________________
થાય છે.
૫૩૪
બારમી સદીથી પ્રગટલો રાસરૂપી દીપક ૧૭ સદીમાં વધુ પ્રજ્વલિત થઈ ઝગમગતો રહ્યો. આજે સાહિત્ય રચનાનો પ્રવાહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર પલટાઈ ગયો હોય એ કારણે કદાચ રાસની રચના થતી હશે.
રાસનું ગેયત્વ
રાસાઓ માત્રામેળ છંદમાં અને દેશીઓમાં રચવામાં આવ્યા છે. તેમાં દેશીઓની વિવિધતા જોવા મળે છે. ક્યારેક એક જ ઢાળમાં બે-ત્રણ દેશીઓ યોજાયેલી હોય છે. જયંત કોઠારીએ જૈ.ગૂ.ક.ભા.-૮માં ૨૩૨૮ નાની અને ૧૨૩ મોટી દેશીઓ નોંધી છે. જે રાસની ગેયતા સિદ્ધ કરે છે. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ની બધી જ ઠવણીઓ ગેય ગીતોમાં છે.
મધ્યકાલીન રાસાઓમાં દુહા, ચોપાઈ, સવૈયા, જેવા માત્રામેળ છંદો ઉપરાંત ઉપજાતિ, ાંદુલ, માલિની જેવા સંસ્કૃત વૃત્તો પણ યોજાયા.
આમ, રાસાઓનું ગેયત્વ વિવિધ છંદો અને દેશીઓથી સમૃદ્ધ હતું.
૫. વિવાહલો કાવ્ય સ્વરૂપ
(જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો)
મધ્યકાલીના જૈન સાહિત્યના વિવિધ કાવ્ય પ્રકારોમાં ‘વિવાહલો’ એક વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના છે. વિવાહલઉ, વિવાહલુ જેવા શબ્દ પ્રયોગો કવિઓની કૃતિઓમાં જોવા મળે છે. ‘ઉ’ ગુણ વૃદ્ધિથી ‘ઓ’ થતાં વિવાહલો શબ્દ અને ‘ઉ’ હસ્વ કરતાં ‘વિવાહલુ’ શબ્દ નિષ્પન્ન થાય છે.
‘વિવાહલો’નો લોકપ્રચલિત અર્થ વિવાહ, લગ્ન સાથે સંબંધ ધરાવે છે. સંસારી જીવનમાં વિવાહ એ આનંદ અને મંગલનો પર્વ હોવાથી શાનદાર રીતે ઉજવાય છે. નર-નારીનું મિલન, ગૃહસ્થાવાસમાં પ્રવેશનો ઉત્સવ એ વિવાહ છે.
હિંદુ ધર્મમાં લગ્ન એ પવિત્ર કરાર છે, માટે વિવાહ સંસ્કારનું મૂલ્ય ઉચ્ચ કોટિનું મનાય છે. વિવાહના આ સાંસ્કૃતિક સંદર્ભ પછી જૈન કવિઓએ ‘વિવાહલો’ કૃતિની રચના કરી છે. વિવાહલો એ દેશી શબ્દ છે. કાવ્યરચનામાં વિવાહલોની દેશી એવો શબ્દ પ્રયોગ પણ જોવા મળે છે.
વિવાહલો એટલે વિવાહ પ્રસંગનું નિરૂપણ કરતું ચરિત્રાત્મક કાવ્ય. વિવાહલોના પર્યાયવાચી શબ્દોમાં ધવલ, મંગલ, વેલિનો પણ સમાવેશ થાય છે.
જૈન સાહિત્યમાં વિવાહલો આધ્યાત્મિક અર્થ એવો છે કે સંસારનોત્યાગ કરી, સંયમ સ્વીકારી, પાંચ મહાવ્રતના પાલન દ્વારા મુક્તિવધૂને વરવાના પ્રસંગનું નિરૂપણ. બીજા શબ્દોમાં કહીએ તો તે આધ્યાત્મિક વિવાહ છે. ભૌતિક વિવાહમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક વિવાહમાં જોડાવવાની આત્મવિકાસની પરમોચ્ચ સ્થિતિનું નિરૂપણ એ વિવાહલો કાવ્ય છે.
શ્રી હેમચંદ્રાચાર્યએ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ’ ગ્રંથની રચના કરી છે. તેમાં પ્રથમ પર્વ સર્ગ-૨, શ્લોક ૭૬૮ થી ૮૦૯માં શ્રી ઋષભદેવ ભગવાનના સુનંદા અને સુમંગલા સાથેના લગ્નપ્રસંગનું વર્ણન