________________
૫૩૨
૪. કથાસ્વરૂપ : ઢાલ, ચોપાઈ કે દુહાઓમાં કથાનું વર્ણન હોય. કથાની અભિવ્યક્તિ માટે કવિ પાત્રોનો આધાર લે છે. પાત્રાલેખન તરીકે મુખ્યત્વે રાસનાયક, રાસનાયિકા તો વળી ક્યાંક ખલનાયક કે ખલનાયકિાનું આગમન થતું હોય છે. આ કથા સુખ-દુ:ખ, સાહસ, વિરહ-મિલન, સત્સંગ, સદ્ગુરુ દ્વારા કહેવાતી. પુનર્જન્મ વૃત્તાંત, કર્મની ફિલોસોફીનું નિરૂપણ, મોક્ષમાર્ગે પ્રયાણ, કર્મબંધનથી મુક્ત થવાતો પ્રયત્ન, સ્વર્ગારોહણ અથવા સિદ્ધ પદને હાંસલ કરવા આવા ઘટકોથી ગૂંથાયેલી હોય છે. ૫. અવાંતર કથાઓઃ કર્મનો વિપાક દર્શાવવા કવિશ્રી અવાંતર કથાઓ જોડે છે.
:
૬. વિવિધ વર્ણનો ઃ ઋતુ વર્ણન, પર્વત વર્ણન જેવાં પ્રાકૃતિક વર્ણનો; જિનાલયોનાં વર્ણનો, પૂજાવિધિ, વ્રત કે અનુષ્ઠાનોના વર્ણનો; નગર વર્ણનો, કવિ ઋષભદાસજીએ હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું ચિત્તાકર્ષક વર્ણન કર્યું છે; સ્ત્રી પુરુષોના અંગોનું વર્ણન; વેશભૂષા કે યુદ્ધનું વર્ણન.
૭. સુભાષિતો ઃ હરિયાળી, સમસ્યા, કોયડાઓ, રૂઢી પ્રયોગો, કહેવતો પ્રસંગોપાત ગૂંથાયેલી હોય છે. ૮. વિવિધ દેશીઓ : છંદ, રાગ-રાગિણી વગેરે વણી લેવામાં આવ્યા હોય.
૯. લોકજીવન ઃ તે સમયનું લોકજીવન રાસમાં છતું થાય છે.
:
૧૦. ગુરુ અને ગુરુપરંપરા રાસના અંતે કવિ પોતાના ગુરુ અને ગચ્છનો પરિચય આપે છે. જેમ કે - * હેમસોમ ગરુરાય સુસીસ તિયાં તણા રે વાચક લદવીધાર; ગ્યાંનનંદી ગુરુરાજ તણઈ સુપસાઉ લઈ રે જયવંતોપરિવાર... શ્રાવક કવિ ઋષભદાસે પોતાના પિતા-પિતામહનું નામ ટાંક્યું છે‘મહીરાજનો સુત સંઘવી સાંગણ, પ્રાગ્યશીય પ્રસિદ્ધો રે; સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભ જ દાસ; જનની સરૂપાહે શિર નામી, જોડયો ભરતનો રાસ રે
૧૧. નામ : અંતમાં રચનાકાર પોતાનું નામ ટાંકે છે. કોઈ કોઈ કવિઓ નામના મોહથી મુક્ત પણ રહ્યા
છે.
૧૨. ઉપદેશ : પ્રત્યેક રાસમાં ઉપદેશ તત્ત્વ સમાયેલું હોય છે. કવિનો મુખ્ય હેતુ કથા દ્વારા ઉપદેશ આપી જૈન ધર્મના સિદ્ધાંતોની પ્રરૂપણા કરવાનો હોય છે. જેમ કે - કયવન્નારાસમાં દાનધર્મની મહત્તા બતાવી સુપાત્રને ભાવપૂર્વકદાન આપવાનો ઉપદેશ સમાયેલો છે.
૧૩. રસનિષ્પત્તિ : રાસ પ્રાયઃ : શૃંગાર રસથી પ્રારંભ થઈ અંતે પ્રશમરસમાં પ્રણમી જતા હોય છે. કથાને રસીક અને જનભોગ્ય બનાવવા કવિ કથામાં વિવિધ રસોનું પ્રયોજન કરેછે.
કથાનકમાં વિષયભોગોના ત્યાગની સાથે સાથે ઉદ્દીપક શૃંગારરસનું વર્ણન હોય છે પરંતુ
૧. ભુવનકીર્તિગણિ કૃત અંજનાસૂરિ રાસ. ૨.જૈ.ગુ.ક.ભા.-૩, પૃ.-૪૩.