________________
૫૩o
શાહના બાલ્યાવસ્થાથી અંતકાળ સુધીના જીવનના પ્રસંગોનું નિરૂપણ ચરિત્રાત્મક શૈલીમાં થયું છે.
મધ્યકાળની અન્ય નોંધપાત્ર પ્રબંધ રચનાઓમાં ‘કાન્હડે પ્રબંધ' – કવિ પદ્મનાભ; માધવાનંદ કામ કંદલા પ્રબંધ' - કવિ ગણપતિની; “સદયવસવીર પ્રબંધ' - કવિ ભીમની અને ‘હમ્મીર પ્રબંધ' - કવિ અમૃતકલશની કૃતિઓ પ્રાપ્ત થાય છે. પ્રબંધ સંજ્ઞાવાળી એક રૂપક કાવ્ય રચના ‘ત્રિભુવન દીપક પ્રબંધ' (૪૩૨ કડી) - પ્રાપ્ત થાય છે, જે જયશેખર સૂરિ કૃત પ્રબંધ ચિંતામણિ'ના આધારે રચાઈ છે.
કાયા નગરીનો આત્મરૂપી પરમહંસ રાજા માયાના રૂપમાં ફસાયો, તેથી તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો પડયો. મન, જે કારભારી હતો. તેણે રાજાને કેદમાં પૂર્યો અને પોતે સર્વસત્તાધીશ બની બેઠો. પોતાની માનીતી રાણી પ્રવૃત્તિના પુત્ર મોહને તેણે રાજા બનાવ્યો. અણમાનીતી રાણી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને તેણે દેશવટો આપ્યો. વિવેકને પરદેશમાં સુમતિ અને સંયમ જેવી પત્નીઓ અને પુણ્યરંગ પાટણનું નાનું રાજ્ય પ્રાપ્ત થયું. તેના સહયોગથી વિવેકે મોહને પરાજિત કરી વધ કર્યો. મોહના મૃત્યુથી પ્રવૃત્તિ અકાળે અવસાન પામી. મન વિવેકના ઉપદેશથી કષાયોને હણી શુક્લધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ્યો. આમ થતાં ચેતના રાણીએ અજ્ઞાતવાસમાંથી બહાર આવી પરમહંસ રાજાને પોતાનું પરમ ઐશ્વર્ય હાથ ધરવાનું સૂચન કર્યું. પરમહંસ રાજાએ કાયા નગરીનો ત્યાગ કર્યો અને પોતાનું સ્વરાજ્ય પુનઃ સિદ્ધ કર્યું.
આ જ્ઞાનગર્ભિત કથાનકમાં રૂપક રચના, વસ્તુ ગૂંથણી અને કવિ કલ્પનાનો વૈભવ નોંધપાત્રા છે. તેમાં કવિપ્રતિભાનો વિશિષ્ટ પ્રકારનું દર્શન થાય છે.