
....
આહીરને ત્યાં ઘણાં પશુઓ હોવાથી બહોળા પ્રમાણમાં ધૃત (ઘી) એકઠું થતું. તે ધૃત શ્રીપતિ નામના વણિકને વેચતો હતો અને બદલામાં વણિક પાસેથી ધન મેળવતો હતો.
... G એક દિવસ હાથમાં ઘીના ઘડા ઉપાડી ગંગા આહીરાણી પ્રભાતના સમયે પોતાની દાસીને સાથે લઈને રાજગૃહી નગરીમાં જવા નીકળી.
... ૧૦
ઢાળ : ૨
ગંગા આહીરાણી રાજગૃહી નગરીમાં આવી સૌ પ્રથમ શ્રીપતિ શેઠની દુકાને ગઈ. જ્યારે તેણે શ્રીપતિ શેઠને ન જોયો ત્યારે પાડોશીની દુકાને પૂછયું.
... ૧૧
(પાડોશીએ કહ્યું) ‘‘જિનમંદિરમાં જિનપૂજા કરવા ગયા છે. લોકોને વાટ જોવડાવવાની શેઠની ખરાબ આદત છે. બહેન ! શ્રીપતિ શેઠ આજે આવે તેવું જણાતું નથી. નાહક વાટ ન જુઓ. તમારું કોઈ કાર્ય પૂર્ણ
નહીં થાય.'’
... ૧૨
‘પાડો (અનિષ્ટ), પંડિત, નોકરાણી, દુકાનદાર, પાડોશી, મીંઢો, કુસ્તીબાજ (મલ્લ) અને ભિખારીને પરસ્પર ખાર(દ્વેષ) હોય છે.’
...૧૩
સ્વગત એવું વિચારી ગંગા ત્યાંથી ચાલી નીકળી. તે જિનમંદિરમાં આવી પરંતુ તેણે શેઠનું જુદું જ રૂપ જોયું. આજે શેઠ ઓળખાતા ન હતા. તેમણે રેશમી વસ્ત્ર, નવસરો હાર, સુવર્ણના કંગન અને દશે