________________
૫૩૧
પરસ્પર એકબીજાના પર્યાયવાચી બની જતા જણાય છે. તેથી જ ૧૫૬૦માં રચાયેલા લાવણ્યસમયનો. ‘વિમલપ્રબંધ ઐતિહાસિક હોવા છતાં તેનું કાવ્ય સ્વરૂપ રાસો' જેવું છે.
ભરતેશ્વર બાહુબલિ રાસ' પછી ૧૬ વર્ષે સૌથી નાનામાં નાની કૃતિ કવિ આસગિ કૃતા ‘જીવદયા રાસ' (ક.૫૩) મળી આવે છે. જે સં. ૧૨૫૦ જાલોર પાસેના સહિજગપુરમાં રચાઈ છે.
ભરત-બાહુબલિથી પ્રગટ થયેલા રાસરૂપી દીપકમાં અનેક કવિઓએ રાસ રચનારૂપ તેલા પૂરી પ્રજ્વલિત રાખ્યો છે. લગભગ ૧૫૦ વર્ષના ગાળામાં રાસનો કાવ્ય પ્રકાર વધુ ખેડાયો. જેથી પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે. કા. શાસ્ત્રી આ યુગને “રાસાયુગ' સંજ્ઞા અભિપ્રેત કરે છે. એ યુગમાં જૈનેતર સાહિત્ય ભાગ્યે જ જોવા મળે છે. એક માત્ર જૈનેતર રાસ મુસલમાન કવિ અબ્દુલ રહેમાનનો “સંદેશક રાસ' ઉપલબ્ધ છે. આ યુગના અંતે શ્રીધર વ્યાસનો “રણમલ્લ છંદ', અસાઈતની “હંસાઉલી' અને ભીમનો ‘સંધ્યવત્સ વીરપ્રબંધ' જોવા મળે છે. આ કૃતિઓ રાસ કાવ્યો નથી પરંતુ પ્રબંધ જ છે.'
આ ગાળામાં રાસાનું કદ વિસ્તાર પામ્યું તેમ એની કથાવસ્તુનું ફલક પણ ઠીકઠીક વિકાસ પામ્યું. ચારિત્ર ઉપરાંત ઈતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામ્યું. ૧. રાસનું બંધારણ : પ્રાયઃ બધા રાસમાં પ્રારંભમાં મંગલાચરણ હોય છે. આ મંગલાચરણ તીર્થંકર ભગવંત, સદ્ગુરુ કે માતા શારદાની સ્તુતિ હોય છે.
કવિ કનકસુંદર રચિત “સગાલશાહ રાસ’માં ચોવીશ તીર્થંકર, સરસ્વતી દેવી અને સુગુરુનું સ્મરણ કર્યું છે.”
હિતશિક્ષા રાસમાં કવિ બદષભદાસે સરસ્વતી દેવીના ૧૬ નામ દર્શાવી મંગલાચરણ કર્યું છે.” આમ, દરેક કવિ પોતાની શ્રદ્ધા પ્રમાણે મંગલાચરણ કરે છે. ૨. નામ કવિ જે રાસ રચવાના છે તેના વિષયનો ઉલ્લેખ કરે છે. જેમકે
સકળ સિદ્ધ સમરી કરી, રચું હીરનો રાસ.” એ જ રીતે જિનરાજસૂરિ ગજસુકુમાર રાસ'માં કહે છે.
સોહમ વચન હિયઈ ધરી, ગયસુકુમાલ ચરિત્ર" ૩. નગર સ્થાનનો ઉલ્લેખ : ચરિત્ર નાયકના વતન વિષે ઉલ્લેખ કરવામાં આવતો. જેમાં ક્રમશઃ દ્વીપ (જંબુદ્ધીપ), ક્ષેત્ર (ભરતક્ષેત્ર), નગરી (અયોધ્યા)નો ઉલ્લેખ થતો.
‘જંબુદ્વીપદક્ષણ ભરત ઠાંમ, તેહમાંહિ ભ(ચ)દ્ર અચલપુર ગ્રામ;
વસિતિહાં ધન વિક્રમ ભૂપ, તસધરણી ધારણીય સ્વરૂપ.” ૧.ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, મંજૂલાલ મજુમદાર, પૂ. પ૦૮ ૨. જે.ગુ.ક.ભા-૩, સં. જયંત કોઠારી, પૃ. ૧૪ 3. જૈ.ગૂ.ક.ભા.-3, પૃ.૫૦. ૪. જૈ.ગૂ.ક.ભા.-૩, પૃ.-૬૪. ૫. જૈ.ગુ.ક.ભા.-3, .-૧૧૧ ૬. ગુણસાગર ઉપાધ્યાયકૃત ‘નેમિચરિત્રમાલા', જે.ગૂ.ક.ભા.-૩, પૃ.-૨૩૩.