________________
૫૧૦
ઉપાડયો. સાસુ મોર (આગળ) થઈ. તેને સાત માળની હવેલીના શયનખંડમાં પોઢાડયો. પ્રસંગોપાત કવિશ્રીએ સારાં કર્મથી ધર્મ અને કુકર્મથી કર્મ બંધાય છે; એવો કર્મવાદનો સિદ્ધાંત કથાપ્રવાહમાં ગૂંથાયો છે. અજ્ઞાત કવિને પ્રસંગવિસ્તારવામાં રસ નથી.
અજ્ઞાત બાલાવબોધ : સાસુએ કહ્યું, “પુરુષ એક શોધી આણસૂં.'' વહુઓએ (બિભત્સ વિચારનો સામનો કરતાં) કહ્યું, “માતા! આ વાત કેમ બને ?’’ સાસુએ (છળી ઉઠતાં) તાડૂકીને કહ્યું, ‘‘વધુ બોલશો તો તમને પણ ખાડો ખોડી દફનાવી દઈશ.'' ભયભીત, ગરીબડી ચારે સ્ત્રીઓ મૌન રહી. ડોશીની ધાકથી તેઓ કંપવા લાગી. નગરની બહાર છાવણીમાંથી નાયકને લાવ્યા પછી મહેલનો ઠાઠમાઠ જોઈ નાયકને દેવલોકનો આભાસ થયો. ચારે સ્ત્રીઓ બાર વર્ષ રાખી રાત્રિના સમયે ઉંઘમાં જૂના વસ્ત્રો પહેરાવી સાર્થમાં મૂકી આવી. સંવેદનશીલ ચારે સ્ત્રીઓએ લાડુમાં સવાક્રોડની કિંમતના રત્નો મૂક્યાં.
અજ્ઞાત કથા ઃ સોમધ્વજ શેઠનો પુત્ર પરદેશમાં મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ કોઈ રૂપાળા યુવકને નવખંડા મહેલમાં લાવવામાં આવ્યો. ચારે સ્ત્રીઓની ગૃહિણી જેવી અદા, વૃદ્ધાની દેવતા દ્વારા પ્રાપ્ત પુત્રની ઉપજાવી કાઢેલી વાત યથાવત્ છે.
ચારે બાળકો કયવન્ના જેવા દેખાવડા અને રૂપવંત હતાં. તેઓ પાંચ વર્ષના સમજણા થયા હોવાથી પિતાને ઓળખતા હતા. બાર વર્ષ પછી સાસુએ કયવન્નાને ઘર બહાર કરવાનો અફર નિર્ણય લીધો ત્યારે ન છૂટકે ચારે સ્ત્રીઓએ કહ્યું, ‘‘તમને ઠીક લાગે તેમ કરો.''
નાયકને બળદેવના દેવળમાં મૂકીને આવતાં ચારે સ્ત્રીઓ ચોધાર આસું સારતી પાછી ફરી. અહીં પ્રેમમાં પ્રિયપાત્રની જુદાઈનો ખાલીપો રૂંવેરૂવે કાળોતરો બની ચારે સ્ત્રીઓને ડંખતો હતો.
મળસકે કૃતપુણ્ય સ્વયં મીઠી નિંદ્રામાંથી જાગૃત થયો ત્યારે ચારે બાજુ જોવા લાગ્યો પરંતુ ત્યાં સ્ત્રીઓ, ચાર પુત્રો, રિદ્ધિ-સિદ્ધિ કે મહેલ કાંઈ ન હતું. તેણે ઊંડો નિસાસો નાખતાં વિચાર્યું, ‘જગતમાં સૌ સ્વાર્થનાં સગાં છે. મારી સ્ત્રી, જેને મેં બાર વર્ષથી છોડી છે તે મારી રાહ જોતી હશે. મારો પતિ ઘણું ધન કમાવીને લાવશે, એવી આશામાં એ જીવતી હશે પરંતુ હું તો આજ સુધી દરિદ્રી જ રહ્યો છું માટે કઈ રીતે ઘરે પાછો ફરું?’ તે જ સમયે નૈમિત્તિકનું વચન યાદ કરતી કયવન્નાની પત્ની બળદેવના દેવાલયમાં આવી. એણે પતિને જોયા. ખુશ થઈ ચરણસ્પર્શ કર્યો. પછી શૈય્યા સંકેલતાં ચાર કોથળી જોઈ, જેમાં લાડુ હતા.
ચરિત્રનાયકના અપહરણના ઘટકાંશને કવિશ્રી દેપાલજી અને કવિશ્રી ધર્મધુરંધરજી સિવાય પ્રત્યેક કવિઓએ સંવાદાત્મક શૈલીમાં આલેખ્યો છે.
ઉપરના ઘટકાંશપરથી તારવણી કરતાં કેટલાંક મુદ્દાઓ મળે છે, જે સમાજ દર્શન કરાવે છે. પ્રાચીનકાળમાં નિઃસંતાનોનું ધન રાજા લઈ જતા અને તેનાં ભરણપોષણની જવાબદારી પોતના માથે લેતાં. આ પ્રકારની રાજકીય વ્યવસ્થા પ્રચલિત હતી પરંતુ ડોશીએ અઢળક ધનની સુરક્ષા માટે પુત્રના મૃત્યુને ઢાંકપિછોડો કરી લાશની દફનવિધિ કરી.
વહુઓએ દફનક્રિયા બાદ સનાન (સગાસંબંધીઓના મરણથી કરવાનું સ્નાન) કર્યું. મૃતદેહને દફન કર્યા પછી ડાઘુઓ સ્નાન કરે છે, એ વૈદિક પરંપરાનું અહીં પ્રતિબિંબ ઝીલાયું છે. (કવિશ્રી ગુણસાગરજી) કવિશ્રી પદ્મસાગરજીએ પ્રસંગોપાત વૃદ્ધાને બળવાખોર, વહુઓ પર દાબ રાખનારી દર્શાવી છે. પુત્રનાં મૃત્યુ બાદ કોઈ નવયુવકને તત્કાલ પુત્ર બનાવી ઘરમાં લાવી ધનની સુરક્ષાનો નવતર નુસખો વૃદ્ધાની વિચક્ષણતા દર્શાવે છે. ચારે સ્ત્રીઓ સાસુની આજ્ઞા અનુસાર અનુચિત કાર્ય પણ ચૂપચાપ કરતી હતી. વળી,