________________
૫૦૯
છે અર્થાત્ અચાનક સુખનો સૂર્યોદય થયો છે. અહીં સ્ત્રીઓ ઘરનું સર્વ કાર્ય આપમેળે કરતી હતી. ઘરમાં કોઈ નોકર-ચાકર ન હતો. પતિને મોદક અતિશય પ્રિય હોવાથી પરોપકારની ભાવનાથી ચાર મણના મોટા લાડવા વચ્ચે રત્ન મૂકી નાયકને વણઝારાની પોઠમાં જતાં પૂર્વઆપ્યાં. (૫૧-૫૬)
જમાનાની ખાધેલ અનુભવી વૃદ્ધાએ ઘરમાં કોઈનોકર-ચાકર રાખ્યો ન હતો કારણકે ઘરની વાતો હંમેશાં નોકર-ચાકરો દ્વારા જ બહાર જતી હોય છે. પુત્રના મૃત્યુની અને નવા આગંતુકને લાવ્યાની ભૂલેચૂકે પણ ખબર ન પડે તે માટે ચતુર વૃદ્ધાએ કરેલી ગોઠવણ તેની વિચક્ષણતા જાહેર કરે છે. કવિશ્રી ફતેહગંદજી કુળનો નાશ થતો જોઈ ચબરાક વૃદ્ધા છાતી કઠણ કરી અજુગતું કાર્ય કરવા તૈયાર થઈ. તેણે ચારે સ્ત્રીઓને હથોટી આપતાં કહ્યું, “કામ પડયાં અકાર્ય કરણો, કહ્યો વડેરાં આગે” એમ કહીં ચારે સ્ત્રીઓ સાથે દેવળમાં પહોંચી. ચારે સ્ત્રીઓએ પોતાના ખભા પરખાટલો ઉપાડયો. (૧૮)
વણઝારાની વસ્તી ચાલી જતાં જયશ્રી ખાટલો લેવા દેવળમાં પહોંચી પરંતુ ત્યાં ખાટલો ન હતો. આવી વાત અન્ય કોઈ કવિઓએ કથાપ્રવાહમાં નોંધી નથી. વાત્સવમાં પ્રવાસમાં ખાટલો ન લઈ જવાય. ખાટલો તો દેવળમાં જ પડયો રહે; એવું દર્શાવવા કવિશ્રીએ જયશ્રીને ખાટલો લેવા દેવળમાં મોકલી છે. કવિશ્રી પ્રત્યેક પ્રસંગની નખશીખ નોંધલે છે.
જયશ્રીએ શુભ મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો. યોગ્ય વયનો થતાં વિદ્યાપાઠક પાસે અભ્યાસ કરવા લાગ્યો. બાર વર્ષે ભાગોળે સાથે પાછો ફર્યો ત્યારે બાળકની ઉંમર અગિયાર વર્ષની હતી.
“કાઢો ઘરથી બાર.” આવા સાસુના વેણ સાંભળી ચારે વહુઓનું કાળજું વીંધાઈ ગયું. “હવે કાં કાંખ બતાવો છો ?” આ વાક્યમાં વૃદ્ધાની સ્વાર્થી મનોવૃત્તિ અને સ્ત્રીઓનો નાયકપ્રત્યેનો અનુરાગ છતો થાયા
છે.
જયશ્રી પતિના સમાચાર મેળવવા જોષી પાસે જોશ જોવડાવવા ફળ-ફૂલનો થાળ લઈ આવી. તેણે કહ્યું, “બાર વર્ષથી પરદેશ ગયેલા પ્રીતમ પાછાં ફર્યા નથી. નથી કોઈ ખત કે નથી કોઈ સમાચાર તેથી ઘણી ચિંતા થાય છે. સાચું ભવિષ્ય જાણતાં ઈચ્છિત કાર્ય સફળ થાય છે.” જોશીએ કહ્યું, “તને આજે જ તારા પતિ મળશે.” આ સાંભળી બન્ને સ્ત્રીઓ ભાગોળે પહોંચી. ત્યાં ઘણાં તંબુ જોતાં તેમનું હૈયું પુલકિત બન્યું.
અહીં સાથે આવ્યાના સમાચાર કોઈએ આપ્યાં નથી પરંતુ જોશીના કહેવાથી બન્ને સ્ત્રીઓ સાથેના પડાવમાં પહોંચી છે. પ્રિયપાત્રની ધીરજ ખૂટતાં અને જોશીના વેણને અમીટ લકીર સમજી નાયિકા ગામને પાદરે પહોંચી ગઈ. કવિશ્રી ગંગારામજી: સાર્થના પડાવમાં સૂતેલા લોકોનું વર્ણન (ઢા.૧૪, ક.૧-૪); હવેલીનું વર્ણન (ક.૮-૧૨); ચાર સ્ત્રીઓનું લાક્ષણિક વર્ણન (ક.૧૨-૧૩); તેમનો શૃંગાર (ક.૧૪-૧૫); વૃદ્ધાની શ્રેષ્ઠ અભિનય ક્ષમતા (ક.૨૨-૨૩); વૃદ્ધાની આપબડાઈ અને આપખુદ સરમુખત્યારની ટેવ (ક.૩૧-૩૩); તળપદી ભાષામાં વહુઓનો સંવાદ (ઢા.૧૫, ક.૧-૮) ( આ સંવાદ કવિશ્રી ફતેહચંદજીની ઢા.૨, ક.૧-૯ સમાન છે.) રસિક છે. કવિશ્રી વિજયધર્મધુરંધરજી : અતિ સંક્ષેપમાં માત્ર એટલું જ કહે છે કે, “સાર્થવાહના સાર્થની સાથે, અર્થ કમાવા સંચરતો, એ જનયરમાં ગુપ્તપણે, ચાર પ્રિયા ઘર રહી રમતો. (૪) અજ્ઞાત સક્ઝાયઃ અહીં માતા માટે “માડી' શબ્દનો પ્રયોગ થયો છે. જ્યાં મહાજન બેસે તે ચોરા પરપાંચે સ્ત્રીઓ આવી. ચૌટામાં ફરતી ફરતી વણઝારાની પોળ સુધી પહોંચી. ચારે વહુઓએ ખાટલામાં સૂતેલા કૃતપુણ્યને