________________
૫૧૧
સાસુ પ્રત્યે તણતણાટ હોવા છતાં બળવો પુકારવાની હિંમ્મત ન હતી.
સંભવ છે કે તે કાળની સમાજ વ્યવસ્થા એ પ્રકારની જ હશે. ઘરની સર્વોપરી સત્તા સાસુના હાથમાં હશે. વડીલોનો વિનય કરવો એ ઘરના સભ્યોની અચૂક ફરજ ગણાતી હશે, તેથી પુત્રવધૂઓ સાસુને સર્વશ અનુસરતી હશે. વર્તમાન કાળે આ સંબંધોમાં તોતિંગ તફાવત જોવા મળે છે. સાસુ-વહુ વચ્ચે ઉપરછલ્લો સંબંધ રહ્યો છે.
અંજના સતીને ‘કુલટા’નું કલંક આપી સાસુ એ જ ઘરમાંથી કાઢી મૂકી હતી. અંજનાએ સચ્ચાઈ પ્રગટ કરવા ઘણાં પ્રયત્નો કર્યાં છાતાં સાસુએ તેની એક વાત ન સાંભળી. સુભદ્રા સતીએ જિનકલ્પી સાધુની આંખમાંથી પોતાની જીભ વડે કણું કાઢયું ત્યારે આ દશ્ય જોઈ સાસુએ સુભદ્રા સતીને ‘વ્યભિચારિણી' કહી ધુત્કારી. સતી પોતાના બચાવમાં કાંઈ ન કહી શકી.
પુત્રવધૂઓએ સાસુની સમક્ષ વિદ્રોહ કર્યો નથી પરંતુ સાસુથી છાનું જેણે પોતાના ઉપર ઉપકાર કરી વાંઝીયા મહેણું ટાળી પુત્રની ભેટ આપી છે, તેવા નાયકને પરોપકારના હેતુથી લાડવામાં રત્ન મૂકી ભાતામાં
આપ્યા.
દેવ-દેવીના નામે કરેલી કાલ્પનિક વાતો પણ લોકો સત્ય સમજી સ્વીકારી લેતાં હતાં તેથી જ વૃદ્ધાની ઉપજાવી કાઢેલી વાતોની કોઈ ચકાસણી ન કરતાં લોકોએ સહજ સ્વીકારી લીધી. આ ઘટકાંશ પરથી કહી શકાય કે, ભગવાન મહાવીરના સમયમાં ૩૬૩ પાખંડી મતોની બોલંબોલા હશે. અંધશ્રદ્ધાનો પવન પ્રચંડ વેગથી ફૂંકાતો હશે એટલે જ મહામંત્રી અભયકુમારે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે, ‘‘કયવો મૃત્યુ પામી યક્ષ બન્યો છે. લોકોએ શાંતિ માટે યક્ષદેવનું પૂજન કરવું જોઈએ.’’ આ સાંભળી લોકોનાં ટેળેટોળાં ઉમટી પડયાં. • વિધવા વિવાહ :
ભગવાન મહાવીરના સમયમાં જૈન સમાજમાં સતી થવાની કે પુનર્લગ્નની પ્રથા ન હતી. જૈન આગમોમાં સતી પ્રથાને સમર્થન અપાયું નથી. સંભવ છે કે જૈન નારી પ્રબુદ્ધ અને આત્મનિર્ભર હતી. પતિની ગેરહાજરીમાં શીલ પર આંચ આવી શકે પરંતુ શીલની સુરક્ષામાં તે સક્ષમ હતી. વળી, જૈન નારી સમક્ષ સાધ્વી બની ધર્મધ્યાનમાં શેષ જીવન સમર્પિત કરવાનો પ્રશસ્ત માર્ગ ખુલ્લો હતો. જે સમાજમાં વૈધવ્યના દારૂણ દર્દને સુખમાં પલટાવવાની સંસ્થા હોય ત્યાં સતી પ્રથાનું અસ્તિત્વ ટકતું નથી.
સતી પ્રથાને રોકવામાં પુનર્વિવાહ સહાયક બને છે પરંતુ તે સમયમાં જૈન નારીઓ માટે પુનર્વિવાહનો માર્ગ ખુલ્લો થયો ન હતો. તે પોતાનું જીવન અધ્યાત્મ માર્ગે જીવી શકતી. ધનશ્રી, લક્ષણવતી, મૃગાવતી જેવી વિધવા સ્ત્રીઓએ ભગવતી દીક્ષા લઈ શુદ્ધ સંયમ પાળી જૈનસંઘની સેવા કરી છે.
હા! સમય જતાં (વિ.૧૨મી સદી) મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળની માતા કુમારદેવીના પુનર્લગ્ન પ્રાગ્વટ કુટુંબના પરાક્રમી યુવરાજ ઠાકુર આસરાજ સાથે થયા હતા. તાત્કાલીન સામાજિક અને ધાર્મિક નીતિની ભાવનાથી કુમારદેવીના લગ્નને અવશ્ય નિંદનીય અને હીન કાર્ય સમજવામાં આવતું હતું. સમાજ તેને હલકી દૃષ્ટિથી જોતો હતો. આવું કાર્ય કરનારને કઠોર ભાવથી સમાજથી બહિષ્કૃત અને તિરસ્કૃત કરવામાં આવતો. સમાન અને ધર્મને આ કાર્ય અપસંદ હતું. શ્રદ્ધેય અને પૂજનીય માતા કુમારદેવીના પુણ્ય જીવનની કૃષ્ણકલાને કવિઓએ પાતક કાર્ય ગણી ઢાંકપિછોડો કર્યો છે. (વસ્તુપાળ-તેજપાળ ચરિત્ર)
વિધવા વિવાહ તે સમયની પ્રથા ન હોવા છતાં જો કોઈ સ્ત્રી નિઃસંતાન હોય, તેના ઘરનો કાર્યભાર સંભાળનાર કોઈ ન હોય તો પોતાના ધનની સુરક્ષા હેતુ કોઇને સંબંધી બનાવી તેની સાથે સહવાસ કરી સંતાન