________________
૫૧૬
ઢંઢેરો પીટાવ્યો કે, “યક્ષદેવ પ્રત્યે જાગે છે. તેની પૂજા અર્ચના કરો, તેને ભોગ ચડાવો જેથી રોગ દૂર થાય.” (ઢા.૨૨, ક.૦-૮)
પ્રસંગોપાત યક્ષની વેશભૂષા વર્ણવે છે. પ્રત્યક્ષ કયવન્નો તિશો, રૂપ રૂડું હો નખશીખ આકાર, પંચરંગ વાઘો પહેરણ, કાને કુંડલશોહે હિયડે હાર.' (ઢા.૨૨, ક.૧૨)
મૂર્તિને જોતાં બાળકોની ચેષ્ટામાં પિતાનો પ્રેમ દશ્યમાન થાય છે. ચારે બાળકો હસતાં ખેલતાં મૂર્તિ પાસે આવ્યાં. પોતાની મીઠડી ભાષામાં ગણગણ કરવા લાગ્યા કે, ““અહીં આવીને કેમ બેઠા છો? શું રીસાઈ ગયા છો? બાપા!ઘરે ચાલો. તમને દાદાજીની સોગંદ છે. તમે ખેંચતાણ ન કરો. શું તમે ઘરમાંથી ભાગીને અહીં આવ્યા છો? તમને અમે તેડીને જ જઈશું.” કોઈએ આંગળી પકડી, કોઈએ હાથ ઝાલગયો, કોઈપગ વળગ્યો, કોઈ હાથ ખેંચવા લાગ્યો. એકે કહ્યું, “બાપા! મારા છે.” ત્યારે બીજાએ તેને ગાળ આપી. એક ખોળામાં જઈને બેઠો. તો વળી એકે પિતાના ગાલ પર પ્રેમથી ચુંબન કર્યું. એકે કહ્યું, “આપણે બાપાની સાથે ભેગા બેસી જમશું.” બીજાએ કહ્યું, “હું! તમને જમવા નહીં દઉં.' એમ કહી મુખ આડે હાથ રાખ્યો. એકે કહ્યું, “લાડવા ખાશું.” તો બીજાએ કહ્યું, “ખીરખાંડ જમશું.” એકે કહ્યું, “થાળીમાં શીરા, લાપસી પીરસશું.” બીજાએ કહ્યું,
આપણે સઘળા ભેગાં બેસીને શિરામણ કરશું.' આમ બાપા સર્વના પ્રિય હતાં; એવું અહીં સ્પષ્ટ થાય છે. (ઢા.૨૩,ક.૧-૮)
આ સંવાદો બોલકા અને સ્કૂટરહ્યા છે. તેમાં મીઠી લોકબોલી છે. કવિશ્રી દીપ્તિવિજયજી : સાળા બનેવીનો વાર્તાલાપ સંવાદાત્મક શૈલીમાં આલેખાયો છે, જેમાં તેઓ બન્ને વચ્ચે હેતના સંબંધોની મીઠાશ અને અદભુત જુગલબંધી ઉજાગર થાય છે. કયવન્ના શેઠે કહ્યું, “એવો કોઈ સ્વજના નથી જેની સમક્ષ હું હૈયા વરાળ કાઢું. કંઠ સુધી દુ:ખ આવ-જા કરે છે પરંતુ પાછું હૈયામાં સમાઈ જાય છે.' અભયકુમારે કહ્યું, “એવી કઈ વાત છે જે છાની રાખો છો ? તમે અવદાત કહો, ભગવાનનું નામ-સ્મરણ કરો. તમારું કામ અવશ્ય થઈ જશે.”
કૃતપુણ્યએ કહ્યું, “આ રાજગૃહી નગરીમાં એક સાસુની ચાર વહુઓ છે. તેના ચાર રૂપાળા દીકરાઓ છે, તે મારા છે. હું બાર વર્ષ સુધી અત્યંત સુખ વૈભવમાં તેમના ઘરે રહ્યો છું. પણ હું એમનું ઠામ-ઠેકાણું કે પોળનું નામ જાણતો નથી. હે મગધાધીશ! મારું આ દુ:ખ તો ફક્ત ભગવાન જ જાણે છે. મારા પરિવારને મળવાની મને ઉત્કંઠા જાગી છે.” મહામંત્રીએ કહ્યું, “બનેવી! તમે ચતુર અને સુજ્ઞ હોવા છતાં તેનું સરનામું જાણતાં નથી ? તમે બાર વર્ષ ત્યાં રહ્યાં તે બલ તમને ખૂબશાબાશી.”
કૃતપુણ્યએ કહ્યું, “હું નિત્ય રંગરાગમાં ડૂબેલો રહ્યો. વળી, ગોખલાની બારીઓ પર તાળાં મારેલાં હતાં. મને અડધી ઘડી પણ તેઓ એકલો છોડતાં ન હતાં. જો તમે તેમને શોધી આપો તો તમને મારા ઉપકારી લેખીશ. તમે પૂર્વે પણ ઘણાં ઉપકારો કર્યા છે. તમે બુદ્ધિનિધાન છો. જેવી વાત હતી, તેવી જ વાત કરી છે. તમે મારું દુઃખ દૂર કરશો તેથી તમારી સમક્ષ મોકળા મને વાત કરું છું.” મહામંત્રીએ કહ્યું, “શેઠ! એક મહિનામાં હું તેમને પ્રગટ કરું છું. વધુ શું કહ્યું?'
સરોવરના તટ ઉપર ગગનચુંબી પ્રાસાદ ઊભો હતો. તેમાં કયવન્ના જેવી જ ચંદનની મૂર્તિ સ્થાપિત કરી. પ્રસંગોપાત કવિશ્રી મૂર્તિનો શણગાર દર્શાવે છે. મસ્તકે પંચરંગી પાઘડી હતી. શિરબંધ સોનેરી રંગનું હતું. કાનનું આભૂષણ સુવર્ણનું હતું. બાંયે બાજુબંધ હતાં. અંગે એકતાઈ પછેડી ઓઢી હતી. આ પછેડીમાં ફૂલની કારીગરી (કસબ) હતી. ગળામાં કિંમતી રત્નજડિત હાર હતો.
આ પ્રાસાદ કૃષ્ણાગાર ધૂપ અને કસ્તુરીની સુગંધથી મહેકી ઉઠયો. ચારે દિશામાં દીવાઓ