________________
૫૩૬
મધ્યકાલીન કાવ્ય પ્રણાલિકાને અનુસરીને ચરિત્રાત્મક વર્ણન પ્રધાન વિવાહલો કૃતિઓની રચના ૧૩મી સદીના પ્રારંભથી ૨૦મી સદી સુધીમાં રચાયેલી જોવા મળે છે.
૬. પ્રબંધ
(સંદર્ભ : ગુ.સા.મ., પૃ. ૬૦-૬૨)
મધ્યકાલીન સાહિત્યમાં સમકાલીન પરિબળોને કારણે ‘પ્રબંધ કાવ્ય'નો ઉદ્ભવ થયો. પ્રબંધ શબ્દ પરાક્રમ અને શૂરવીરતાનું સૂચક છે, તેથી પ્રબંધ કાવ્યમાં વીર પુરુષના પરાક્રમની સાથે ચરિત્રાત્મક અંશો ધરાવતી આ રચના છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારીએ તો પ્રબંધ એટલે પ્રકૃષ્ટ રીતે બાંધવું, ગ્રંથન કરવું.
પ્રબંધમાં વીરલ વિભૂતિના ચરિત્રનું નિરૂપણ પ્રશસ્તિ કેન્દ્રસ્થાને હોય છે. એ દૃષ્ટિએ વિચારતાં પ્રબંધ ઐતિહાસિક ચરિત્રાત્મક રચના છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રબંધનો અર્થ સુસંકલિત - સુવ્યવસ્થિત સાહિત્ય રચના છે.
મહાકવિ કાલીદાસે ‘માલ્વિકાગ્નિમિત્ર’ નામના નાટકના પ્રારંભમાં પ્રબંધ વિશે જણાવ્યું છે કે ‘ાવ્યનાવિ’ રચના. ‘વાસવદત્તા’ના કર્તા સુબન્ધુએ પ્રબંધનો અર્થ કથાત્મક રચના માટે જણાવ્યો છે. મણિલાલ બકોર વ્યાસે ‘વિમલપ્રબંધ’ની પ્રસ્તાવનામાં પ્રબંધનો અર્થ ગદ્ય-પદ્યમાં કરેલી સાર્થ રચના કર્યા છે.
સંવંત ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીના ગાળામાં ઐતિહાસિક પ્રબંધ રચનાઓ પ્રાપ્ત થાય છે. બલ્લલાળનો ‘ભોજપ્રબંધ'; કવિ જિનમંડનનો ‘કુમારપાળ પ્રબંધ'; મેરૂતુંગાચાર્ય કૃત ‘પ્રબંધ ચિંતામણિ'; રાજશેખરસૂરિ કૃત ‘ચતુર્વિશતિ પ્રબંધ' આદિ કૃતિઓ રચાઈ છે.
પ્રબંધ કાવ્યનો નાયક યુદ્ધવીર - મહાવીર હોય છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ કોટિના મહાપુરુષોના પ્રસંગો વીરરસને અનુલક્ષીને વર્ણન કરાયેલા હોય છે. વીર રસના સંદર્ભમાં પ્રબંધ
પવાડા-સલોકો જેવી રચનાઓ પ્રાપ્ત થાય છે.
વીરરસના ચાર પ્રકાર છે. તેમાં મહાભારતનો અર્જુન યુદ્ધવીર, યુદ્ધિષ્ઠિર ધર્મવીર, કર્ણ દાનવીર અને શિળિ દયાવીર છે. જૈન પ્રબંધ રચનાઓમાં ધર્મવીરનો ઉલ્લેખ નોંધપાત્ર ગણાયો છે.
પ્રાચીન મધ્યકાલીન સમયમાં કવિઓને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો. તે સમયે કવિએ રાજાના પરાક્રમ, શૌર્ય અને વીરતાની ચમકદાર શૈલીમાં પ્રશસ્તિ કરતા. ચારણ કોમ શૂરવીરતાનું વર્ણન કરવામાં જગપ્રસિદ્ધ છે.
હિન્દી ભાષાના સાહિત્યના વિકાસમાં પ્રથમ ‘વીરગાથા કાળ’ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમાં રાજાઓની વીરતા, પરાક્રમ અને યુદ્ધ વર્ણનની માહિતી મહત્ત્વની ગણવામાં આવી છે. ‘પૃથ્વીરાજ રાસો'; ‘હમ્મીર રાસ’; ‘બીસલદેવ રાસો' આ પ્રકારની કૃતિઓ છે. અંબદેવ સૂરિ કૃત ‘સમરા રાસુ’માં ભૌગોલિક માહિતી સાથે સમરા શાહે શત્રુંજય તીર્થ ઉપર ઋષભદેવના જિનાલયનું નિર્માણ, તીર્થયાત્રાનું વર્ણન છે. કવિ લાવણ્ય સૂરિની નવખંડમાં વિભાજિત, સં. ૧૮૬૮ની પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિ ‘વિમલ પ્રબંધ', જેમાં ગુજરાતના ચૌલુક્ય વંશના રાજા ભીમદેવના મંત્રી વિમલ