________________
ઝળહળતાં હતાં. તાજા ફૂલની સુગંધ સર્વત્ર પ્રસરતી હતી. સુવર્ણના સિંહાસન ઉપર મૂર્તિ શોભી રહી હતી. લોકોમાં વાત વહેતી મૂકવામાં આવી કે, ‘‘કયવન્નો મરીને યક્ષ થયો છે. તે લાપસી, લાડુ અને પુષ્પનો હાર માંગે છે. નર-નારી સૌ યક્ષપૂજન માટે આવો. જે નહીં આવે તેને રાજદંડ થશે, યક્ષ દુઃખદેશે.’’(૨૦૫-૨૯૦) આમ, કવિશ્રી દીપ્તિવિજયજીએ આ ઘટકાંશને સુંદર રીતે ખીલવ્યો છે. સંસ્કૃત શ્લોકો ઉમેરી
પોતાની પંડિતાઈનાં દર્શન કરાવ્યાં છે.
કવિશ્રી ફતેહચંદજી : ‘‘છોરૂવાલી સબ નારીયાં રે, આવે પુજણ કાજ’’ (૫) અહીં નૈવેધ તરીકે કોઈ વસ્તુનો ઉલ્લેખ થયો નથી.
સમાજ દર્શન :
૧. પ્રાચીન કાળમાં લોકોમાં દેવ-દેવીઓ પ્રત્યે શ્રદ્ધા, સમર્પણભાવનો ભારે વ્યાપ હશે. વર્તમાન કાળે માતાજીની પહેડીની પરંપરા વ્યાપક છે.
યક્ષ કે દેવ-દેવીનું પૂજન ન કરવાથી ઘરમાં અનિષ્ટ થાય તેવો આતંક લોકોના મનમાં ઘર કરી ગયો હતો તેથી લોકો કીડિયારાની જેમ દર્શન કરવા ઉમટયાં હતાં. (કવિશ્રી રતનસૂરિજી - ૧૦૮)
૨.
3.
૪.
૫.
૫૧૭
o.
અહીં અંધશ્રદ્ધાની વ્યાપક્તા દૃષ્ટિમાન થાય છે. તત્ત્વજ્ઞાનના અભાવમાં લોકોએ દેવી-દેવતાની પાછળ દોટ મૂકી છે.
૬.
યક્ષ પૂજના માટે ‘ચૌદસની તિથિ' નોંધાયેલી છે. (કવિશ્રી ગુણસાગરજી - ઢા.૪, ક.૮ અને અજ્ઞાત કથાકાર) તે સમયે ચૌદસના દિવસે કુળદેવી-દેવતાનું પૂજન પ્રચલિત હશે.
૮.
નૈવેધમાં 1 લાડુ, લાપસીનો ઉપયોગ થતો હશે. આજે પણ બાળકોના ચીડ-જુહાર (મુંડન)માં લાડુ, લાપસી અને ખાજા બનાવવાની પ્રથા હિન્દુ સમાજમાં પરંપરાગતપણે પ્રચલિત છે.
કવિશ્રી દીપ્તિવિજયજીએ લાપસી, લાડુ સાથે ફૂલનો હાર નૈવેધ તરીકે નોંધ્યો છે.
યક્ષ મૂર્તિને સુવર્ણ અને રત્નોના અલંકારોથી વિભૂષિત કરવામાં આવી હતી.
જેમ મંદિરોમાં દેવ-દેવીઓની મૂર્તિને સજાવવામાં આવે છે. તેનું અનુકરણ યક્ષમૂર્તિ પ્રસંગે થયું છે. લોકો કુળદેવી સમક્ષ પ્રસાદ ચડાવી, કુળની ઉત્તરોત્તર પ્રગતિની કામના કરતા હશે. (કવિશ્રી દેપાલજી - ૧૧)
૯.
સમાજમાં સરપંચનું (રાજાજ્ઞાનું) વર્ચસ્વ હશે. તેમની આજ્ઞાને સર્વસ્વ ગણી લોકો અક્ષરસઃ પાલન કરતા હશે. તેનો પડઘો અહીં પડયો છે. (કવિશ્રી ગુણસાગર - ૧૦)
કવિશ્રી ગુણસાગરજીના સમયમાં સાસુ માટે ‘આઈ’ શબ્દનો પ્રયોગ થતો હશે. આવા સંબોધનથી સગપણની ગરિમા વધે છે.
યક્ષ દેવ સમક્ષ નૈવેધ કરવાની વિધિ કવિશ્રી વિજયશેખરજી (૨૯૦-૨૯૨) અને કવિશ્રી મલયચંદ્રજી (૯૦) દર્શાવે છે. વર્તમાનકાળે નાળિયેર વધેરી અડધું મંદિરમાં મૂકાય છે, અડધું પૂજારી પરત કરે છે. ૧૦. બાળકો પિતાને બાપા, તાત (કવિશ્રી જયરંગમુનિ); દાદા (કવિશ્રી મલયચંદ્રજી - ૯૪); ચાચા (કવિશ્રી
ગંગારામજી - ઢા.૨૪, ક.૧) કહીને બોલાવાતાં હશે. આ શબ્દો પિતૃપ્રેમ ઉજાગર કરે છે.
૧૧. તે સમયે ભોજનમાં લાડવા, ખીર, શીરો, લાપસી જેવાં વ્યંજનો પ્રચુર માત્રામાં વપરાતાં હશે. ભોજન વેળાએ કુટુંબના સભ્યો સાથે બેસી જમતાં હશે.
૧૨. દેવતા(યક્ષ)નું નામ ‘કામદેવ’ છે. (કવિશ્રી ગંગારામજી - ઢા.૨૨, ક.૧૪)
કયવન્નો કામદેવ જેવો સ્વરૂપવાન હોવાથી તેની મૂર્તિનું નામ કામદેવ આપ્યું હોવું જોઈએ.