________________
૫૨૯
છે. કેટલીક સુંદરીઓ વાધને અનુરૂપ નૃત્ય કરતી, કેટલીક સ્ત્રીઓ વૃંદમાં ગીત ગાતી હતી. એ ગીતો બળરામ અને કૃષ્ણના પરાક્રમોને વણી લેતાં સંકીર્તન કરતાં ગીતો હતાં. નૃત્ય કરનાર સ્ત્રીઓ હાથથી તાલ આપતી.
બ્રહ્મપુરાણ અનુસાર
"गोपी परिवृत्तो रात्रिं शरच्चन्द्र मनोरमाम् । मायामास गोविन्दो रासारम्भरसोत्सुकः ।।
“ગોપીઓથી વીંટળાયેલ અને રાસનો આરંભ કરવાના રસને માટે ઉત્સુક કૃષ્ણે શરદની મનોરમ ચાંદની રાત માણી.’’
ભાગવતના દશમ સ્કંધ, અધ્યયન-૩૩, શ્લોક-૨,૩માં ‘રાસ' શબ્દનો પ્રયોગ થાયો છે. “એક એક ગોપી અને એક એક કૃષ્ણ એવી રચનાથી રાસ રમાતા.''
શારદાતનય અનુસાાર :
‘ઉરૂ, જંઘા અને બંને હાથના ચલન વડે નર્તન થાય તે રાસક કહેવાય. નાટ્યદર્પણમાં હલ્લીસકની આ જ વ્યાખ્યા છે. તેથી હલ્લીસક અને રાસક બન્ને એક જ માની શકાય.
શ્રી દશવૈકાલિકની ટીકા અને ધર્મબિંદુ વૃત્તિમાં રાસાની રચનાનો ઉદ્દેશ રજૂ થયો છે. स्त्री मूढ मूर्खाणां नृणां चारित्रकांक्षिणां । शनुग्रहार्थे सर्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ।।
વળી, હેમચંદ્રાચાર્યે‘છંદાનુશાસન’ (પૃ.૩૫)માં રાસની વ્યાખ્યા દુહામાં દર્શાવી છે. सुणिधि वसंत पुरपोठ धुरंधिहं रासु ।
रवि तह हुआ तन्खाणि याहिक निरासु ।।
પંદરમી સદીમાં ‘ભરતકોષ'માં કુંભકર્ણદંડકરાસની માહિતી નીચે પ્રમાણે આપી છે. ‘‘૮, ૧૬, ૩૨ કે ૬૪ સુંદરીઓ જેના હાથમાં સોનાના એક હાથ લાંબા અને અંગુઠા જેટલા જાડા દાંડયા રહેતા. તેમાં જોડી સાથે અગળ, પાછળ કે પડખે થવાની ક્રિયા, લયયુક્ત અને તાલયુક્ત નૃત્યની સાથે પાર્શ્વ સંગીત રહેતું. ચારી, ભમરી વગેરે ધાતભેદ રહેતા. ઉરુ, જંધા અને પગના વિવિધ મંડળો રચાતા. રાજાની સમક્ષ થતા આ નૃત્યમાં દેશાનુસાર દંડ, ચામર, મલમલયુક્ત દંડ કે ચૂરિકા દંડ પણ રાખવામાં આવતા.
આમ, રાસ એક ગેય નૃત્ય પ્રકાર છે. જેને ગુજરાતમાં પ્રચલિત ગરબા અને રાસ સાથે ચોક્કસ સંબંધ છે.
'સમર્થ સાહિત્યકાર ડૉલર રાય માંકડ રાસાઓને સ્વતંત્ર કાવ્યપ્રકાર ન માનતા કથા
૧. અધ્યયન-૮૧, શ્લોક-૨. ૨.ભરતકોષ, ભરતમુનિ, પૃ.૮૫.
૩. ગુજરાતી સાહિત્યના સ્વરૂપો - મંજુલાલ મજુમદાર, પૃ. ૮૧૮