________________
૫૧૮
૧૩. કવિશ્રી ગંગારામજીના સમયમાં લોકો “રઘુનાથજીની આણ' (રાજા રામચંદ્રજીની શપથ) લેતાં હશે.
(ઢા.૨૪, ક.૪) ૧૪. ચારે વહુઓ યક્ષપૂજન માટે નીકળી ત્યારે કોઈ ઓળખી ન જાય તે માટે તેમણે ‘ઘૂંઘટ તાણ્યો. (કવિશ્રી
કલ્યાણરત્ન-૪૯) અહીં સમાજમાંઘૂઘટની પ્રથા હોય તેવું જણાય છે.
- સ્ત્રીઓ સુંદરતાનું અભિમાનથી પ્રદર્શન ન કરતાં ચહેરાને સંતાડીને જીવતી હશે. ૧૫. સાળા માટે ‘ભગિનીબંધુ' જેવું સંબોધન કર્ણપ્રિય, મનભાવન અને હદયલુભાવન છે.
• બહુપત્નીત્વની પ્રથા :
પ્રસ્તુત કથાનકમાં કૃતપુણ્યની છ પત્નીઓ હતી. અજ્ઞાત કથાકાર છ પત્નીનો ઉલ્લેખ કરી અન્યા રચનાકારોથી જુદા પડે છે.
સાતે પત્નીઓ હળીમળીને રહેતી હતી. મહાનાયિકાને પારકી જણીને પોતિકી બનાવવાની સ્નેહાળવૃત્તિ હતી. અહીં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પ્રચલિત હતી.
પ્રાચીન કાળમાં શ્રીમંત શ્રેષ્ઠીઓ અને રાજવીઓની એકથી વધુ પત્નીઓ હતી. તેનું પ્રમાણ આગમ શાસ્ત્રમાં મળે છે. જેમ કે મહારાજા બદષભદેવની સુમંગલા અને સુનંદા નામની બે પત્નીઓ હતી. ભરતચક્રવર્તીની ચોસઠ હજાર રાણીઓ હતી. વાસુદેવની બત્રીસ હજાર રાણીઓ (વૈદિક મતે રૂમણી સહિત આઠ રાણીઓ) હતી. રાજા રામની સીતા સહિત ચાર પત્નીઓ હતી. લક્ષ્મણની ઘણી સ્ત્રીઓ હતી. મહારાજા શ્રેણિકની ત્રેવીસ રાણીઓ હતી. જંબુ કુમારના આઠશ્રેષ્ઠી કન્યાઓ સાથે વિવાહ થયા હતાં.
જૈનદર્શન અનુસાર પુરુષ કરતાં સ્ત્રીઓ ર૦ ગુણી + ર૦ છે. દેવીઓ દેવ કરતાં 3૨ ગુણી + ૩૨ છે. અને તિર્યંચાણી તિર્યંચ કરતાં 3 ગુણી +3 વધુ છે. આમ, દેવ, મનુષ્ય અને તિર્યંચમાં સ્ત્રીનું પ્રમાણ વધુ હોવાથી મનુષ્યમાં બહુપત્નીત્વની પ્રથા વિકસી હોવી જોઈએ.
• મહામંત્રીનું બુદ્ધિચાતુર્યઃ
પ્રસ્તુત કથામાં બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા બે મહાન કાર્યો સંપન્ન થયાં છે. (૧) સેચનક હસ્તીને ઉગારી જલકાંત મણિના સાચા હક્કદારને શોધી પોતાની બહેનના વિવાહ યોગ્ય શ્રેષ્ઠીવર્ય સાથે કરાવ્યાં. (૨) ચરિત્રનાયકના વિખૂટા પડેલા પરિવારનો મેળાપ કરાવ્યો.
આમ, વહીવટી આંટીઘૂંટી ઉકેલવામાં મહામંત્રી અભયકુમારનો સિંહફાળો રહ્યો છે.
• સંયમઃ
ધર્મના નવનીત સમી જિનવાણીના માધ્યમે સંયમનો પ્રાદુર્ભાવ થયો. જિનવાણી દિવ્યવાણી બની ગઈ. તેવું સર્વરચનાકારો સ્વીકારે છે. નાયકભોગના પનારે પડયો નથી પરંતુ ભોગતેને પનારે પડયા છે. કવિશ્રી કષભદાસજી ‘દીઈ દાનનિ, ભૈરવજાવઈરે, બઈસી સીબિકાઈ જિનકમિં આવઈરે' (૨૦૦) કવિશ્રી ગુણવિનયજી : “જિણમંદિરિ પૂજા કરી હો, દેઇ દાન ઉદાર; સાહમ્મીરછલ કીયઉ હો, ઘોસિ(ત) નગરિ અમારિ. હિવ સિવિકાયઇ આરહી હો, વાજતઇ વર તૂરિ. આગઇ નટુ એ નાચતે હો, પશિ પગિ દેતઉ'