________________
૫૩૩
અંતે હંમેશાં પ્રશમ શાંત રસમાં પરિણમે છે. રાસનાયક અથવા રાસનાયિકા અંતે સંયમસિરિને વરે છે. અંત લગભગ દરેક રાસમાં નિશ્ચિત હોય છે. રાસના અંતે રાસશ્રવણથી, ગાવાથી કે સાંભળવાથી શું લાભ થશે તે દર્શાવવામાં આવે છે.
રાસા સાહિત્યના વિકાસમાં કવિઓનું યોગદાનઃ
શ્રી શાલિભદ્રસૂરિના “ભરતેશ્વર બાહુબલિ રાસ'થી પ્રગટેલા રાસરૂપી દીપકમાં તેલા પૂરવાનું કામ અનેક જૈન સાધુ કવિઓએ કર્યું છે.
૧૩ થી ૧૫ સદીમાં ધર્મસૂરિનો “જંબુસ્વામીરાસ'; વિજયસેનસૂરિ કૃત રેવંતગિરિ રાસ'; પાલ્હણનો ‘આબુરાસ'; વિનયચંદ્રરચિત ‘બારવ્રત રાસ'; આદિ...
| વિક્રમના ૧૬મા સૈકામાં લાવણ્ય કૃત ‘વિમલ પ્રબંધ રાસ' (૧૫૬૮), “વરચ્છરાજ-દેવરાજ' રાસ, સહજસુંદર કૃત ‘જંબુસ્વામી રાસ', “ઋષિદત્તા મહાસતી રાસ', “પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ', ‘તેતલીમંત્રીનો રાસ’, ‘પ્રદેશી રાજાનો રાસ', ‘સૂડા સાહેલી રાસ' આદિ..
સત્તરમા શતકથી દીપકની જ્યોત વધુ પ્રજ્વલિત બની. આ શતકમાં અનેક કવિઓએ એકથી વધારે કૃતિઓની રચના કરી. કદ અને ભાવ-કલા પક્ષથી પણ વિસ્તાર થયો. નયસુંદરે દશેક કથાત્મક રચનાઓ આપી, તો સમયસુંદરે ૧૯ નાની મોટી કૃતિઓ રચી. ખંભાતના શ્રાવક કવિ ત્રટષભદાસે ૩૨ જેટલી કૃતિઓની હારમાળા સર્જી.
અઢારમા શતકમાં જિનહર્ષે ૩૫ જેટલા રાસ અને વિક્રમ સર્યો. ‘આરામશોભા રાસ', શ્રીપાળ રાજાનો રાસ’, ‘જંબુસ્વામીનો રાસ' વગેરે રાસમાંથી ૮૬૦૦ કડીનો વિશાળકાય રાસ છે.
યુગપ્રધાન યશોવિજયજીએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં શતાધિક ગ્રંથો રચી ‘લઘુહરિભદ્રાય'નું બિરુદ મેળવ્યું. એમની ‘દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ' એક અલૌકિક કૃતિ છે. તે ઉપરાંત વિનયવિજયજીની અપૂર્ણ રહેલ કૃતિ ‘શ્રીપાળ રાજાનો રાસ' એમણે પૂર્ણ કરી.
જ્ઞાન વિમલસૂરિએ જંબૂરાસ, અશોકચંદ્ર રાસ વગેરે ૦ રાસાઓની રચના કરી. વળી, ઉદયરત્ન વાચકે ૧૯ રાસકૃતિઓ રચી. આ ઉપરાંત મેઘવિજયજી, વિનયવિજયજી, વિધાવિજયજીએ નોંધપાત્ર ફાળો આપ્યો.
૧૯માં શતકમાં પદ્મવિજયે ચાર રાસની રચના કરી. ‘નેમિનાથ રાસ', “સમરાદિત્ય કેવલી. રાસ' (૯૦૦૦ કડીનો સૌથી મોટો રાસ), ‘ઉત્તમ વિજય નિર્વાણ રાસ', “જયાનંદ કેવલી રાસ'.
૧૮૨૯માં પંડિત વીરવિજયજીએ વિપુલ સાહિત્ય સર્જન કર્યું. “સુરસુંદરી રાસ', ધમ્મિલકુમાર રાસ’ અને ‘ચંદ્રશેખર રાસ' જેવી ત્રણ રાસકૃતિઓ રચી રાસના દીપકને પ્રજ્વલિત રાખ્યો.
બારમી સદીમાં ૪; તેરમી સદીમાં ૧૧; ચૌદમી સદીમાં ૨૬; પંદરમી સંદીમાં ૯૦; સોળમી. સદીમાં 363; સત્તરમી સદીમાં પ૦૪; અઢારમી સદીમાં ૨૧૨; ઓગણીસમી સદીમાં પ૬ કૃતિઓ પ્રાપ્તા