________________
૫૩૦
શૈલીનું ખંડકાવ્ય માને છે.
પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે.કા.શાસ્ત્રી અને તેમને અનુસરીને ધીરજલાલ ઘ, શાહે રાસની ઉત્પતિ પ્રાચીન ગેય રસમાંથી માની છે. રાસ મૂળ તો તાળીઓથી અને દાંડિયાથી તાલ આપીને ગોળ ફરતાં ગવાતી નાની ગેય રચના હતી. આ રાસનો વિષય ધાર્મિક સ્તવનો, ઉપદેશ, જૈન તીર્થંકરો, સૂરિઓ અને શ્રેષ્ઠિઓના ચરિત્રો, તીર્થ સ્થળોના મહાભ્ય ઈત્યાદિ રહેતો.
કાળક્રમે રાસમાંથી ઉત્કટ ગેય તત્ત્વ અને અભિનય તત્ત્વ લુપ્ત થયું. તેમાં ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાઓ અને પ્રસંગોનું નિરૂપણ ઉમેરાયું, તેથી રાસનું સ્વરૂપ વ્યાપક બન્યું. આ રીતે ‘રાસ' માંથી “રાસા'નું સ્વરૂપ ઘડાયું. એ પ્રબંધ સાહિત્યની સમીપ આવ્યું. પછી આવી કૃતિઓ રાસા’ કે ‘પ્રબંધ’ના નામે વહેતી થઈ.”
સાહિત્યના સાધક અનંતરાય રાવળના મતે “રાસ એટલે સુગેય કાવ્યપ્રબંધ.એની રચના વિસ્તારમાં પ્રથમ ટૂંકી અને ઉર્મિકાવ્ય જેવી પણ સમય જતાં આખ્યાન પદ્ધતિની બની. પૂર્વે કાલીન લાંબા ગેય કાવ્ય અને અપભ્રંશ મહાકાવ્યના અનુસરણનું એ પરિણામ. અપભ્રંશ મહાકાવ્ય સંધિઓ (સર્ગો)માં વિભક્ત હોય છે. સંધિઓ ધીમે ધીમે અદશ્ય થતાં મહાકાવ્યનું સ્થાન કડવાબદ્ધ ગેય કવિતાએ લીધું, એ કવિતા તે રાસ.*
સાહિત્યકાર પ્રો. વિજયરાય વૈધ અનુસાર “રાસ કે રાસો પ્રાસયુક્ત પધમાં (દુહા, ચોપાઈ કે દેશી નામે ઓળખાતા વિવિધ રાગોમાનાં કોઈમાં) રચાયેલું ધર્મવિષયક કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય તેવું પણ સમકાલીન દેશસ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું દીર્ઘકાવ્ય.'
રાસા સાહિત્યનો પ્રારંભ :
ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પ્રાચીન રાસકૃતિ મળે છે તે શાલિભદ્રસૂરિની છે. તેમણે ઈ.સ. ૧૧૮૪માં ભરતેશ્વર બાહુબલિ રાસ'ની રચના કરી છે. વીરરસ પ્રધાન, ૨૦૩ કડીનું સંક્ષિપ્ત કથાપ્રસંગવાળું આ કાવ્ય વસ્તુપાળ-તેજપાળ (ભીમદેવ)ના સમયમાં રચાયું છે. ત્યારથી રાસા સાહિત્યનો પ્રારંભ ગણી શકાય.
જો કે “પ્રબંધ' કાવ્ય પ્રકારનું સ્વરૂપ દર્શાવતાં “ગુજરાતી સાહિત્ય સ્વરૂપો'માં લખ્યું છે કે“વીરરસ પ્રધાન અને ઓજસભરી શૈલીવાળું કાવ્ય પ્રબંધ કહેવાય છે કારણકે પ્રબંધનું કથાવસ્તુ ઈતિહાસ અને દંતકથાના મિશ્રણથી બન્યું હોય છે. તેથી શાલિભદ્રસૂરિનો ઈ.સ. ૧૧૮૪માં રચેલો ‘ભરતેશ્વરબાહુબલિ રાસ’ આમ જોવા જઈએ તો પ્રબંધ જ લેખાય. એ રીતે રાસ અને પ્રબંધ શબ્દ
૧. ભગવદ્ગોમંડળ, લે. ભગવતસિંહજી, પૃ. ૦૬૩૬. ૨. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પૃ. ૨૦, લે. વિજયરાજ કલ્યાણરાય વૈધ, ઈ.સ. ૧૯૪૩, અ.પ્ર. ૩. (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, મંજુલાલ મજુમદાર, પૃ. ૧૦)