________________
૫૧૨
પ્રાપ્તિ કરી શકતી હતી પરંતુ આ નિયમ સાર્વજનિકન હતો તેથી આવો ઘટકોશ અન્ય કથાઓમાં જોવા મળતો નથી.
આવશ્યક ચૂર્ણિમાં આપેલું કૃતપુણ્યનું કથાનક તેનો સચોટ પુરાવો છે, છતાં આ નિયમને સાર્વભૌમિકતાના નિયમ રૂપે મનાય નહીં. • વૈધવ્ય જીવન શૈલી :
કવિશ્રી દીપ્તિવિજયજીની (ક.૧૩૨) કૃતિ અનુસાર પ્રાચીન કાળની સમાજ વ્યવસ્થામાં વિધવાની જીવનશૈલીનો આછો ચિતાર જોવા મળે છે. ચૂડી, ચાંદલો અને ચોટલો એ સ્ત્રીનાં સૌભાગ્યની નિશાનીઓ છે. પતિના સ્વર્ગવાસ પછી વિધવા સ્ત્રીઓનો ચૂંડલો ભાગવામાં આવતો હતો અને ગળાનો હાર તોડી નાંખવામાં આવતો હતો.
આજથી લગભગ દોઢસો વર્ષ પૂર્વે પણ વિધવાઓની સ્થિતિ દયનીય હતી. વિધવાઓને લૂખુંસૂકું ભોજન અપાતું. સફેદ વસ્ત્રો પહેરવા પડતાં. જમીન પર સૂવું પડતું, માથે મુંડન કરાવવું ફરજિયાત હતું. જેથી તેમનું સૌંદર્ય ખતમ થઈ જાય અને લોકોનું ધ્યાન તેમના તરફ ન ખેંચાય. માંગલિક પ્રસંગોમાં વિધવાઓની તેમની ઉપસ્થિતિ વર્જ્ય હતી. શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ગાંધીજી જેવા મહાપુરુષોએ સમાજમાં બદલાવ લાવવા જહેમત ઉઠાવી.
આજે એકવીસમી સદીમાં પણ ઘણી જ્ઞાતિઓમાં ‘કરમ ચૂડલો’ કરવામાં આવે છે, જેમાં મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા પૂર્વે સ્ત્રીના સૌભાગ્યની નિશાની રૂપ ચૂડીઓને હાથેથી તોડી નાખવાનો રિવાજ છે. આ કાર્ય સ્ત્રીનો દિયર કરે છે. વાસ્તવમાં જીવન અને મૃત્યુ આયુષ્ય કર્મને નિર્ભર હોવા છતાં પતિના મૃત્યુ બાદ સ્ત્રીનો શણગાર છીનવાઈ જાય છે, જ્યારે પતિ વિધુર બને ત્યારે તેની સાથે એવું કંઈ જ થતું નથી. ખરેખર! સખેદાશ્ચર્ય છે. • પરોપકાર વૃત્તિઃ
રામચરિત માનસમાં કહ્યું છે કે, “પરહિત સરિસ ધરમ ન ભાઈ, પરપીડા સમ નહી અધમાઈ' અર્થાત બીજાનું હિત કરવું તે સમાન બીજો કોઈ ધર્મ નથી અને બીજાને પીડા આપવા જેવું કોઈ પાપ નથી. પરોપકારમાં બીજાનું હીતકરવું એવી ભલી દષ્ટિહોય છે. જેમાં કઈંક કરી છૂટવાની ભાવના રહેલી છે.
પર પુરુષને પોતાના મનનો માણિગર માન્યા પછી ગૃહિણી તરીકેની ફરજ નિભાવનારી ચારે સ્ત્રીઓમાં સંભારણા તરીકે ગુપ્ત રીતે રત્નોનું નજરાણું આપવાની રીત પ્રશંસનીય છે. ચારે સ્ત્રીઓએ આ રત્નો સાસુથી છાનાં આપ્યાં છે. તેમાં સાસુનો ભય તો મુખ્ય હતો જ પણ તેની સાથે સાથે જો નાયકને હાથોહાથા રત્ન આપત તો કદાચ સ્વમાની નાયક રત્ન લેવાની ના પાડતા તેથી ઉપકાર કરવાના ઈરાદાથી, તેમજ પોતાની સ્મૃતિ કાયમ રહે તેવા ઈરાદાથી ચારે સુજ્ઞ સ્ત્રીઓએ લાડુમાં રત્ન મૂકી આર્થિક સહાય કરી છે.
“કયવન્ના રચિત્રના પૂર્વભવમાં વિહાર કરતાં જણાય છે કે ચાર પાડોશણોએ સંવેદનશીલ બની રડતાં બાળકની ખીર ખાવાની અદમ્ય ઈચ્છાને સંતોષી હતી. પરોપકારના આ ફળ સ્વરૂપે તેઓ બીજા ભવમાં નાયકની પત્નીઓ બની હતી.
આમ, પ્રાચીનકાળમાં પરોપકારની વૃત્તિ સારા પ્રમાણમાં પાંગરેલી હતી. સાંપ્રત કાળમાં સ્વાર્થી મનોવૃત્તિના કારણે તે શુષ્ક બનતી જાય છે. • લાડુ